Alert! કરોડો ભારતીય યૂઝર્સના ડેટા થયા ચોરી, ડાર્ક વેબ પર વેંચાઈ રહ્યા છે ડેટા

જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ તેના લગતા ફ્રોડ પણ સામે આવી રહ્યા છે. આપણે ઘણી વાર ડેટા ચોરીની વાંચી હશે. જેમા સોશિયલ મીડિયા યૂઝર્સના ડેટા ચોરી થયા હોવાની વાત સામે આવી હતી. નવા રિપોર્ટમાં જે વાત સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. ભારતીય વપરાશકારોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટા ચોરીના સમાચાર સામે આવ્યા છે. સાયબર સુરક્ષા કેસના સાયબર રિસર્ચર રાજશેખર રાજાહરિયાએ દાવો કર્યો છે કે ભારતમાં 10 કરોડથી વધુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યુઝર્સના ડેટા ડાર્ક વેબ પર વેચાઇ રહ્યા છે. ડાર્ક વેબ પર હાજર મોટાભાગનો ડેટા બેંગ્લોરના ડિજિટલ પેમેન્ટ્સ ગેટવે જસ્પે (Juspay) ના સર્વર પરથી લીક થયો છે.

સાયબર સિક્યુરિટી રિસર્ચેર પહેલા પણ ડેટા ચોરીનો દાવો કર્યો હતો

image source

રાજશેખરે ડિસેમ્બર 2020 માં દાવો કર્યો હતો કે દેશના 70 લાખથી વધુ વપરાશકર્તાઓના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટા લીક થયા છે. સિક્યોરિટી રિસર્ચરે કહ્યું કે લીક થયેલા ડેટામાં વપરાશકર્તાઓના નામ, ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસ ઉપરાંત તેમના કાર્ડના પ્રથમ અને છેલ્લા ચાર અંકો પણ શામેલ છે. લીક થયેલ ડેટા પેમેન્ટ પ્લેટફોર્મ જસપે સાથે જોડાયેલ હોઈ શકે છે જેની મદદથી એમેઝોન મેક માય ટ્રીપ અને સ્વિગી જેવા વેપારીઓની ચુકવણી થાય છે.

ડાર્ક વેબ પરના ડેટામાં આ બધી માહિતી શામેલ છે

image source

સંશોધનકાર રાજશેખર કહે છે કે આ ડેટા ડાર્ક વેબ પર વેચાઇ રહ્યો છે. ડાર્ક વેબ પરના ડેટામાં માર્ચ 2017 થી ઓગસ્ટ 2020 વચ્ચેના વ્યવહારો શામેલ છે. આમાં ઘણા ભારતીય વપરાશકર્તાઓના કાર્ડ નંબર (શરૂઆત અને અંતના ચાર અંકો), તેમની એક્સપાયરી ડેટ અને ગ્રાહક આઈડી પણ શામેલ છે. જો કે, જેમા વિવિધ ઓર્ડર્સ સંબંધી જાણકારી અને તેમના માટે કરવામાં આવતી ચુકવણીની માહિતી નો ઉલ્લેખ નથી. ડાર્ક વેબ પરના ડેટાની મદદથી કાર્ડધારકોને ફિશિંગ એટેકનો શિકાર બનાવી શકાય છે.

બિટકોઈન દ્વારા અઘોષિત કિમત પર ડેટા વેચવામાં આવી રહ્યો છે

image source

રાજહરિયાનો દાવો કર્યો છે કે ક્રિપ્ટો કરન્સી બિટકોઇન દ્વારા અઘોષિત કિમતે ડેટા ડાર્ક વેબ પર વેચવામાં આવી રહ્યો છે. હેકર્સ ટેલિગ્રામ દ્વારા આ ડેટા માટે સંપર્ક કરી રહ્યા છે. જસપે યૂજર્સના ડેટા સ્ટોર કરવામાં પેમેન્ટ કાર્ડ ઈન્ડસ્ટ્રી ડેટા સિક્યોરિટી સ્ટેન્ડર્ડ (PCIDSS) નું પાલન કરે છે.

image source

જો હેકર્સ કાર્ડ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે હેશ અલ્ગોરિધમનો ઉપયોગ કરી શકે છે, તો પછી તેઓ માસ્કસ્ડ કાર્ડ નંબરને પણ ડિક્રિપ્ટ કરી શકે છે. આવી સ્થિતિમાં તમામ 10 કરોડ કાર્ડ ધારકોના ખાતા જોખમમાં આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત