અમદાવાદ કોર્પોરેશન ટૂંક સમયમાં જાહેર કરશે નવી પાર્કિંગ પોલીસી, જાણો કેવી રીતે થશે લાભ

હાલમાં રાજ્યના મેટ્રો શહેરમાં પાર્કિગની સમસ્યાથી સૌ કોઈ લોકો ત્રસ્ત છે. જાહેર રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલા વાહોનોથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેને કારણે રાહદારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો બીજી તરફ અમદાવાદમાં ઘણા એવા કોમ્પલેક્સ છે જ્યાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા જ નથી. જેને લઈને અમદાવાદ કોર્પોરેશનને આકરી પાર્કિંગ પોલીસી અમલમાં મુકી. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરી પાર્કિંગ પોલિસીમાંથી નાગરિકોને રાહત મળશે તેવા એંધાણ છે. વાહન રજિસ્ટ્રેશન વખતે જગ્યાનો પુરાવા બતાવનો નિયમ રદ કરવામાં આવ્યો છે.

image soucre

નોંધનિય છે કે, અમદાવાદ શહેરમાં પાર્કિંગ સમસ્યાનું નિવારણ લાવવા સુપ્રિમ કોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું હતું અને એક નવી પાર્કિંગ પોલિસી અંગે વિચારણા કરી છે. તમને જણાવી દઈએ કે, આ અંગે AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં જૂની પોલિસી રદ કરવામાં આવી છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે પાર્કિંગ પોલિસી અંગે કમિટી વધુ વિચારણા કર્યા બાદ અમલમાં લાવશે. જેથી આગામી સમયમાં નવા ફેરફાર જોવા મળશે.

image soucre

તમને જણાવી દઈએ કે, ગયા એપ્રિલમાં મહાનગર પાલિકા-અમદાવાદે એક પાર્કિંગ પોલિસી જાહેર કરી હતી. જેના અનુસંધાને કારની ખરીદી કરતા પહેલા પાર્કિંગ હોવાની ખાતરી પણ નાગરીકોએ આપવાની હતી. એટલુ જ નહીં સાથોસાથ આડેધડ પાર્કિંગની સમસ્યાથી છૂટકારો મેળવવા જાહેર સ્થળો પર વધારે સમય માટે પાર્કિંગ બંધ કરવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત નવા વાહન ધારકોએ પાર્કિંગનું પ્રમાણ આપવું પણ ફરજીયાત હતું. તો AMCના અધિકારીઓ પ્રમાણપત્ર પણ આપવાના હતા. જેને લઈને લોકોમાં ઘણો કચવાટ પણ થયો હતો.

image soucre

જો કે હવે અમદાવાદ શહેરમાં પાર્કિંગ સમસ્યાનું નિવારણ લાવવા સુપ્રિમ કોર્ટની ટકોર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું હતું અને એક નવી પાર્કિંગ પોલિસી અંગે વિચારણા કરી હતી. તમને જણાવી દઈએ કે, આ પાર્કિંગ પોલિસીમાં જણાવ્યા પ્રમાણે નાગરિકોએ વાહન ખરીદતા પહેલા પોતાની કાર ક્યાં પાર્ક કરશે તેની જગ્યા અંગે પુરાવો આપવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. પરંતુ AMC ની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિયમ રદ કરવામાં આવ્યો છે અને પાર્કિંગ પોલિસી અંગે કમિટી વધુ વિચારણા કર્યા બાદ આગામી સમયમાં આ પોલિસી અંગે નિર્ણય લેવામાં આવશે.

image soucre

નોંધનિય છે કે, અમદાવાદ શહેરમાં વધતી વસ્તીની સાથે સાથે ટ્રાફિક સમસ્યા પણ લોકોના માથાનો દુખાવો બન્યો છે. કારણ કે જાહેર રસ્તાઓ પર લોકો આડેધડ વાહનો પાર્ક કરે છે જેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જો કે આ અંગે પાર્કિંગ પોલિસી તો લાવવામાં આવે છે પરંતુ અડધા અમદાવાદમાં જૂની સોસાયટી અને ફ્લેટ આવેલા છે જ્યાં પાર્કિંગની કોઈ સુવિધા જ નથી. જેથી લોકોને વધુ મુશ્કેલી પડે છે.