હે ભગવાન હવે તું જ બચાવ, ભારતના 26 રાજ્યમાં બ્લેક ફંગસના 20 હજાર દર્દીઓ દાખલ, ક્યાંય ઈન્જેક્શન પણ નથી મળતા

દેશમાં કોરોના વાયરસ ચેપ તેમજ બ્લેક ફંગસ અથવા મ્યુકેરામિકોસિસ રોગ ફેલાય રહ્યો છે. મગજને સીધી અસર પહોંચાડતો આ રોગ હવે દેશના 26 રાજ્યોમાં ફેલાયો છે. મળતી માહિતી મુજબ હાલમાં સમગ્ર દેશમાં 20 હજાર જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. પરંતુ મોટી સમસ્યા તેની સારવારમાં ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનો અભાવ છે. એવી અછત છે કે કુલ માંગના 10 ટકા જેટલા ઇંજેક્શન પણ ઉપલબ્ધ નથી.

image source

કેન્દ્રીય રસાયણ અને ખાતર પ્રધાન ડી.વી. સદાનંદ ગૌડાએ સોમવારે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એમ્ફોટેરીસીન-બીની વધારાની 30,100 શીશીઓ અથવા વાયલ ફાળવી છે. એમ્ફોટેરીસિન-બીનો ઉપયોગ મ્યુકોરમાયકોસિસની સારવારમાં થાય છે. આ રોગને બ્લેક ફંગસ તરીકે પણ ઓળખવામાં આવે છે જે નાક, આંખો, સાઇનસ અને ક્યારેક મગજને ખરાબ રીતે અસર કરે છે. ગૌડાએ ટ્વિટર પર લખ્યું કે, “બધા રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રો અને કેન્દ્રીય સંસ્થાઓને આજે એમ્ફોટોરિસિન-બીની વધારાની 30,100 શીશીઓ ફાળવવામાં આવી. નવા ફાળવણી અંતર્ગત સરકારે મહારાષ્ટ્રને મહત્તમ 5,900 શીશીઓ અને ગુજરાતને 5,630 શીશી ઉપલબ્ધ કરી છે.

image source

આગળ ગૌડાએ કહ્યું કે, 1600 શીશીઓ આંધ્રપ્રદેશને, 1,920 મધ્યપ્રદેશને, 1,200 તેલંગાણાને, 1,710 ઉત્તર પ્રદેશને, 3,670 રાજસ્થાનને, 1,930 કર્ણાટકને અને 1,200 હરિયાણાને આપવામાં આવી છે. ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એમ્ફોટેરીસીન-બી દવાઓની 29,250 વધારાની શીશીઓ ફાળવી હતી જ્યારે દેશમાં હાલમાં એમ્ફોટેરીસીન-બીની ઉત્પાદન ક્ષમતા લગભગ 1 લાખ છે.

image source

અંદમાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, દાદરા નગર હવેલી, લદાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ અને નાગાલેન્ડ સિવાય બ્લેક ફંગસના દર્દીઓ અન્ય તમામ રાજ્યોની હોસ્પિટલોમાં દાખલ છે. ટૂકમાં 26 રાજ્યોમાં આ રોગ ફેલાઈ ગયો છે અને 20 હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

image source

બેંગ્લોરની મણિપાલ હોસ્પિટલના ડો.રઘુરાટ હેગડેએ સોશ્યલ મીડિયા પર માહિતી આપી છે કે બ્લેક ફંગસથી પીડિત દર્દીઓના જીવ બચાવવા કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં તેમનો જીવ બચી રહ્યો નથી. તેણે પહેલાથી જ ઘણા દર્દીઓની આંખો કાઢી નાખી છે. કેટલાક દર્દીઓ પ્રારંભિક લક્ષણો બતાવ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ જો દવા અને ઇન્જેક્શન સમયસર ન મળે તો તેઓ પોતાનો જીવ ગુમાવે એવા ઘણા કેસ બન્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *