અહિયાં પહેલા આપે છે બાળકને જન્મ અને પછી કરે છે લગ્ન, આ ગામની વિચિત્ર પરંપરા..

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયની યુવા પેઢીએ લીવ-ઇન રિલેશનમા રહેવાનુ ખુબ જ વધારે પડતુ પસંદ કરે છે. લાંબા સમય સુધી એકબીજા સાથે રિલેશનમા રહેવાથી તે એકબીજાને ખુબ જ સારી રીતે સમજી શકે અને તેમના સંબંધોને મજબૂત પણ બનાવી શકે પરંતુ, હાલ પ્રવર્તમાન સમયમા સમાજ આ પ્રકારના સંબંધને સ્વીકારતુ નથી.

image source

પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આપણા દેશમા જ એક ગામ એવુ છે કે, જ્યા લીવ-ઇન રીલેશનશીપની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે. જે કોઈપણ વ્યક્તિ લીવ-ઇન રિલેશનશિપમા રહેવા ઈચ્છે છે, તે અહી આવીને વસી શકે છે. અહી ફક્ત લોકો લીવ-ઇન રીલેશનશીપમા જ નથી રહેતા પરંતુ, અહીના લોકો લગ્ન પહેલા જ બાળકોને જન્મ આપી દે છે, તે અહીની પરંપરા છે. તો ચાલો આજે આ ગામ વિશે જાણીએ.

image source

આ પરંપરા ખુબ જ વિચિત્ર છે પરંતુ, વાસ્તવિક છે. રાજસ્થાનમા ૧,૦૦૦ વર્ષથી આ પરંપરા ચાલી આવી રહી છે. આ પરંપરા ઉદયપુરના સિરોહી અને પાલીમાં રહેતી ગ્રેસિય જનજાતિ દ્વારા બહાર પાડવામા આવી છે. જો તમે આ પરંપરાને કાળજીપૂર્વક જોશો તો તમને નિશ્ચિત રૂપથી લીવ-ઇન રીલેશનશીપની ઝલક જોવા મળશે. આ જનજાતિની પરંપરા મુજબ છોકરાઓ અને છોકરીઓ તેમની સંમતિથી એકસાથે જીવે છે અને તેમના બાળકોના જન્મ પછી જ લગ્ન કરે છે.

image source

પરંપરાગત રીતે આ ગ્રેસિયા જનજાતિમા બે દિવસીય લગ્નમેળો ભરાય છે. આ મેળામા છોકરાઓ અને છોકરીઓ બંને એકબીજાને પસંદ કરે છે અને લગ્ન વિના બંને એકબીજાની સાથે રહે છે. આ સાથે જ બાળકના જન્મ પછી જો બંને ઇચ્છે તો જ લગ્ન કરી શકે છે.

image source

આ ગ્રેસીયા જનજાતિની માન્યતા મુજબ આ જનજાતિના અનેકવિધ ગોત્ર આવ્યા અને ચાલ્યા ગયા. ઘણા વર્ષો પહેલા આ પ્રજાતિના ચાર ભાઈઓ આવ્યા અને એક જગ્યાએ રહેવા લાગ્યા. તેમાંથી ત્રણ ભાઈઓના લગ્ન થયા છે અને એક છોકરો એકલુ જીવન વ્યતીત કર્યુ.

image source

આ વિસ્તારના લોકો આ પરંપરાને વર્ષોથી અનુસરે છે. આ પરંપરાને “દીપા પ્રથા” કહેવામા આવે છે. આ પરંપરા અંતર્ગત શી વસતા લોકો એકબીજા સાથે લગ્ન કર્યા વિના જ એકસાથે રહે છે અને એકબીજા સાથે સંબંધો પણ બાંધે છે અને સંબંધો બાંધ્યા પછી પણ જો આ બંનેને એકસાથે અનુકુળ આવે તો જ તે બંને લગ્ન કરે છે અને અહી પ્રથા એવી છે કે, લગ્ન પહેલા જ તેઓ એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધીને એક બાળકના માતા-પિતા બને છે અને ત્યારબાદ લગ્નના પવિત્ર બંધને બંધાય છે. હા, પ્રથા વિચિત્ર તો છે પરંતુ, આ પ્રથા જ આ ગામની ઓળખ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત