અક્ષય કુમારએ ફરી દેખાડી દરિયાદિલી, વડાપ્રધાનના રિલીફ ફંડમાં દાન ઉપરાંત કર્યું આ મોટું કામ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર એક ઉત્તમ અભિનેતા છે તે વાત તો સૌ કોઈ જાણે છે પરંતુ કોરોના વાયરસની આ મહામારી વચ્ચે તેની દેશભક્તિનું ઉદાહરણ પણ જોવા મળ્યું છે.

image source

જ્યારે વડાપ્રધાન મોદીએ પીએમ કેર્સ ફંડમાં સહયોગ આપવાની અપીલ કરી તો એક ધડાકે અક્ષયએ 25 કરોડની માતબર રકમ દાન કરી દીધી. આ અંગે તેની પત્નીએ તેને એકવાર પુછ્યું પણ ખરા કે તે જાણે છે ને કે કેટલી મોટી રકમ દાન કરવાની વાત તેણે કરી છે. આ સમયે અક્ષયએ જણાવ્યું હતું કે, જ્યારે તે મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે કંઈ જ ન હતું. આજે શક્તિ છે તો લોકો માટે કંઈ કરવામાં પાછળ નથી રહેવું.

અક્ષયએ પોતાની આ વાતને ફરીવાર સાબિત કરી છે. 25 કરોડના દાન બાદ અક્ષયએ ફરીવાક બીએમસીને પણ મોટી રકમ દાન કરી છે. બીએમસી માટે અક્ષય 3 કરોડ ફાળવ્યા છે. કોરોના સામેની લડાઈમાં પીપીઈ કીટ, માસ્ક, રેપિડ ટેસ્ટિંગ કિટના નિર્માણ માટે બીએમસીને અક્ષયએ આ રકમ આપી છે.

આ ઉપરાંત અક્ષયએ ટ્વિટર પર એક ટ્વીટ કરી ફોટો શેર કર્યો છે અને તેણે પોતાના અને પોતાના પરીવાર તરફથી થેન્ક યુ નોટ લખી શેર કરી છે. તેણે આ આભાર દિવસ રાત કામ કરતાં પોલીસ કર્મી, આરોગ્યની ટીમ, નર્સ, ડોક્ટર, સમાજસેવી સંસ્થાઓના કાર્યકરો અને અન્યનો દરેક વ્યક્તિનો આભાર માન્યો છે જે લોકોની રક્ષા માટે ખડેપગે રહે છે.

અક્ષયની આ દરિયાદીલી પર ટ્વિંકલ ખન્નાએ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું કે તેને પોતાના પતિ પર ગર્વ છે.