ગુજરાતના આ ભામાશાએ લોકોની સેવા કરવા છોડી દીધી સરકારી નોકરી

ભારતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો હતો આ દરમિયાન અનેક લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા હતા. તો બીજી તરફ કોરોનાના આ કપરાકાળમાં ઘણા એવા લોકો પણ હતા જેમણે પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની કરી હતી. તમે મીડિયામાં સોનૂ સૂદ કે કુમાર વિશ્વાસ જેવા લોકોને મદદ કરતા જોયા હશે પણ આજે અમે તમને ગુજરાતના એક દંપત્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે કોરોનાકાળમાં સેવા કરવા માટે પોતાની નોકરી છોડી દીધી અને સેવાની સરવાણી પ્રગટાવી.

image source

આ વાત છે ઉપલેટાની કે જ્યાં જીગ્નેશભાઈ વ્યાજ છેલ્લા 30 વર્ષથી લોકોની સેવા કરી રહ્યા છે. આ અંગે તેમણે કહ્યું કે, હું નાનો હતો ત્યારથી જ મારાથી લોકોની પીડા જોવાતી નહોતી. મને અંદરથી સતત લાગતુ કે હું આ લોકોની સમસ્યા કેવી રીતે દૂર કરી શકું? જેથી તે સમયે મારાથી શક્ય એટલી મદદ કરવાનું શરૂ કર્યું. તો બીજી તરફ જ્યારે મારા લગ્ન થયા ત્યારે અમે પતિ-પત્નીએ લોકોની સેવા કરવા નિઃસંતાન રહેવાનું નક્કી કર્યું. આ અંગે જીગ્નેશભાઈએ કહ્યું કે, આ બધી સેવા કરવાની અમારી કોઈ શક્તિ નથી, પરંતુ મહાદેવ તથા અમારાં માતા-પિતાના આશીર્વાદથી આ બધી સેવા અમે કરી શકીએ છીએ.

જીગ્નેશભાઈ છેલ્લા 30 વર્ષથી લોકોની સેવા કરી રહ્યા છે. તેઓ પીડિતો અને ભૂખ્યાને ભોજન કરાવા છે. નોંધનિય છે કે લોકોની સેવા કરવામાં બાધારૂપ બનતી શોપ ઈન્સ્પેક્ટરની નોકરી પણ જીગ્નેશભાઈએ છોડી દીધી. તો બીજી તરફ જીગ્નેશભાઈના પત્ની જીજ્ઞાબેન પણ તેમનો સાથે આપી રહ્યા છે અને 365 દિવસ 24 કલાક અન્નક્ષેત્ર ચલાવીને ભૂખ્યા લોકોને ભોજન કરાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ લોકોને તેઓ ધાબળા આપે છે તો ઉનાળાના આકરા તાપમાં ચપ્પલ તો ચોમાસામાં તાડપત્રી આપી લોકોની મદદ કરી રહ્યા છે.

image source

આ અંગે વિગતે વાત કરીએ તો જીગ્નેશભાઈ ઉપલેટાના રહેવાશી છે અને તેઓ પૂર્વ શોપ ઇન્સ્પેકટર હતા. તો બીજી તરફ તેમનાં પત્ની અને નગરસેવક જીજ્ઞાબેન વ્યાસ પણ છેલ્લા 30 વર્ષથી પતિને સેવાકીય કાર્યમાં મદદ કરી રહ્યા છે અને ભૂખ્યાને ભોજન કરાવે છે. નોંધનિય છે કે, આર્થિક રીતે ગરીબ અને નબળા વર્ગને ભોજનની સાથે કપડાં, ચપ્પલ, ગરમ કપડાં, ધાબડા, તાડપત્રી તથા દવા જેવી વસ્તુઓ એક પણ રૂપિયા લીધા વિના પુરી પાડે છે.

તમને જણાવી દઈએ કે જિજ્ઞેશભાઈ તથા જીજ્ઞાબેન સમગ્ર તાલુકામાં વસતા બ્રહ્મ પરિવારો માટે દર વર્ષે બ્રહ્મભોજન પણ કરાવે છે. તો બીજી તરફ આખા તાલુકામાં વસતા મજૂરો તથા તેમનાં બાળકો માટે દિવાળી, દશેરા, સાતમ-આઠમ, નવરાત્રિ, મકરસંક્રાંતિ જેવા તહેવારો નિમિતે મીઠાઈ, ગાંઠિયા, બુંદી, ખજૂર-ચિક્કી, પતંગ, ફટાકડા જેવી 33 વસ્તુઓ એક પણ રૂપિયા લીધી વિના દાન કરે છે. જેથી ગરીબ પરિવારના બાળકો પણ તેમનો તહેવાર સારી રીતે ઉજવી શકે.

image source

તમને જણાવી દઈએ કે, લોકોની અવિરત સેવા કરતા જિજ્ઞેશભાઈ વ્યાસ અગાઉ એક સરકારી કર્મચારી હતા. સમાજમાં કહેવાતી મોભાદાર શોપ ઈન્સ્પેક્ટરની નોકરી લોકોની સેવા કરવા 2010માં છોડી દીધી. નોંધનિય છે કે આજના સમયમાં જ્યાં લોકોને નોકરી મળતી નથી તેવા સમયે લોકોની સેવા માટે નોકરી છોડવી બહુ મોટી વાત ગણાય. તમને જણાવી દઈએ કે હાલમાં જીગ્નેશબાઈ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે, સાથે તેમને ખેતી પણ છે. નોંધનિય છે કે, તેમની પાસે હાલમાં ભગવાનની કૃપાથી નાની-મોટી થઈને કુલ 22થી વધુ ટ્રાવેલ્સ છે, જેમાથી થતી આવકથી તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે અને સાથે સાથે લોકોની સેવા પણ કરી રહ્યા છે. આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે લોકોની સેવા કરવા માટે બન્ને પતિ પત્નીએ નિ:સંતાન રહેવાનું નક્કી કર્યું.

તમને જમાવી દઈએ કે, કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યારસુધીમાં તેઓ હજારો લોકો માટે જમવાની તથા ટિફિનની વ્યવસ્થા કરી ચૂક્યા છે. નોંધનિય છે કે, કોરોનાની બીજી લહેરમાં તેમણે મિત્રો સાથે મળીને 30 ઓક્સિજન-સિલિન્ડરની વ્યવસ્થા કરીને લોકોના જીવ બચાવ્યા હતા. તો બીજી તરફ ઈમર્જન્સીની સ્થિતિમાં કોઈ દર્દીને જરૂર હોય તો કોરોનાના સંક્રમણની ચિંતા કર્યા વિના પોતાના વાહનમાં બેસાડી હોસ્પિટલે લઈ જતા હતા. અને લોકોને મદદ કરતા હતા.

image source

તો બીજી તરફ કોરોનાકાળ દરમિયાન બનેલી એક ઘટનાનું વર્ણન કરતા જિજ્ઞેશભાઈએ કહ્યું કે, ગઈ 20 એપ્રિલે કુતિયાણાના એક કોરોના દર્દી ઉપલેટાની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને તેમનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું અને 63 સુધી પહોંચી ગયું. જેથી દર્દીની સ્થિતિ વધારે બગડી જતા વેન્ટિલેટરની જરૂર પડી, જેથી અડધી રાત્રે તેમના સંબંધીનો મદદ માટે ફોન આવ્યો, જેથી એક પણ પળનો વિલંબ કર્યા વિના મેં અડધી રાત્રે ગાડીમાં દર્દીને બેસાડી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. જો કે ડોક્ટરે તો મને કહી દીધું હતું કે આ દર્દી હોસ્પિટલ સુધી નહીં પહોંચે, પણ મેં મારા મહાદેવ પર અતૂટ વિશ્વાસ રાખ્યો અને દર્દીને સમયસર હોસ્પિટલે પહોંચાડીને સારવાર શરૂ કરાવી અને ભગવાનની કૃપાથી તે દર્દીનો જીવ બચી ગયો. નોંધનિય છે કે કોરોનાકાળમાં પોતાના સંબંધીઓ પાસે જવા લોકો ડરતા હતા એવા સમયમાં જીગ્નેશભાઈ ઘણા લોકોની જીવની પરવા કર્યા વિના મદદ કરી. ઘણા લોકોના અંતિમસંસ્કાર પણ જીગ્નેશભાઈએ કર્યા પરંતુ ભગવાનની કૃપાથી તેમના પરિવારમાં કોઈને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!