ટૈરો રાશિફળ : શુક્રવારનો દિવસ કેટલો છે શુભ જાણવા કરો એક ક્લિક

ટૈરો રાશિફળ : શુક્રવારનો દિવસ કેટલો છે શુભ જાણવા કરો એક ક્લિક

મેષ

અચાનક રોમેન્ટિક મૂડ રહેશે. કામમાં મીટિંગ તમારા માટે મૂંઝવણભરી થઈ શકે છે. કાર્યક્ષેત્ર વિશે વાત કરીએ તો તમારી ટીમમાં સૌથી નારાજ રહેતી વ્યક્તિ ખૂબ જ સમજદારીપૂર્વક વાત કરતા જોવા મળી શકે છે. તમારી વાતચીત કરવાની ક્ષમતાનો સામાજિક સ્તરે તમને લાભ કરાવી શકે છે. જુદા જુદા મતને લીધે, તમારી અને તમારા જીવનસાથી વચ્ચે વિવાદ થઈ શકે છે.

વૃષભ

આજે ગિફ્ટ મળી શકે છે. સમાજમાં માન- સન્માનમાં વધારો થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. કોઈ કાર્ય પૂર્ણ થવાથી તમારો પ્રભાવ વધશે. તમારા સારા લેખનથી તમે આજે અકલ્પનીય ઊંચાઈ પર જઈ શકો છો. આજે દિવસ બધી જ રીતે સારો રહેશે.

મિથુન

આજે તમે તમારી જાતને ભાગ્યશાળી માની શકો છો. આજે સારા સમાચાર મળશે. વ્યવસાયિક કામમો વ્યસ્ત રહેશો. મહિલા અધિકારીનો સહયોગ મળશે. આજે તમે કેટલાક જુદા જુદા પ્રકારના સાહસોનો અનુભવ કરી શકો છો. સારા પરિણામો મેળવવા માટે તમારે વધારે પ્રયાસો કરવાની જરૂર છે.

કર્ક

સંપત્તિ, ખ્યાતિ અને સન્માન વધશે. શિક્ષણ ક્ષેત્રે સ્પર્ધા થશે, તમારા પ્રયાસો ફળદાયી રહેશે. શંકાસ્પદ આર્થિક વ્યવહારમાં ફસાઈ જવાની સંભાવના છે તેથી સાવચેત રહો. તમારા શબ્દો ઉપર નિયંત્રણ રાખો, તેના કારણે વડિલો દુ:ખ અનુભવી શકે છે. મૂર્ખ લોકોની વાતોમાં સમય ખરાબ ન કરો, મન શાંત રાખવું

સિંહ

વૈવાહિક જીવન સુખી રહેશે. માંગલિક અથવા સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન થશે. આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. લેખન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. ભવિષ્યની યોજનાઓ વિશે વિચાર કરીને નિર્ણય લેવો.

કન્યા

સમય આનંદદાયક રહેશે. અજાણ્યા ભયથી પ્રભાવિત થશો. તમારા સ્વાસ્થ્ય વિશે સાવધાન રહેવું. રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે. શક્ય છે કે તમારા ભૂતકાળથી સંબંધિત કોઈ વ્યક્તિ આજે તમારો સંપર્ક કરશે અને આ દિવસને યાદગાર બનાવશે.

તુલા

બુદ્ધિ અને કુશળતાથી કામ કરવામાં આવશે તો લાભ થશે. પારિવારિક જીવન સુખી રહેશે. આર્થિક બાજુ મજબૂત રહેશે. કોઈ કાર્ય પૂર્ણ થવાથી તમારો પ્રભાવ વધશે. સંગીત, નૃત્ય અને બાગકામ જેવા તમારા શોખ માટે સમય કાઢો, તમને સંતોષનો અનુભવ થશે.

વૃશ્ચિક

ઘરના કામમાં વ્યસ્ત થઈ શકો છો. અંગત સંબંધોમાં સુધાર થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે. તંદુરસ્ત રહેવા માટે અતિશય ખોરાક લેવાથી બચો અને નિયમિત કસરત કરો. ઘણા સ્રોતોથી તમને આર્થિક લાભ થશે.

ધન

વૈવાહિક જીવન સુખી રહેશે. ઘરના કામમાં વ્યસ્ત રહી શકો છો. આર્થિક બાજુ મજબૂત રહેશે. રચનાત્મક પ્રયત્નો ખીલી ઉઠશે. સંબંધોમાં નિકટતા રહેશે. દિવસના બીજા ભાગમાં આર્થિક લાભ થશે. સંપત્તિ ઉપર વિવાદ ઊભા થઈ શકે છે. જો શક્ય હોય તો ધ્યાન કરો અને મનને શાંત કરો.

મકર

વ્યવસાયિક બાબતોમાં અટકેલા કામમાં પ્રગતિ થશે. વિવાહિત જીવન સુખી રહેશે ઉપહાર મળશે અથવા સન્માનમાં વધારો થશે. કરેલા પ્રયત્નો સાર્થક થશે. ઘરે મહેમાન આવશે. આજનો દિવસ પરીવાર સાથે પણ સારી રીતે પસાર થશે. ફરવા જવાનું આયોજન કરી શકો છો.

કુંભ

વ્યવસાય ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે. વ્યક્તિગત સહયોગ મળશે. બાળકની જવાબદારી નિભાવવામાં સફળતા મળશે. જૂના મિત્રોને મળશે કાર્યક્ષેત્રમાં મુશ્કેલ દિવસ રહેશે. તમારે તમારા વર્તુળમાંથી બહાર આવવાની અને ઉચ્ચ સ્થાન પર રહેલા લોકોને મળવાની જરૂર છે.

મીન

કૌટુંબિક કામમાં વ્યસ્ત રહેશો. ગૌણ કર્મચારી અથવા પાડોશી તરફથી તણાવ થઈ શકે છે. આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. ઘરે મહેમાન આવશે. આજે તમને બપોર પછી શાંતિ જણાશે. સાંજે કામમાંથી સમય કાઢી પરીવાર સાથે સમય પસાર કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ