તારક મહેતા…’ની અંજલિ બની સુપર હોટ, શૈલેષ લોઢા સાથે એવી રોમેન્ટિક તસવીર શેર કરી કે…

તારક મહેતાની પત્ની અંજલિ મહેતા રિયલ લાઈફમાં છે એકદમ હોટ!શૈલેષ લોઢા સાથે કરી પોતાની તસ્વીર વાયરલ

પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને નેહા મહેતા એટલે કે અંજલિ ભાભીએ અલવિદા કહી દીધું છે. નેહા મહેતાને સુનૈના ફોઝદારે રિપ્લેસ કરી છે. શોમાં અત્યારે તારક મહેતાની પત્નીનો રોલ સુનૈના ફોઝદાર પ્લે કરી રહી છે. સુનૈનાની શોમાં શૈલેશ લોઢા સાથેની કેમેસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આમ તો શોમાં સુનૈના એકદમ ટિપિકલ અને સંસ્કારી પત્નીના રોલમાં જોવા મળે છે, પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ બોલ્ડ છે. એક્ટ્રેસ સુનૈનાએ સોશિયલ મીડિયા પર અઢળક તસ્વીરો શેર કરી છે જેમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં પછીના અનલૉકમાં આ શોના કેટલાક સ્ટાર્સ શો છોડી રહ્યા છે તેવી ખબર આવી હતી. આ શોમાં રોશન સિંહ સોઢીનો રોલ નિભાવનાર અભિનેતાએ તો શો છોડ્યો જ છે. હવે અંજલી ભાભી એટલે કે નેહા મહેતાએ આ શો છોડ્યો છે. જેના બદલે એક્ટ્રેસ સુનૈના ફોજદાર હવે આ રોલ નીભાવશે.ટીવીનો સૌથી લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા કોઇ ને કોઈ કારણસર ચર્ચામાં રહે છે.

image source

શોમાં નવા ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યા છે. તે જ સમયે, શોમાં 2020 સુધીમાં પાર્ટીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ શોના સ્ટાર્સે સાથે મળીને ન્યૂ યર પાર્ટીની ઉજવણી કરી છે. જેનાં ફોટા સીરિયલની અંજલી ભાભી એટલે કે અભિનેત્રી સુનૈના ફોઝદારે શેર કર્યા છે. આ તસવીરોમાં સુનૈના બોલ્ડ સ્ટાઇલમાં જોવા મળી રહી છે અને આ શોના ઘણા કો-સ્ટાર્સ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે.સુનૈનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં સુનૈના નવા વર્ષની પાર્ટીની ઉજવણી કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં સુનાના ગ્રીન કલરના સ્ટાઇલિશ ગાઉનમાં બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. શૈલેષ લોઢા સાથે તે પોઝ આપતી નજરે પડે છે.

સુનૈનાએ શોના જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશી સાથે એક તસવીર પણ શેર કરી છે. આ ફોટામાં દિલીપ ગ્રે રંગના પોશાક પહેરેમાં એકદમ સ્ટાઇલિશ દેખાઈ રહ્યા છે. તેની સાથે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અન્ય કલાકાર પણ જોવા મળી રહ્યાં છે. જણાવી દઇએ કે આ વખતે બાપૂજીએ ન્યૂ યર પાર્ટી યોજવાનું કામ પોતાના માથે લીધુ હતુ અને જેના કારણે જેઠા તેમન સોસાયટીના અન્ય લોકો ચિંતામાં હતા. તમને જણાવી દઇએ કે સુનૈના ફોઝદાર શોમાં અંજલિનું પાત્ર ભજવી રહી છે અને પહેલા આ પાત્ર નેહા મહેતા ભજવતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

નેહાએ કોઇ કારણસર આ શોને અલવિદા કહી દીધુ હતુ અને બાદમાં ઘણા બધા ઓડિશન બાદ તેનું સિલેક્શન થઇ ગયુ હતુ. તે આ શોમાં અંજલિના પાત્રને ન્યાય આપવા માટે ભરપૂર મહેનત કરી રહી છે. હાલમાં જ આવેલા એક એપિસોડમાં તારક મહેતા અને અંજલિ ભાભી રોમાન્સ કરતા નજરે પડ્યા હતા. તેમના રોમાન્સે દર્શકોને દિવાના બનાવી દીધા છે. તારક અને અંજલિનો રોમાન્સ શૉ પર કદાચ પહેલી વાર જોવા મળ્યો છે. સુનયના અને શૈલેષનો આ વીડિયો સોશ્યલ મિડીયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

તારક મહેતા…ના એપિસોડ બાલાસુબ્રમણ્યને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ એપિસોડમાં બતાવવામાં આવ્યુ હતુ કે તારક મહેતા એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યાં છે જે રોમાન્ટિક છે. તે દરમિયાન જ મહેતા રોમાન્ટિક થઇ જાય છે અને ગોકુલધામ સોસાયટી વચ્ચે જ તેમની પત્ની એટલે કે અંજલિ સાથે ડાન્સ કરવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

બેકગ્રાઉન્ડમાં બાલા સુબ્રમણ્યમનુ ગીત બહુત પ્યાર કરતે હે તુમકો સનમ વાગે છે. જ્યારે મહેતા અને અંજલિ ડાન્સ કરતા હોય છે તો તેમને જોઇને બબિતા અને ઐયર પણ તેમની બાલ્કનીમાં આવી જાય છે અને બંને પણ ડાન્સ કરવા લાગે છે. તે જ સમયે જેઠાલાલ પણ તેમની બાલ્કનીમાં આવે છે અને બબિતાજી માટે ગીત ગાવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત