આજે તાપીનો જન્મ દિવસ: દૂધનો અભિષેક અને પૂજા અર્ચના કરીને તાપી મૈયાને ચઢાવી 600 મીટરની ચુંદડી

ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી નદી પૂજા કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં નદીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આજે તાપી નદીનો જન્મદિવસ છે. જેને લઈને આજે સુરત કોઝવે પર સુરત ખાતે હરીઓમ ગ્રૂપ દ્વારા આયોજિત તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા દૂધ અભિષેક અને તાપી સ્નાન કરી લોકોએ ઉજવણી કરી હતી. આ ઉપરાંત તાપી માતાને 600 મીટર લાંબી ચુંદડી પણ ચડાવવામાં આવી હતી. તો બીજી તરફ 2 વર્ષથી લઈ 78 વર્ષ સુધીના સ્વીમર મહિલાએ તાપી માતાના દર્શન કરી બાળકોને સ્વીમીંગ શીખવાડ્યું હતુ.

image source

તમને જણાવી દઈએ કે, આ ઉજવણી દરમિયાન હિરીઓમ ગ્રુપના 300થી વધુ સભ્યોએ આજે કોઝવે પર તાપી માતાની જન્મ મહોત્સવમાં હાજરી આપી હતી. અંહી હાજર સ્વીમર અને હરિઓમ ગ્રુપના એક સભ્ય એ જણાવ્યું હતું કે, તાપી પુરાણમાં ઉલ્લેખિત 2 કલ્પ પછી પૃથ્વી પરનો અંધકાર દૂર કરવા બ્રહ્માની સ્મૃતિ પછી સૂર્યનારાયણે પ્રસરાવેલા તેજનો પ્રકોપ પૃથ્વીનાં જીવોથી સહન ન થતાં ભગવાનની આંખોમાંથી આંસુ વહેતા થયા, જે તાપીમૈયા સ્વરૂપે વહેતા થયા હતા. નોંધનિય છે કે, પુણ્યસલિલા તાપીનાં કિનારે પુરાણકાળથી સ્થિત સુરતની ‘સૂરત’ અને વિસ્તાર વિસ્તરતા રહ્યા છે, તો બીજી તરફ સુરતની આ રોનક પણ તાપીમાતાના કારણે છે. તો બીજી તરફ તાપી માતાની પૂજા સાથે સાથે તેનું જતન પણ વર્તમાન સમયથી મોટી જરૂરિયાત છે.

image source

આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. નોંધનિય છે કે, તાપી કાંઠે વિસ્તરેલી સભ્યતા અને સંસ્કૃતિની જાળવણી દરેક નાગરિકની ફરજ બની છે. તમને જણાવી દઈએ કે, વર્ષોથી હરિઓમ ગ્રુપ તાપી માતાના જન્મ દિવસને ઉજવે છે. તો બીજી તરફ આજના આ શુભ પ્રસંગે લગભગ તમામ સ્વીમરો પોતાના પરિવાર સાથે કોઝવે પર આવે છે અને તાપી માતાના દર્શન કરી દૂધનો અભિષેક કરે છે અને સાથે તાપીમાં સ્નાન કરે છે અને ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત આજના પવિત્ર દિવસે વડીલો શંખ વગાડી માતાની પૂજા કરે છે.

image source

તમને જણાવી દઈએ કે, આજે તાપી માતાના જન્મ દિવસ પ્રસંગે તાપીના પાણીમાં 600 મીટરની ચુંદડી પણ તરતી મૂકવાની પરંપરાગત પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને સાથે સાથે માતાની આરતી પણ કરાઈ છે. ત્યારબાદ અંહી હાજર સૌ કોઈ લોકોએ નાસ્તા-પાણીની મોજ માણી. નોંધનિય છે કે, તરવૈયા આજના શુભ પ્રસંગે તાપીમાં સ્વીમિંગ કરી પુણ્યનું ભાથુ બાંધતા હોય છે. આ ઉપરાંત આજે હાજર સૌ કોઈ લોકોએ આ મહામારીમાંથી લોકોને જલદી છૂટકારો મળે તેવી પ્રાર્થના કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!