રણજીતે કર્યા છે 300થી વધુ બળાત્કારના સીન, ફિલ્મ જોઈને માતા એ કહ્યું -નીકળી જા મારા ઘરમાંથી.

રણજીતે કર્યા છે 300થી વધુ બળાત્કારના સીન, ફિલ્મ જોઈને માતા એ કહ્યું -નીકળી જા મારા ઘરમાંથી.

image source

હિન્દી ફિલ્મ જગતમાં બળાત્કારના સીન શૂટ કરવાનો એક ટ્રેન્ડ છવાયો હતો. ઘણીબધી ફિલ્મોની વાર્તાનો મુખ્ય આધાર જ બળાત્કાર પર આધારિત હતો. તો અમુક એવી ફિલ્મો પણ છે જેમાં અનાયાસે જ બળાત્કારના સીન નાખી દેવામાં આવ્યા હતા. આમા સૌથી મહત્વની બાબત એ છે કે બહુ જ ઓછા અભિનેતા હતા જે બળાત્કારના સીન માટે તૈયાર થતા હતા. હમેશા આ રોલ વિલને જ કરવો પડતો હતો.

પણ એમાંના ઘણા ખલનાયક આ પ્રકારના સીન માટે તૈયાર નહોતા થતા. એવામાં જે અભિનેતાઓ એ આવા સીન્સ કરવા માટે તૈયારી બતાવી એમને મોટાભાગે આવા સીન મળવાનું શરૂ થઈ ગયું. એક આંકડા અનુસાર હિંદી ફિલ્મ જગતમાં ખલનાયકની ભૂમિકા ભજવનાર એકટર રણજિતે 300થી વધારે બળાત્કારના સીન કર્યા છે. રણજિત છેલ્લે હાઉસફુલ 4 ફિલ્મ માં જોવા મળ્યો હતો.

image source

એ પહેલાં એમને હાઉસફુલ 2માં પાપા રણજિત તરીકે બતાવવા માં આવ્યા હતા. જ્યારે વેલકમ બેકમાં પણ રણજીત જોવામાં આવ્યા હતા. એ આજે પણ ખલનાયક નો રોલ નિભાવે તો છે પણ હવે એ બળાત્કારના સીન નથી કરતા. એવું કહેવામાં આવે છે કે એક જમાનો એવો પણ હતો કે જ્યારે છોકરીઓ રણજીતને જોઈને ડરી જતી હતી.

રણજીતે પોતાના બળાત્કારના સીન અંગે એકવાર પોતે જ જણાવ્યું હતું કે “હું એકવાર ઘણો ખુશ થઈને મારા પરિવારના સભ્યો ને મારી ફિલ્મ જોવા લાઇ ગયો હતો.જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે મેં જોયું કે ઘરમાં બધા રડવા લાગ્યા હતા. થોડીવાર પછી મારી માતા એ કહ્યું કે આજ તારું કામ છે, છોકરીઓના કપડાં ફાડવાના, એમની ઈજ્જત લૂંટવાની, જતો રે મારા ઘરમાંથી.”

image source

હકીકતમાં રણજિત અભિનેતા બનવા નહિ પણ એર ફોર્સમાં નોકરી કરવા માંગતા હતા. પણ નેશનલ ડિફેન્સ એકેડમીમાં ટ્રેનિંગ લેતી વખતે એમને ટ્રેનરની દીકરી સાથે પ્રેમ થી ગયો અને એમને ત્યાંથી કાઢી મુકવામાં આવ્યા. એ પછી એમને પોતાના એક રાજસ્થાનના મિત્રના કહેવા પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવાનું નક્કી કર્યું. ઘણી મહેનત કર્યા પછી એમને “રેશમાં ઓર શેરા”,” સાવન ભાદો” જેવી ફિલ્મથી થોડી ઓળખ મળી અને “શર્મિલી”ના એક બળાત્કારના એક સીનની ઘણી ચર્ચાઓ થઈ.

image source

એ પછી જ રણજીતે બળાત્કારના સીનમાં રોલ મળવા લાગ્યા. એ દરમિયાન ફિલ્મ “ડાકુ ઓર જવાન” માં રિના રોય સાથે ફિલ્માવવામાંઆ આવેલ બળાત્કારના સીન ને એ આજે પણ યાદ કરે છે. એ સીન ને એ બહુ અઘરો માને છે. એમને જણાવ્યું કે એ સીનમાં ચારેબાજુ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. થોડી પણ બેદરકારીને કારણે કોઈપણ દુર્ઘટના ઘટી શકતી હતી.”પ્રેમ પ્રતિજ્ઞા”નો માધુરી દીક્ષિતનો બળાત્કાર સીન પણ ઘણો ચર્ચા માં રહ્યો હતો.