27.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૭-૦૭-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ

તિથિ :- સાતમ ૦૭:૦૯ સુધી. આઠમ ૨૮:૫૭ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- ચિત્રા

યોગ :- સાધ્ય

કરણ :- વાણિજ્ય , ૦૭:૦૯ સુધી, વિષ્ટિ ભદ્ર ૧૮:૦૧ સુધી બવ ૨૮:૫૭ સુધી.

સૂર્યોદય :-૦૬:૧૧

સૂર્યાસ્ત :-૧૯:૧૮

ચંદ્ર રાશિ :- તુલા

સૂર્ય રાશિ :- કર્ક

વિશેષ :- આઠમ નો ક્ષય છે.

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ ની સમસ્યા ધીરજથી સોલ કરી સફળતા તરફ લઈ જવી.

સ્ત્રીવર્ગ:- ખોટા વિચારો બેચેની રખાવે.

લગ્ન ઈચ્છુક :- વિવાહ અંગેની વાતોથી અંતઃકરણમાં ઉચાટ રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ની મૂંઝવણમાંથી માર્ગ મળે.

નોકરિયાત વર્ગ:-કામકાજના સ્થળે સફળતા માટે ટેન્શન રહે.

વેપારીવર્ગ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોજો.

પારિવારિક વાતાવરણ:-જુના કર્જ નું ટેન્શન કામકાજમાં ચિંતા રખાવે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૭

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ માટે ના અભ્યાસક્રમ ની ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના મૂંઝવતા પ્રશ્નો ઉકેલવા. ધીરજ જરૂરી.

લગ્ન ઈચ્છુક :- વિવાહ ની વાતોમાં આપના સંજોગો સુધરશે.

પ્રેમીજનો:-પ્રયત્નોથી મિલન-મુલાકાત સફળ થાય.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગેની ચિંતા હળવી બને.

વ્યાપારી વર્ગ:- ધાર્યા કામમાં રુકાવટ જણાય.

પારિવારિક વાતાવરણ:- તબિયત સુધરતી જણાય. અગત્યનું કામ થઈ શકે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.રાહત રહે.

સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યય માં ધ્યાન આપવું.

લગ્ન ઈચ્છુક:- હિત શત્રુની કારી ન ફાવે. પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:- પ્રયત્નથી સુગમ રસ્તો મળી આવે.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે જરૂરી મદદ મળતી જણાય.

વેપારીવર્ગ:- આવકમાં આર્થિક સમસ્યા જણાય.પ્રયત્નો વધારવા.

પારિવારિક વાતાવરણ:-સ્નેહીથી મતભેદ ટાળવા.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૨

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નથી અભ્યાસમાં સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- ધીરજ અને જતુ કરવાથી ગૃહજીવનમાં શાંતિ રહે.

લગ્ન ઈચ્છુક:- આપની વાત ના સફળતાના સંજોગો વધી રહ્યા છે.

પ્રેમીજનો:- મુલાકાત માટેના પ્રયત્નો સફળ થતાં દેખાય.

નોકરિયાત વર્ગ:- આપની અપેક્ષા મુજબના સંજોગો થતા દેખાય.

વેપારી વર્ગ:-વેપાર માટેના આપના પ્રયત્નો સફળ થતા દેખાય.

પારિવારિક વાતાવરણ:- અગત્યનાં કામો થઈ શકે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૪

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-ગૂઢ શક્તિ તરફ ના લગાવો રહી શકે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા બનતી જણાય.

લગ્ન ઈચ્છુક:- આપની વિવાહની વાત અટકતી જણાય.

પ્રેમીજનો :-આભાસી જીવન ના સ્વપ્ન વાસ્તવ હોતા નથી.

નોકરિયાત વર્ગ :- સફળતાનો માર્ગ સૂઝે.

વેપારીવર્ગ :- આવક દેખાય નહીં. કર્જ વધતું જણાય.

પારિવારિક વાતાવરણ:- સ્વાર્થી લોકોથી દૂર રહેવું. ખર્ચ-વ્યય કવર કરવા.

શુભ રંગ :-સફેદ

શુભ અંક :- ૩

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:-પારિવારિક વાતાવરણ બેચેની ભર્યું લાગે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો આભાસ સમાન જણાય

પ્રેમીજનો:- આપની વાત જામે નહીં.

નોકરિયાત વર્ગ:- હાલમાં સંજોગો પ્રમાણે આપના લાયક કામ હોય નહીં.

વેપારીવર્ગ:- આર્થિક સરળતા બનતી જણાય. વિવાદથી દૂર રહેવું.

પારિવારિક વાતાવરણ:- સારા પ્રયત્નોનું ફળ મળે.સંયમ જરૂરી.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- 6

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આર્થિક સંકડામણ અભ્યાસ અંગે વિલન બનતી જણાય.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ઘર્ષણ અટકાવવું. ધીરજથી કામ કરવું.

લગ્ન ઈચ્છુક:-ભાગ્યા યોગે વિવાહનું આયોજન થઈ શકે .

પ્રેમીજનો:-આંધળો વિશ્વાસ કરવાથી દગો થઈ શકે છે.

નોકરિયાત વર્ગ:- પોતાની જાતે પોતાનો લાભ ઉભો કરી શકો છો.

વ્યાપારી વર્ગ:- નાણા ભીડમાંથી રસ્તો મળે.

પારિવારિક વાતાવરણ:- મકાન-મિલકતના કામ નું ટેન્શન રહે.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મહેનત કરવાથી અભ્યાસમાં સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- નાણાંનો વ્યય ખપ મુજબ કરવો.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાત માં અડચણ હોઈ શકે છે.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત ન થાય.વીરહ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરી માટે આ તક સાનુકૂળ તક બની શકે છે.

વેપારીવર્ગ:-જરૂરતના નાણા માટે તડજોડના કરવી પડે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામ માટે સાનુકૂળ સમય રહે.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં દુવિધા યુક્ત સમય રહે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો નું ટેન્શન રહે.

લગ્ન ઈચ્છુક:- આપની વાતચીત ફરીથી શરૂ થતી જણાય.

પ્રેમીજનો :- પ્રયત્નથી મુલાકાત સંભવ બને.

નોકરિયાતવર્ગ :- નોકરીના પ્રશ્ને ચિંતા રહે.

વેપારીવર્ગ:-ઉઘરાણીના નાણાં અટકતા લાગે.

પારિવારિક વાતાવરણ:-મકાન,વાહન અંગે ફેરફાર તથા લાભ પ્રાપ્ત થઇ શકે છે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસનું આયોજન અધૂરું રહેતું જણાય.

સ્ત્રીવર્ગ:-પારિવારિક સ્થિતિ તણાવ ભરી ન થવા દેવી.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે આપના સંજોગો સુધરતા જણાય.

પ્રેમીજનો:- આપના પ્રયત્નોનું ફળ વિલંબથી મળે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં બેધ્યાન રહેવાથી નુકસાન થઈ શકે.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહી શકે.

પારિવારિક વાતાવરણ:- મનોબળ અને ધીરજથી સમય સરળ બને.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૩

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- આપના ધાર્યા પ્રમાણે અભ્યાસમાં સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- સંતાન અંગે ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- આપની વિવાહની વાત અચાનક અટકી જાય.

પ્રેમીજનો:- મનમુટાવ,વાદવિવાદ રહી શકે.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગે ચિંતા ઉચાટ રહે.

વેપારીવર્ગ:- કર્જ ના હપ્તા,વ્યાજ અંગેની બેચેની ધીમે ધીમે દૂર થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- આવક રહે પરંતુ નાણાં ખર્ચાય જાય.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સફળતાની ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ગભરાટ તથા ચિંતાનો માહોલ રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીતમાં વિલંબ થતો જણાય.

પ્રેમીજનો:- પોતાના જક્કી વલણ થી તણાવ વધે.

નોકરિયાત વર્ગ:- હાલના સંજોગોમાં નોકરીના કામ અટકતા જણાય.

વેપારી વર્ગ:- વ્યવહારિક કામોમાં અડચણ જણાય સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક સામાજિક બાબતો વિપરીત જણાય.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૮

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત