આજે PM મોદી ત્રણ વેક્સિન સેન્ટરની લેશે મુલાકાત, કોરોના રસી અંગે કરી શકે છે મોટી જાહેરાત

ભારતમાં હાલ કોરોનાની સ્થિતિ વણસી છે. તેથી સમગ્ર દેશ દુનિયાની નજર હવે કોરોના વેક્સીન પર ટકેલી છે. ભારતમાં ત્રણ ફાર્મા કંપની કોરોનાની વેક્સીન બનાવી રહી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણેય કંપનીની મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ, પીએમ મોદી દિલ્હીથી સૌ પહેલા અમદાવાદ આવશે. જ્યાં ઝાયડસ ફાર્માની મુલાકાત લેશે, ત્યાર બાદ પૂના જશે જ્યાં સીરમ ફાર્મા મુલાકાત લેશે અને ત્યાંર બાદ છેલ્લે હૈદરાબાદમાં ભારત બાયોટેક કંપનીના ઈન્સ્ટીટ્યુટમાં બનતી રસી સંબંધિત અપડેટ લેશે અને સમીક્ષા કરશે.

image source

પીએમ મોદી પહેલા અમદાવાદની ઝાયડસ ફાર્માના રીસર્ચ સેન્ટરની મુલાકાત લેશે. તેઓ દિલ્હીથી સવારે નવ વાગ્યે અમદાવાદ આવશે અને એરપોર્ટથી જ હેલિકોપ્ટર મારફતે ચાંગોદરમાં ઝાયડસ ફાર્માના રીસર્ચ સેન્ટર જશે. જ્યાં બે કલાકના રોકાણ દરમિયાન રસીની કામગીરી અંગે માહિતી મેળવશે.

સીરમ ઈન્સ્ટીટ્યુટમાં એક કલાક સમય નિતાવશે

image source

બાદમાં પીએમ મોદી અમદાવાદથી પૂના જશે, પૂનામાં બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં સીરમ ઈન્સ્ટીટ્યુટમાં એક કલાક સમય ગાળી રસી અંગે માહિતી મેળવશે અને ત્યાંથી સીધા હૈદરાબાદમાં ભારત બાયોટેકમાં જશે. ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ સાથે મળીને કોવેક્સિન નામની રસી તૈયાર કરી છે. ભારત બાયોટેકની રસી કોવેક્સીનના જ 500 ડોઝ અમદાવાદમાં ટ્રાયલ માટે લવાયેલા છે.

ઝાયડસ અને ભારત બાયોટેકની વેક્સિન પરીક્ષણના અંતિમ તબક્કામાં

image source

તો બીજી તરફ વડાપ્રધાનના પ્રવાસમાં પહેલી મુલાકાત અમદાવાદ સ્થિત ઝાયડસ બાયોટેકની હોવાથી તેઓ કોરોનાવિરોધી પ્રથમ સ્વદેશી રસી તરીકે ઘરઆંગણે જ જાહેરાત કરે એવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન વિવિધ માધ્યમોના અહેવાલો અને નિર્માતા કંપનીનાં આંતરિક સૂત્રોના દાવા પ્રમાણે, હાલ ઝાયડસ અને ભારત બાયોટેકની વેક્સિન પરીક્ષણના અંતિમ તબક્કામાં છે છતાં અમેરિકામાં જે પ્રકારે વેક્સિનની લોંગ ટર્મ ઈમ્પેક્ટના સ્ટડી માટે રાહ જોવાને બદલે ઈમર્જન્સીનું હાયર રિસ્ક પર રહેલા દર્દીઓને રસી આપવાની માગણી થઈ રહી છે એ જોતાં ભારતમાં પણ એનું અનુકરણ થાય એવી શક્યતા નકારી શકાય નહિ.

પ્રથમ મુલાકાત : અમદાવાદ

રસીનું નામઃ ઝાયકોવ-ડી

ફોર્મ્યુલાઃ ઝાયડસ બાયોટેક, અમદાવાદ

નિર્માતાઃ ઝાયડસ બાયોટેક

નિર્માણ સ્થળઃ ચાંગોદર, અમદાવાદ (ગુજરાત)

સ્ટેટસઃ ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ

ઘર આંગણેથી દેશની સૌપ્રથમ સ્વદેશી વેક્સિન અંગે જાહેરાત થઈ શકે મોદી

image source

તમને જણાવી દઈએ કે ઝાયડસ એ ગુજરાત બેઝ્ડ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ફાર્મા કંપની છે. કોરોનાવિરોધી રસી વિકસિત કરવામાં ઝાયડસ શરૂઆતથી જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં લાગી ગઈ હતી. સંપૂર્ણ સ્વદેશી ફોર્મ્યુલા અને સ્વદેશી નિર્માણ પ્રક્રિયા ધરાવતી ઝાયડસની વેક્સિન ટ્રાયલના છેલ્લા તબક્કામાં હોવાનું મનાય છે. જો હ્યુમન ટ્રાયલ માટેની અપ્રૂવલ મળી ચૂકી હશે તો વડાપ્રધાનની મુલાકાત વખતે ગુજરાતના આંગણેથી દેશની સૌપ્રથમ સ્વદેશી વેક્સિન અંગે જાહેરાત થઈ શકે છે.

બીજી મુલાકાત : પુણે

રસીનું નામઃ કોવિશીલ્ડ

ફોર્મ્યુલાઃ જેનર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્સફર્ડ યુનિ. અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકા

નિર્માતાઃ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણે

નિર્માણ સ્થળઃ હડપસર, પુણે (મહારાષ્ટ્ર)

સ્ટેટસઃ અંતિમ મંજૂરીના તબક્કામાં

આ વેક્સિનને કોવિશીલ્ડ નામ અપાયું

image source

વિશ્વભરની સૌથી મોટા સીરમ, વેક્સિનેશન ઉત્પાદક સંસ્થા તરીકેની નામના ધરાવતી સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં બની રહેલી વેક્સિનને કોવિશીલ્ડ નામ અપાયું છે. આ વેક્સિનની ફોર્મ્યુલા ઓક્સફર્ડ યુનિ.ના વૈજ્ઞાનિકો અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકાએ સાથે મળીને વિકસિત કરી છે. એ ફોર્મ્યુલાના આધારે પુણે સ્થિત SIIના પ્લાન્ટમાં એનું ઉત્પાદન થઈ રહ્યું છે. 10 કરોડ ડોઝ બનાવવાની SIIની તૈયારી હવે અંતિમ તબક્કામાં હોવાથી કોવિશીલ્ડ વડાપ્રધાનની મુલાકાત વખતે સત્તાવાર રીતે લોન્ચ થાય એવી શક્યતા સૌથી વધુ ઊજળી છે.

ત્રીજી મુલાકાત : હૈદરાબાદ

રસીનું નામઃ કોવેક્સિન

ફોર્મ્યુલાઃ ભારત બાયોટેક અને ICMRનું સંપૂર્ણ સ્વદેશી પ્રદાન

નિર્માતાઃ ભારત બાયોટેક

નિર્માણ સ્થળઃ હૈદરાબાદ

સ્ટેટસઃ ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ, માર્ચ 2021 સુધીમાં માન્યતા મેળવી શકે

કોવેક્સિન વેક્સિનની હાલ હ્યુમન ટ્રાયલ પણ અંતિમ તબક્કા

image source

હૈદરાબાદ ખાતે ભારત બાયોટેક દ્વારા ICMRના સહયોગથી વેક્સિન પર કામ થઈ રહ્યું છે. કોવેક્સિન તરીકે ઓળખાતી આ વેક્સિનની હાલ હ્યુમન ટ્રાયલ પણ અંતિમ તબક્કામાં છે. ગુરુવારે અમદાવાદ ખાતે હ્યુમન ટ્રાયલ લેવાયા બાદ હાલ ભોપાલ ખાતે ટ્રાયલ ચાલુ છે, જેનાં આરંભિક પરિણામો પ્રોત્સાહક ગણાય છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કોવેક્સિનની સત્તાવાર જાહેરાતની શક્યતા પણ નકારી શકાય નહિ.

ચાંગોદર પોલીસ છવાણીમાં ફેરવાયું

image source

PM નરેન્દ્ર મોદીની આજે અમદાવાદ મુલાકાતે આવી રહ્યા છે. 9 વાગે એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ચાંગોદર પહોંચશે. ચાંગોદર પોલીસ છવાણીમાં ફેરવાયું છે. 4 SP, 10 DySP સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળશે. 12 PI, 40 PSI, LCB અને SOG પણ બંદોબસ્તમાં રહેશે. 500 થી વધુ પોલીસ જવાનનો ચુસ્ત બંદોબસ્ત છે. વડાપ્રધાન મોદી ઝાયડસ કેડીલાની ગોયકોવિડ વેક્સીનનું નિરીક્ષણ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત