એક દિવસમાં 1002 કરોડ રૂપિયાની કમાણી કરીને એશિયાના બીજા સૌથી અમીર બન્યા અદાણી

કોરોના સમયગાળામાં એટલે કે 1 એપ્રિલ, 2020 પછી, વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં અનેકગણો વધારો થયો છે. એશિયા અને ભારતના બીજા સૌથી મોટા અમીર ગૌતમ અદાણીની નેટવર્થ આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વધી છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ધનિકોની યાદીમાં ઝડપથી આગળ વધી રહ્યા છે.

image source

ગૌતમ અદાણી અને તેમના પરિવારે છેલ્લા 1 વર્ષમાં દરરોજ હજાર કરોડની કમાણી કરી છે. આ કારણે, 1 વર્ષ પહેલા તેમની સંપત્તિ રૂ. 1,40,200 કરોડ હતી જે હવે વધીને રૂ. 5,05,900 કરોડ થઈ ગઈ છે. સંપત્તિમાં આ અપાર વધારા બાદ ગૌતમ અદાણી દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. 59 વર્ષીય અદાણીએ ચીનના પાણી વેચનાર ઝોંગ શાન શાનને પછાડીને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ માહિતી IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2021 ના ડેટા પરથી મળી છે.

આ યાદીમાં ગૌતમ-અદાણીના ભાઈ પણ છે

image source

આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના દુબઈ સ્થિત ભાઈ વિનોદ શાંતિલાલ અદાણીએ IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2021 ની ટોચની 10 રઈસ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ગૌતમ અદાણીની સંપત્તિ છેલ્લા 1 વર્ષમાં 4 ગણી વધી છે. આ યાદીમાં અદાણી બે સ્થાન ચઢીને બીજા સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી 12 સ્થાન ચઢીને આઠમા સૌથી ધનિક ભારતીય બન્યા છે. વિનોદ અદાણીના પરિવારની સંપત્તિમાં 21 ટકાનો વધારો થયો છે અને હવે તે રૂ. 1,31,600 કરોડ સુધી પહોંચી ગયા છે.

મુકેશ અંબાણીની સંપત્તિ

image soucre

ગૌતમ અદાણીની સરખામણીમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ છેલ્લા 1 વર્ષમાં દરરોજ 169 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મુકેશ અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપત્તિ એક વર્ષમાં 9% વધીને, 7,18,200 કરોડ થઈ છે. આ માહિતી IIFL વેલ્થ હારુન ઇન્ડિયા રિપોર્ટમાંથી મળી છે. એચસીએલના શિવ નાદર અને તેના પરિવારની સંપત્તિ છેલ્લા 1 વર્ષમાં 67% વધીને રૂ. 3,66,000 કરોડ સુધી પહોંચી છે.

કોની કેટલી વધી સંપત્તિ

image source

લંડન સ્થિત બિઝનેસમેન લક્ષ્મી નારાયણ મિત્તલ અને તેમના પરિવારની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં 187 ટકાનો વધારો થયો છે. આર્સેલર મિત્તલના માલિક લક્ષ્મી નારાયણ મિત્તલની સંપત્તિ હવે રૂ. 1,74,400 કરોડ છે. છેલ્લા 1 વર્ષમાં તેણે દરરોજ 312 કરોડ રૂપિયાની કમાણી કરી છે. HCL ના શિવ નાદરે છેલ્લા 1 વર્ષમાં દરરોજ 260 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પુણેના સાયરસ પૂનાવાલા અને તેના પરિવારે છેલ્લા 1 વર્ષમાં દરરોજ રૂ.190 કરોડની કમાણી કરી છે અને તેમની સંપત્તિ 74% વધીને રૂ. 1,63,700 કરોડ થઈ છે.