કોરોનાએ એવો કકળાટ મચાવ્યો કે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ થવામાં ભારે હાલાકી, દિવાળી જેવી જ સ્થિતિ સર્જાઈ

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી 2000 ઉપર કેસ આવી રહ્યા છે અને કોરોના માતેલા સાંઢની જેમ વધી રહ્યા છે. એમાં પણ મહાનગરોની સ્થિતિ તો જોવા જેવી નથી રહી. પરંતુ હાલમાં જ વડાપ્રધાન મોદીએ પણ બધા રાજ્ય સાથે મિટિંગ કરી અને પરિસ્તિથિ જાણવાની કોશિશ કરી જરૂરી પગલા લેવાની વાત કરી હતી. ત્યારે જો વાત કરીએ અમદાવાદની તો શહેરમાં કોરોના બેકાબૂ બની ગયો છે.

કેસમાં વધારો થતાં લોકોમાં કઈ હોસ્પિટલમાં દાખલ થવું એ સવાલ પણ થઈ રહ્યો છે. શહેરમાં ખાનગી હોસ્પિટલોની સંખ્યા અને બેડ વધારવા છતાં હાલ 75 ટકા બેડ ભરાયેલાં હોવાની પણ માહિતી મળી રહી છે. તો સાથે જ જો સરખામણી કરવામાં આવે તો ખાનગી હોસ્પિટલોમાં પણ હાલમાં દિવાળી સમયે જે સ્થિતિ હતી એવી સ્થિતિનું સર્જન થયું છે.

image source

આ સાથે જ જો બીજી તરફ વાત કરવામાં આવે તો દવાખાના સિવાય ઘેરબેઠાં સારવાર લઈ રહેલાઓમાંથી કેટલાક તબિયત ચોથા કે પાંચમા દિવસે બગડતાં તેમને ઈમર્જન્સી હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ફરજ પડે છે, ત્યારે તેમનાં કુટુંબીજનો કઈ હોસ્પિટલમાં જગ્યા હશે અને એના કેટલા રૂપિયા હશે, તેમજ પેહલાં કેટલા પૈસા આપવા પડશે. વગેરે જેવી મુંજવણમાં મુકાઈ ગયા છે.

મ્યુનિ. તંત્ર પાસે આ અંગે માર્ગદર્શન આપવા સેન્ટ્રલ ડેસ્ક કે એવી કોઈ જ વ્યવસ્થા નથી એ પણ એક નરી વાસ્તવિકતા છે અને આ લોકો તેનો જ લાભ લઈને જનતાને લૂંટી રહ્યા છે. રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવનારાઓને લેખિત રિપોર્ટ અપાતો ન હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ થવામાં હાલાકી ભોગવવી પડે છે જે પણ એક મોટી મુસીબત છે. આ સાથે જ 108વાળા હોસ્પિટલમાં પ્રવેશ નક્કી હોય એની ખાતરી અપાય તો જ દર્દીને બેસાડે હોવાની વાત પણ સામે આવી છે.

image source

જો વાત કરવામાં આવે અમદાવાદમાં કોરોનાની તો છેલ્લા 24 કલાકમાં મ્યુનિ.એ 1869 એક્ટિવ કેસો હોવાનું જણાવ્યું છે, જ્યારે અમદાવાદ મેડિકલ એસો.ની વેબસાઇટ પર ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનો આંકડો 2785 બતાવ્યો છે. હવે મોટી દુવિધા એ છે કે આ બન્ને અલગ અલગ આંકડા બતાવે છે તો શું આ દર્દીઓ અમદાવાદના નથી ?

ખાનગી હોસ્પિટલના આંકડા અને મ્યુનિ.ના આંકડામાં આટલો મોટો તફાવત કેમ ? જો ખરેખર 1869 દર્દી જ હોય તો હોસ્પિટલોનાં બેડ ખાલી હોવાં જોઈએ, પણ ખરેખર તો આવું નથી. શહેરમાં કોરોનાના કેસ રોજેરોજ નવો રેકોર્ડ રચી રહ્યા છે. રવિવારે નવા 664 કેસ નોંધાવાની સાથે સાથે 4 દર્દીનાં મૃત્યુ નીપજ્યાં છે. બીજી બાજુ, સિવિલ હોસ્પિટલમાં દાખલ 75 ટકા દર્દી ઓક્સિજન પર છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં 219 દર્દી વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે.

image source

જો વાત કરીએ 2020ની તો અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં સરકારી ખર્ચે રિઝર્વ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઘણા લોકોએ તેનો લાભ પણ લીધો હતો. આ સુવિધામાં મોટા ભાગે સરકારી બેડ મોટા અધિકારીઓનાં સગાં અને રાજકારણી તથા તેમનાં સગાં માટે ઉપયોગ થયો હતો જેમાં સામાન્ય જનતાના નામે ઠીંગો જ આવતો હતો.

હાલના વર્ષની પરિસ્થિતિ એવી છે કે ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની અછત સર્જાઈ છે ત્યારે હવે કોર્પોરેશન અને ખાનગી હોસ્પિટલો વચ્ચે સરકારી ખર્ચે બેડ રિઝર્વ રાખવા વાટાઘાટો શરૂ થઈ છે, પરંતુ ખાનગી હોસ્પિટલોએ તેમને કોર્પોરેશન પાસેથી અગાઉનાં લેણાં નીકળતાં આશરે 50 કરોડ રૂપિયા મળે નહીં ત્યાં સુધી બેડ રિઝર્વ નહીં આપવાની ચીમકી આપવાની પણ વાતો સામે આવી રહી છે.

image source

આ વિશે વાત કરતાં કોર્પોરેશનના એક અધિકારીએ ઘટસ્ફોટ કર્યો હતો કે ગયા વર્ષે મે માસ બાદ શહેરની 50 જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી ખર્ચે બેડ રિઝર્વ રાખ્યા હતા. સમયાંતરે હોસ્પિટલોને દર મહિને બિલ ચૂકવાઈ રહ્યાં હતાં. પણ પછી એવો ડખો થયો કે છેલ્લે આશરે 50 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.

જેના કારણે હવે મામલો બગડ્યો હોવાની વાત પણ સામે આવી છે. હવે જોવાનું એ રહ્યું કે જે સ્પીડથી કોરોના વધી રહ્યો છે તેમાં શું સરકાર કોઈ નિવારણ લાવી શકશે. લોકો પણ કહી રહ્યા છે કે ક્યારે આ કોરોના જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!