તમે ચા પીવો છો કે કોફી? થઈ જાવો સાવધાન, જાણો આ પીણામાં મળતુ કેફિન કેટલુ યોગ્ય છે તમારા હેલ્થ માટે

રાત આખી સૂતા પછી સવારે ઉઠવાનું કારણ તો જોઈએ ને, આપણાં જેવા નોર્મલ માણસોને માટે સવારે ઉઠવાનું કારણ ચા કે કોફી હોય. રસિકજનો પોતાની ચા કે કોફીને માણી માણીને પીતા હોય. તો કેટલાક લોકો આમાં પણ વર્ગીકરણ કરતા હોય.

image source

આમ તો માણસ એટલે આદત સે મજબૂર. દરેક વસ્તુનું વર્ગીકરણ કરીને એ મુજબ વાત આગળ ચલાવવાની આપણી છીછરી ટેવ મુજબ ચાની સરખામણીમાં કોફી લોકોને જરા હટકે વાળી ફિલિંગ આપતી હોય છે. માણસની ચા કે કોફીની પસંદગી ઉપરથી આપણે માણસ માટે અભિપ્રાય બાંધી દેતા હોઈએ છીએ. સ્ટેટસ બાબતે ચા બાપડી મિડલ ક્લાસ અને કોફી હાયરક્લાસમાં બેસાડી દેવામાં આવી છે. કોફી શબ્દ સાંભળીને તમને એની લહેરખીથી તરોતાજા બનતી સોળ વરસની સુંદરી દેખાય અને ચા શબ્દ સાંભળીને અધૂકડા પગે બેસીને રકાબીમાંથી સબડકો મારતા કાકા દેખાય. જનગણમાં તમે ચાના નહિ પણ કોફીના શોખીન છો એવું કહેવામાં પોતાને સ્ટાઈલું ગણતા લોકો મજેદાર હોય છે. કૈફિન લોહિમાં ભળીને સમગ્ર શરીરમાં પહોંચે છે. અને સૌથી વધુ અસર મગજ પર પડે છે. તેમજ તે દિમાગને એક્ટિવ કરે છે તેમજ થાક અને ભૂખનો અહેસાસ નથી થતો.

શું છે કૈફિન

image source

કૈફિન ચા-કૉફિ અને કોકો પ્લાંટમાં મળી આવતું સ્ટીમુલેંટ છે. જેના દ્વારા તે શરારમાં પહોંચે છે. તેની અસર સીધી મગજની નવર્સ સીસ્ટમ પર પડે છે. તમે પોતાને ધણા રીલેકસ અનુભવો છો. કૈફિનવાળા પીણાંઓનું ચલણ 18મી સદીમાં શરૂ થયુ હતું, જે દર વર્ષેને વર્ષે વધી રહ્યું છે.

કેવી રીતે કામ કરે છે કૈફિન

image source

જયારે પણ આપણે ચા કે કોફિ લઈએ છીએ ત્યારે તેમાં રહેલા કૈફિન લોહિમાં મળીને સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે. જેની સૌથી વધારે અસર મજગ પર થાય છે. મગજથી જોડાયેલ એક ન્યૂરોટ્રાંસમીટર છે એડિનોસિન. જે તમને જણાવે છે કે તમે થાકી ગયા છો. કૈફિન એજ ન્યૂરોટ્રાંસમીટરને બ્લોક કરી દે છે.

એવામાં તમે થાકનો અનુભવ નથી કરતા અને પોતાને ફ્રેશ ફીલ કરો છો.

image source

કૈફિન ડોપામાઈન અને એડ્રેનિલ ન્યૂરોટ્રાંસમીટરની એક્ટિવિટીને વધારે છે. જેનાથી તમે ઉત્તેજીત થઈ જાઓ છો અને પોતાને એકદમ એક્ટિવ ફિલ કરો છો. અને ધ્યાન લગાવીને કામ કરી શકો છો.

કેટલી માત્રામાં લેશો ચા-કોફી

image source

ડાયટીશીયન અનુસાર કૈફિનથી અમુક હદે ફાયદો થાય છે પરપંતુ જયારે તે શરીરમાં મોટા પ્રમાણમાં પહોંચે છે ત્યારે તે નુકશાન કરવાનું શરૂ કરે છે. દિવસ દરમ્યાન 300થી 400 મીલીગ્રામથી વધુ કેફીન લેવી જોઈએ નહિં. શરીરમાં કેફીનની માત્રાને અંકુશમાં રાખવા માટે, દિવસ દરમ્યાન 3 કપથી વધુ ચા ન પીવી. એક કપ કોફીમાં 3 કપ જેટલી ચા હોય છે. તેથી દિવસભર કોફી પીવું સલામત નથી.

જાણો હવે તેના ફાયદા-નુકશાન

image source

શરીરમાં કેફીન પહોંચવાથી ભૂખ ઓછી લાગે છે જેનાથી વજન ઘટે છે. તમે શારીરીક અને માનસીક રૂપથી ખુદને ઘણાં સ્ફૂર્તીલા માનો છો એટલે વધુ કામ કરી શકો છો. અને થાકનો અનનુભવ થતો નથી. શરીરમાં તેની માત્રા વધારે થવાથી તેની સીધી અસર ઉંઘ પર પડે છે. ઉંધ આવવામાં પરેશાની થાય છે. શરીરમાં યૂરીન વધારે રીલીઝ થાય છે અને પાણીની કમી ઉભી થાય છે. એનર્જી અઘિક વધવાથી બલ્ડપ્રેશર વધે છે. જેનાથી ધણી પ્રકારની મુશ્કેલીઓ ઉભી થાય છે અને શરીરને નનુકશાન પહોંચે છે. જેથી કેફિનને ઓછી માત્રામાં લેવું જ હિતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત