અમિષા પટેલે આ પાર્ટીના નેતા પર લગાવ્યો ગંદો આરોપ, ચૂંટણી પ્રચાર પછી કહ્યું-મારો રેપ થઈ શકતો હતો, જો…

બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટે આજે (28 ઓક્ટોબર 2020) મતદાન ચાલી રહ્યું છે. તમામ પક્ષોએ ચૂંટણી જીતવા માટેના પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી છે. ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ અમિષા પટેલે લોક જનશક્તિ પાર્ટીના એક ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. અમિષા પટેલ ઔરંગાબાદ જિલ્લાની ઓબરા વિધાનસભા બેઠક પરથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર ડો.પ્રકાશ ચંદ્રના પ્રચાર માટે આવી હતી.

image source

પ્રચારથી પાછા ફર્યા પછી અમીષા પટેલે એલજેપીના ઓબરાથી ઉમેદવાર ડો. પ્રકાશચંદ્ર તરફથી સામે મોરચો ખોલ્યો. અમીષા પટેલે ડો. પ્રકાશ ચંદ્ર પર બ્લેકમેલ કરીને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. અમીષા પટેલ કહે છે કે ડો. ચંદ્રાએ તેમને જૂઠ્ઠું બોલાવ્યું કે ઓબ્રા પટનાની નજીક છે. જ્યારે તેમને પટનાથી ઓબરા પહોંચવામાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.

image source

તેમણે આગળ વાત કરતાં ઉમેર્યું કે, ‘જ્યારે હું સાંજે પ્રચાર કર્યા પછી મુંબઇ પાછા આવવા માંગતી હતી, ત્યારે ડો ચંદ્રાએ મને ધમકી આપી હતી અને મને ગામમાં જ રહેવાનું કહ્યું હતું.’ અમિષા પટેલે કહ્યું, કે ડોક્ટરે તેને એમ પણ કહ્યું હતું કે, તે ગામમાં નહીં રોકાય અને મારો જો પ્રચાર નહીં કરો તો હું તમને (અમિષાને) અહીં જ એકલી છોડ દઈશ અને તું અહીં જ મરી જઈશ.

image source

અમિષાએ એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન એલજેપીના ઉમેદવાર ડો.પ્રકાશ ચંદ્રાએ તેમના માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા કરી ન હતી. ટોળાએ તેમને ઘેરી લીધી હતી અને લોકો તેમની કાર પર હાથ મારતા હતા. ત્યાં કંઈપણ અજુગતું થઈ શકતું હતું અને મારી સાથે બળાત્કાર પણ થઈ શકતો હતો. બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલે કહ્યું કે ડો. ચંદ્રાએ મારી કાળજી લીધી નહીં, તેના બદલે મને ગાડીમાંથી ઉતારી અને ભીડમાં જઈને તેમના માટે મત માંગવાનું કહ્યું હતું.

image source

તેમણે વધુમાં કહ્યું કે, જો તે પોતાના મહેમાન સાથે આટલું ગદું વર્તન કરી શકે છે, તો પછી નેતા બન્યા પછી, તે પોતાનું વચન કેવી રીતે પૂરું કરશે અને તે સામાન્ય માણસના દુખને કેવી રીતે સમજી શકશે. અમિષા પટેલે બિહારના ચૂંટણી પ્રચારના આ અનુભવને અત્યંત ખરાબ ગણાવ્યો છે અને કહ્યું કે આ એક ડરામણા સ્વપ્ન જેવું હતું.

image source

અમિષા પટેલવ એક બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે ‘કહો ના પ્યાર હૈ’, ‘ગદર: એક પ્રેમ કથા’, ‘હમરાજ’, ‘ભૂલ ભુલૈયા’ જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે. અમિષા પટેલને ફિલ્મ ગદર માટે ફિલ્મફેર પર્ફોમન્સ એવોર્ડ પણ મળ્યો હતો. જો કે, અમિષા પટેલ લાંબા સમયથી ફિલ્મના પડદેથી ગેરહાજર છે. તે સોશિયલ મીડિયા પર અવાર નવાર પોતાની હોટ અને બોલ્ડ અદાના દર્શન કરાવતી રહે છે. ત્યારે આ ઘટના બાદ હાલમાં ફરી એકવાર તે ચર્ચામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત