વૈજ્ઞાનિકો નવું લાવ્યાઃ જો આ રસીનો એક જ ડોઝ લેશો તો પણ કોરોના નહીં થાય !

હજી તો સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે ત્યાં તો નવા આવેલા ડેલ્ટા વેરીએન્ટે લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. કહેવાય છે કે આ ડેલ્ટા વેરીએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાય છે એટલે એના સંક્રમણનું જોખમ પહેલા કરતા ઘણું વધારે છે. એવામાં એક ખુશ ખબર એ છે કે કોવિડ-19થી સાજા થયેલા લોકોને વેક્સિનના એક કે બે ડોઝથી ડેલ્ટા વેરિયન્ટ સામે વધારે સુરક્ષા મળી શકે છે.

image source

એક અધ્યયનની હાલ સમીક્ષા કરવામાં આવી છે અને આને શુક્રવારના ‘બાયોરેક્સિવ પ્રીપ્રિન્ટ સર્વર’ પર પોસ્ટ કરવામાં આવી હતી. Indian Medical Research Council, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજી પુણે અને ન્યુરોસર્જરી વિભાગ કમાન્ડ હૉસ્પિટલ (દક્ષિણ કમાન)ના વૈજ્ઞાનિકોએ કોવિડ-19ના સંબંધમાં કોવિશીલ્ડ રસીને લઈને અધ્યયન કર્યું છે.

image source

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ કફ વાયરોલોજી અને ન્યુરોસર્જરી વિભાગ દ્વારા થયેલા આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, ડેલ્ટા વેરિયન્ટના વધારે ફેલાવાના કારણે ભારતમાં બીજી લહેર પેદા થઈ, જેણે લાખો લોકોને પ્રભાવિત કર્યા.

ભારતમાં બી. 1.617ના કેસોમાં હાલ થયેલા વધારા બાદ લોકના સ્વાસ્થ્ય માટે નવી ચિંતા પેદા થઈ ગઈ છે. આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, “વેરિયન્ટમાં આગળ બી. 1.617.1 (કપ્પા), બી. 1.617.2 (ડેલ્ટા) અને બી. 1.617.3 બદલાવ થયો. દેખીતું છે ડેલ્ટા વેરિયન્ટ ધીરે-ધીરે બીજા સ્વરૂપો પર હાવી થઈ ગયું છે. આ સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આને ચિંતાનો વિષય ગણાવ્યું છે અને એ અંગે ઘણી ચેતવણી પણ આપી છે.

image source

આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, “ડેલ્ટા સ્વરૂપના વધારે પ્રસારથી ભારતમાં મહામારીની બીજી લહેર પેદા થઈ, જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા.” . SARS-CoV 2ની સાથે સંક્રમણ, રસીકરણની સુરક્ષાત્મક રોગપ્રતિકારક ક્ષમતાના સમયગાળા વિશે સીમિત જાણકારી ઉપલબ્ધ છે.”

જો તમે ડેલ્ટા વેરીએન્ટ સામે રક્ષણ મેળવવા ઈચ્છતા હોય તો આ વાતો ચોક્કસ ધ્યાનમાં રાખજો.

ઘરથી બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરો

બિન જરૂરી બહાર જવાનું ટાળો

હાથને વારંવાર સાબુથી 20 સેકેન્ડ સુધી ધોવો.

સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં રહો, લોકોથી 6 ફૂટનું અંત્તર હંમેશા બનાવી રાખો.

ઘરની વસ્તુઓ અને આસપાસની ચીજોને હંમેશા ડિસઇન્ફેક્ટ રાખો.

image source

બહારથી આવતા સામાને તરત જ ન સ્પર્શ કરો, બહારથી આવતી દરેક વસ્તુને ડિસઇન્ફેક્ટ કરે

આ ઉપરાંત જો તમે હજી સુધી રસી ન લીધી હોય તો જેમ બને એમ જલ્દી રસી લઈ લો, આ રસી તમને કોરોના અને તેના નવા વેરીએન્ટ સામે રક્ષણ આપી શકે છે. જોઈ લો વેકસીનના ફાયદા.

1. કોરોનાને કારણે થતા મોતને અટકાવવા માટે 100 ટકા અસરકારકતા

2. ગંભીર પ્રકારના કોરોના સામે અત્યંત ઊંચી અસરકારકતા

3. લક્ષણો સાથેના (સિમ્પ્ટોમેટિક) કોરોના સામે ઊંચીથી સાધારણ સ્તરની (60 ટકાથી 95 ટકા) અસરકારકતા.

4. એસિમ્પ્ટોમેટિક (લક્ષણો ન દેખાતા હોય, તેવા) કોરોના સામે નબળી અસરકારકતા.

image source

રસી અંગે ફેલાઇ રહેલી અફવાઓ પર વિશ્વાસ ન કરશો. સાચી અને યોગ્ય માહિતી મેળવવા માટે કોરોનાની રસી જ્યાં મૂકવામાં આવતી હોય, તેવાં મેડિકલ સેન્ટર્સ ખાતે હાજર ડોક્ટરો સાથે વાતચીત કરવી એ શ્રેષ્ઠ ઉપાય છે.