જાણો તમારી ઉંમર આટલી છે તો તમારે નહીં ભરવો પડે એક પણ રૂપિયો ઈન્કમટેક્સ

બજેટ 2021માં નાણા મંત્રી નિર્મલા સીતારામને કેટલીક મહત્વની જાહેરાત કરી હતી જેમાંથી એક હતી કે હવેથી દેશના વરિષ્ઠ નાગરિકોને ટેક્ષમાંથી રાહત આપવામાં આવશે. આ ઘોષણાને સરળ ભાષામાં સમજીએ તો દેશના એવા વરિષ્ઠ નાગરિકો જેઓ 75 વર્ષથી વધુની વયના છે અને પેન્શન પર જીવન ગુજરાન ચલાવે છે તેમને ટેક્સ રીટર્ન ફાઇલ કરવું પડશે નહીં.

image source

કોરોના નો સમય પસાર કર્યા બાદ રજુ થયેલા બજેટથી લોકોને ઘણી અપેક્ષાઓ હતી. જેમાંથી કેટલીક સંતોષાય અને કેટલીક જેમની તેમ રહી ગઈ. જો કે સિનિયર સિટીઝનને આ વખતે બજેટમાં મોટો લાભ આપવામાં આવ્યો છે. મોદી સરકારમાં રજૂ થયેલા આ બજેટમાં દેશના વરિષ્ઠ નાગરિકોને ટેક્ષમાંથી રાહત આપવામાં આવી છે.

image source

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત અનુસાર જે નાગરીકો 75 વર્ષથી વધુની વયના છે તેમને હવેથી ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે એટલે કે તેઓએ કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવો પડશે નહીં. 75 વર્ષથી વધુની વયના લોકોને આઇટીઆર ભરવું પડશે નહીં. જોકે અહીં ઉલ્લેખનીય એ પણ છે કે આવા લોકો માત્ર પેન્શન પર જીવન ગુજરાન કરતા હોવા જોઈએ એટલે કે ટેન્શન સિવાય તેમની અન્ય કોઈ આવક ન હોય તો તેમને આ લાભ મળવાપાત્ર રહેશે.

image source

આ સિવાય બજેટમાં ટેક્સ પેયર ને વધુ એક રાહત આપવામાં આવી છે. જેમાં ટેક્સ રીએસેસમેન્ટની ફાયલ ખોલવાની સમય મર્યાદા જે અગાઉ 6 થી 10 વર્ષ સુધીનો હતો, તેને હવે ત્રણ વર્ષ કરવામાં આવ્યો છે. એટલે કે ટેક્સ રીએસેસમેન્ટ થતું ત્યારે 6 વર્ષ અને ગંભીર કેસમાં 10 વર્ષ સુધીની કેસ ફાઇલ પણ ખોલી શકાતી હતી. પરંતુ હવે આ સમયને ત્રણ વર્ષ કરવામાં આવ્યો છે.

image source

નાણા મંત્રી નિર્મલા સીતારમને બજેટના તેમના ભાષણ દરમિયાન કહ્યું હતું કે એક વર્ષમાં 50 લાખથી વધારે ઇન્કમ છુપાવી હશે તેવા કેસમાં 10 વર્ષ સુધી ની ફાઇલો ખોલી શકાશે. આ સિવાય આવા કેસ માટે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સમિતિ બનાવવામાં આવશે 50 લાખ સુધીની આવક અને દસ લાખ સુધીની વિવાદિત ઈનકમવાળા લોકો આ સમિતિ પાસે જઈ શકશે.

image source

ટર્નઓવરની ડિજિટલ ટ્રાન્ઝેક્શન લિમિટ માં પણ આ વર્ષના બજેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ એક કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થાય તો ટેક્સ ઓડિટ કરવાનું થાય અને 95% ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનાર માટે આ છૂટ 5 કરોડનું ટર્ન ઓવર કરવામાં આવ્યું હતું જેને હવે વધારે 10 કરોડ કરી દેવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત