મહામારી કોરોનાના મોતના તાંડવ વચ્ચે દેશના 16 રાજ્યો માટે સૌથી મોટા સમાચાર

દેશના 32 રાજ્ય કોરોનાની ચપેટમાં આવી ગયા છે. પરંતુ સૌથી વધુ પ્રભાવિત 16 રાજ્યો છે. અહીં સૌથી વધુ દર્દી છે અને સૌથી વધુ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.

image source

દેશના બાકી 16 રાજ્યમાં કુલ દર્દીઓનો આંકડો પણ 450ને પાર નથી થયો અને મોતનો આંકડો પણ ઓછો છે. આ રાજ્ય ટુંક સમયમાં જ કોરોનામુક્ત થાય તેવી આશા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશના 32 રાજ્યમાં કુલ 24,500થી વધુ દર્દી છે. આ રાજ્યોમાં સોથી વધુ મહારાષ્ટ્રમાં દર્દી છે. ત્યારબાદ ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સંક્રમિત છે.

image source

આ રાજ્યો એવા છે જ્યા કોરોનાના દર્દીની સંખ્યા 2000થી વધુ છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, બિહાર, હરિયાણા, જમ્મૂ-કાશ્મીર, કર્ણાટક, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળ આવે છે જ્યાં દર્દીની સંખ્યા 220થી 950 વચ્ચે છે. આમ કુલ સંક્રમિત દર્દી આ 16 રાજ્યમોમાંથી છે.

આ સિવાયના 16 રાજ્ય એવા છે જ્યાં દર્દીની સંખ્યા 417 જેટલી છે. અહીં સાત જ દર્દીના મોત થયા છે. આ રાજ્યોમાં ઓરિસ્સા, અંદામાન નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, ચંદીગઢ, છત્તીસગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, લદ્દાખ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, પોંડીચેરી, ત્રિપુરા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. તેવામાં આશા છે કે આ રાજ્યો ટુંક સમયમાં જ કોરોનામુક્ત થઈ જશે. હાલ દેશમાં ગોવા કોરોના મુક્ત જાહેર થઈ ચુક્યું છે.

image source

આ આંકડા અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 24,500થી વધુ છે એટલે કે દરેક રાજ્યમાં 765 દર્દી છે. વાયરસની ચપેટમાં આવી 775 લોકોના મોત થયા છે એટલે સરેરાશ દરેક રાજ્યમાં 24 લોકોના મોત થયા છે.

image source

દેશના સૌથી સંવેદનશીલ 16 રાજ્યોમાં કુલ દર્દીની સંખ્યા 24,089 છે. તે અનુસાર એક રાજ્યમામ 1505 દર્દી છે અહીં કુલ મોત 768 મોત થયા છે એટલે કે એક રાજ્યમાં 48 મોત થયા છે. 16 સુરક્ષિત રાજ્યોની સરખામણી કરીએ તો કુલ 417 દર્દીમાં સરેરાશ દરેક રાજ્યમાં 26 દર્દી છે જ્યારે મૃત્યુ પામનારની સંખ્યા 0.43 છે.