આ દિવસો સુધી અમદાવાદ આવવાનું ટાળી દેજો, આ એન્ટ્રી પોઈન્ટ કરાયા બંધ, માત્ર આ પાસિંગ વાહનને જ એન્ટ્રી, જાણો વધુમાં

કર્ફ્યુ અંતરગત અમદાવાદ શહેરની સરહદો કરાઈ સીલ – ચેકિંગ કરવામાં આવ્યું કડક

કોરોનાના ગુજરાતમાં વધેલા કેસ અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના સંક્રમણના આંકડામાં જે ઉછાળો જોવા મળ્યો છે તે સામે સાવચેતીના પગલા લેતા અમદાવાદ કોર્પોરેશને 57 કલાક માટે અમદાવાદમાં કર્ફ્યુ જાહેર કર્યો છે. માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જ લોકોને બહાર નીકળવા દેવામાં આવશે અને દૂધ- દવાની દૂકાનો જ ખુલ્લી રાખવા દેવામાં આવનાર છે.

image source

ગઈકાલ રાત્રિના 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ પાડવામા આવ્યો છે. અને તેનું કડક રીતે પાલન કરાવવામાં આવી રહ્યું છે. અને માટે જ અમદાવાદની સીમાઓ પર કડક ચેકીંગ શરૂ કરવામા આવ્યું છે અને પોલીસો તેનાત કરવામા આવી છે. અને અમદાવાદની અંદર માત્ર શહેરમાં રહેતા લોકો અને જેમની ગાડીનું પાસિંગ GJ-01 હશે તેમને જ પ્રવેશવા દેવામાં આવી રહ્યા છે, માટે અમદાવાદ શહેરમાં આવતા બીજા જિલ્લા કે ગામોના લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મુસાફરો પાસે પાંચ ગણું ભાડુ વસુલાઈ રહ્યું છે

image source

અમદાવાદમાં સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોને સનાથલ ચાર રસ્તા પાસે અટકાવી દેવામાં આવી રહ્યા છે. અહીં એન્ટ્રીપોઇન્ટ પર પોલીસનું કડક ચેકિંગ ચાલી રહ્યું છે. અને દરેકે દરેક વાહન ચાલકની પુછ પરછ કરવામાં આવે છે. જે વાહન ચાલકો પાસે યોગ્ય ડોક્યુમેન્ટ હોય તેમને જ અને જેમની પાસે સચોટ અને યોગ્ય કારણ હોય તેમને જ શહેરમાં પ્રવેશવા દેવામાં આવી રહ્યા છે. અને બીજી બાજુ શહેરમાં પ્રવેશ ન મળતાં મુસાફરોએ પાછા ફરવું પડી રહ્યું છે. અને આવા અટવાઇ પડેલા મુસાફરોની મજબુરીનો ફાયદો ઉઠાવીને તેમની પાસેથી પાંચ-દસ ગણું ભાડું વસુલવામા આવે છે.

પ્રાઇવેટ વાહન માટે 2000 જેટલુ ભાડું ચૂકવવું પડે છે

image source

સનાથન ચોકડી પર ઘણા બધા મુસાફરો ફસાઈ ગયા છે. કોઈ તો બીચારા બીજા રાજ્યોમાંથી આવ્યા છે અને શહેરની સીમા આગળ અટવાઈ પડ્યા છે. જો તેઓ પ્રાઇવેટ વાહન કરે તો તેમણે 1500થી 2 હજાર ભાડુ આપવાનું કહેવામાં આવે છે. તેમાંના કેટલાક તો ગઇકાલ રાત્રિના ભુખ્યા-તરસ્યા બેઠા છે. કોઈ આંધ્રપ્રદેશ તો કોઈ હરિયાણાથી આવીને ફસાયું છે. કેટલાક ફરિયાદ કરે છે કે રેલ્વે સ્ટેશનમાંથી તો તેમને બસમાં બેસાડી દેવામા આવ્યા હતા પણ અધવચ્ચે જ તેમને ઉતારી દેવામાં આવ્યા હતા. અને તેમણે ચાલીને આવવું પડ્યું હતું.

વૈષ્ણવદેવી સર્કલ પર પણ પોલીસનો જાપતો

image source

વૈષ્ણદેવી સર્કલ તરફથી અમદાવાદમાં પ્રવેશતા લોકો ઉત્તર ગુજરાત તરફથી આવી રહ્યા છે અને તેમને અહીં અટકાવી દેવામાં આવે છે. જેમની પાસે યોગ્ય કારણ હોય તેમને જ શહેરમાં પ્રવેશવા દેવામા આવે છે, જ્યારે બીજા લોકોએ પાછા ફરવુ પડી રહ્યુ છે. અને તેના કારણે લોકો અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ પણ જોવા મળ્યુ હતું. તો વળી ખાનગી બસોને પણ શહેરમાં પ્રવેશવા દેવામાં નથી આવી રહી અને માટે મુસાફરોએ અધવચ્ચે જ ઉતરી જવું પડે છે.

દક્ષિણ ગુજરાત તરફથી આવતા મુસાફરો પણ અટવાયા

image source

વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતથી આવતા વાહનો તેમજ મુસાફરોને પણ અટકાવાઈ રહ્યા છે. મુસાફરોને એક્સપ્રેસ હાઇવે પાસે ઉતારી દેવામાં આવ્યા છે અને માટે તેઓ ત્યાં જ અટવાઈ પડ્યા છે. તો વળી ખાનગી વાહનો લઈને આવતા લોકોને પણ શહેરમાં પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યા અને તેમને પાછા ફરવું પડ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત