આ અભિનેતાએ દીકરાની ડ્રગ્સ કેસમાં ધરપકડ પછી માંગી હતી આખી દુનિયાની માફી? જાણી લો શુ કહ્યું હતું

ફિલ્મી દુનિયા સામેથી જેટલી રંગીન લાગે છે, હકીકતમાં આ દુનિયાનું સત્ય એટલું જ કાળું છે. બોલીવુડના ગલીઓમાંથી એવા કિસ્સા સામે આવે છે, જે ફિલ્મી દુનિયાનું સત્ય કહી દે છે. ક્યારેક ડ્રગ્સ કેસ તો ક્યારેક અંડરવર્લ્ડ કનેક્શન, આ બધું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈ નવું નથી. ઘણીવાર પડદા પાછળની દુનિયાની ઘણી વાતો સામે આવતી રહે છે. તાજેતરમાં, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને એનસીબી દ્વારા ક્રૂઝ પર ચાલી રહેલી રેવ પાર્ટીમાં દરોડા દરમિયાન કસ્ટડીમા લેવામાં આવ્યો છે.ત્યારથી આર્યન ખાનની સાથે સાથે શાહરૂખ ખાન પણ સમાચારોમાં છે. દીકરા પર આટલો મોટો આરોપ લાગ્યા બાદ ન તો અભિનેતા આગળ આવ્યા કે ન તો તેના વિશે વાત કરતા જોવા મળ્યા. પરંતુ એક એવો અભિનેતા છે જેના પુત્રની ડ્રગ્સ લીધા બાદ ધરપકડ કરવામાં આવી હતી, પછી અભિનેતાએ આ વાતને પોતાને માટે શરમજનક કહી હતી

અમે વાત કરી રહ્યા છે ચીનના જાણીતા એક્શન હીરો જેકી ચેનની. આ વાત વર્ષ 2014ની છે જ્યારે એક્ટરને પોતાના દીકરાની ભૂલના કારણે શરમમાં મુકાવું પડ્યું હતું. વર્ષ 201આ જેકી ચેનના દીકરા જેસી ચેનને ચીનની પોલીસે અરેસ્ટ કરી લીધો હતો. એકટર અને મ્યુઝીશિયન જેસી ચેન પર આરોપ લાગ્યો હતો કે એમને અવેધ રૂપથી ડ્રગ્સનું સેવન કર્યું હતું. એકટર અને મ્યુઝીશિયનને જ્યારે પોલીસે અરેસ્ટ કર્યા તો એ સમયે એમની પાસે 100 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એ પછી પોલીસે જ્યારે એમનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો ત્યારે રિપોર્ટમાં મળ્યું હતું કે એમને અવેધ રીતે ડ્રગ્સનું સેવન કર્યું હતું. આ આરોપમાં જેસી ચેનની સાથે પોલીસે બે અન્ય આરોપીઓને પણ અરેસ્ટ કર્યા હતા.

આ ધરપકડ પછી વર્ષ 2015માં બેજિંગની એક ડિસ્ટ્રીકટ કોર્ટમાં રજૂ થયા દરમિયાન જેકી ચેનના દીકરાએ આ વાતને માની પણ હતી કે એ એ બીજાને પોતાની પાસે રાખીને એમને ડ્રગ્સ લેવા માટે જગ્યા આપી રહ્યા હતા. તપાસમાં પણ એ વાતની પુષ્ટિ થઈ હતી કે એમના એપાર્ટમેન્ટ પર અન્ય સેલિબ્રિટી ડ્રગ્સ લેવા આવતા હતા. આ કેસમાં જેસી ચેનને 6 મહિનાની સજા પણ થઈ હતી, એ સિવાય એમના પર 2000 યુઅનનો દંડ પણ લગાવ્યો હતો.જેકી ચેનના દીકરા સાથે જોડાયેલા આ કેસની ચર્ચા આખી દુનિયામાં થઈ હતી. તો એકશન હીરો જેકી ચેનને આ વાતને લઈને ખૂબ જ શરમમાં મુકાવું પડ્યું હતું. જેકી ચેનને આખી દુનિયા પાસે આ વાત માટે માફી માંગવી પડી હતી. એમને એ વિશે પોસ્ટ કરતા લખ્યું હતું, એમને કહ્યું હતું કે આ ઘટનાને લઈને એ ખૂબ જ ગુસ્સે છે. એમને લખ્યું કે મને આશા છે કે યુવાન જેસી આને એક સજાગ બોધ તરીકે જોશે અને ડ્રગ્સથી દૂર રહેશે.એમને લખ્યું હતું કે હું મારા દીકરાને શીખવાડવામાં નિષ્ફળ રહ્યો અને મારે પણ જવાબદારી લેવી જોઈએ. જેસી અને હું સમાજની માફી માંગીએ છીએ.।”

તમને જણાવી દઈએ કે વર્ષ 2009માં જેકી ચેનને ચીનની પોલીસે એક ઓફિશિયલી નારકોટિક્સ કંટ્રોલ એમ્બેસેડર ઘોષિત કર્યા હતા. એ સાથે જ એકટર ચીનમાં ડ્રગ વિરુદ્ધ ચાલી રહેલી એક મુહિમનો ભાગ હતા. એવામાં જ્યાં એમના દીકરાના ડ્રગ્સ સાથે જોડાયેલા હોવાની ખબર સામે આવી તો એ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે જેકી ચેને જોન લીન સાથે વર્ષ 1982માં લગ્ન કર્યા હતા અને જેસી ચેન આ બન્નેનું એક માત્ર સંતાન છે.