નવા ગેસ કનેક્શન મેળવવાનું બન્યું સરળ, હવે ફક્ત 1 મિસ્ડ કોલથી થઈ જશે તમારું કામ, જાણો પ્રોસેસ

ગેસ કનેકશન મેળવવા માટે ઘણીવાર લોકોને ગેસ એજન્સીની ઓફિસોએ સતત ધક્કા ખાવા પડે છે. તેમાં પણ જો એડ્રેસ પ્રૂફ ન હોય તો તો ગેસ કનેકશન ભુલી જ જવાનું. આવી સ્થિતિથી પરેશાન લોકો માટે ખાસ ઓફર શરુ કરવામાં આવી છે. આ ઓફર એવી છે કે જેમાં ગ્રાહકને બે ફાયદા થશે. એક તો તેને ગેસ એજન્સીએ ધક્કા ખાવા પડશે નહીં. ગેસ કનેકશન ઘર બેઠાં એક મિસ કોલ કરવાથી મળી જશે અને બીજો ફાયદો કે તેના માટે લોકોને એડ્રેસ પ્રૂફની જરૂર પણ પડશે નહીં.

image source

એલપીજી કનેકશન માટે સરકારી ઓઈલ કંપની ઈંડિયન ઓયલ કોરપોરેશન લિમિટેડે એક નવી સર્વિસ શરુ કરી છે. આ નવી સર્વિસ હેઠળ ગ્રાહકોને એક મિસ કોલ કરવાથી પણ નવું ગેસ કનેકશન મળી જશે. ઈંડિયન ઓઈલ કોર્પોરેશને પોતાના આધિકારિક ટ્વીટર હેંડલ વડે આ નવી સર્વિસની શરુઆતની જાણકારી આપી હતી.

image source

કંપનીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તમારું નવું ઈંડેન એલપીજી કનેક્શન હવે માત્ર એક મિસ કોલથી મળી જશે. તેના માટે ગ્રાહકોએ 8454955555 પર એક મિસ કોલ કરવો પડશે. ગ્રાહકોને આ સર્વિસ વડે પોતાના ઘરે બેઠા બેઠા ઘર સુધી એલપીજી કનેકશન પ્રાપ્ત થશે.

ગ્રાહક મિસ કોલ કરશે એટલે કંપની તેનો સંપર્ક કરશે અને સંપર્ક કર્યા બાદ ગ્રાહકની આધાર કાર્ડની જાણકારી અને અન્ય ડોક્યૂમેંટની જાણકારી પુછવામાં આવશે. આ જાણકારી મેળવ્યા બાદ ગ્રાહકને નવા ગેસ કનેકશન માટે એડ્રેસ પ્રૂફ આપવાની પણ જરૂર પડશે નહીં.

image source

કંપનીએ નવા નિયમ હેઠળ જો નવું ગેસ કનેકશન લેનાર ગ્રાહકના પરિવારમાં માતા-પિતા, ભાઈ-બહેન કે કોઈપણ બીજા સંબંધીના નામે પહેલાથી એલપીજી ગેસ કનેકશન છે તો ગ્રાહકને તે જ એડ્રેસનો ફાયદો મળી શકે છે. એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન કે કોઈપણ બીજા સંબંધીના એડ્રેસ પ્રૂફ પર તમને પણ નવું ગેસ કનેકશન મળી જશે.

image source

જો કે આ કામ માટે ગ્રાહકે તે ગેસ એજન્સીની ઓફિસની મુલાકાત લેવી પડશે જ્યાં તેના પરિવારના સભ્યોના નામે ગેસ સિલિન્ડર આવે છે. ત્યારબાદ ગ્રાહકને પહેલાના ગેસ કનેકશનના દસ્તાવેજ આપવા પડશે અને તેને વેરિફાઈ કરી ગ્રાહકને નવા કનેક્શન આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!