એકતા કપૂરે કોના માટે ઘરે રાખી બેબી શાવર પાર્ટી, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો OMG!

થોડા મહિના પહેલા જ પોપ્યુલર ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાનીએ પોતાની પ્રેગ્નન્સીની વાત પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. એ પછી એ સતત સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સી સાથે જોડાયેલા ફોટા શેર કરતી રહે છે, જેને એમના ફેન્સ ઘણું પસંદ પણ કરી રહ્યા છે.

image source

ફરી એકવાર અનિતાએ સોશિયલ મીડિયા પર પોતાના બેબી શાવરના ફોટા શેર કર્યા છે અનિતાનું બેબી શાવરના અવસર પર ઇન્ડસ્ટ્રીના એમના ઘણા મિત્રો પણ સામેલ થયા તા. રસપ્રદ વાત એ છે કે એમનું બેબી શાવર એક્ટ્રેસની બેસ્ટ ફ્રેન્ડ અનવ ટીવી કવીન એકતા કપૂરના ઘરે રખાયું હતું જ્યાં બધા જ લોકોએ ખૂબ જ એન્જોય કર્યું. આ બેબી શાવરમાં ટીવી અભિનેત્રી ઉર્વશી ઢોલકીયાથી લઈને પર્લ વી પુરી સુધીના ઘણા સેલેબ્સ હાજર હતા.

image source

પોતાના બેબી શાવરમાં થનાર મમ્મી પપ્પા એટલે કે અનિતા અને રોહિત રેડ્ડી ખૂબ જ સજી ધજીને ત્યાં પહોંચ્યા હતા. આ અવસર પર અનિતાએ ડિઝાઈનર યેલો ગાઉન પહેર્યું હતું જેમાં એ ખૂબ જ સુંદર લાગી રહી હતી. એમના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો ચોખ્ખો દેખાઈ રહ્યો હતો.

image source

તો એમના પતિ રોહિતે આ અવસર પર સ્વેટશર્ટ અને જીન્સ પહેર્યું હતું. અનિતા અને એમના પતિ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. એકતા કપૂરે પાર્ટીની થીમ પણ બેબી વાળી જ રાખી હતી. આ પાર્ટીમાં હાજર બધા જ લોકોએ ખૂબ જ ઠુમકા લગાવ્યા. અનિતાએ પણ પોતાના બેબી શાવરને ખૂબ જ એન્જોય કર્યું. મમ્મી પપ્પા બનવા જઈ રહેલા આ કપલે એક ખૂબ જ સુંદર કેક પણ કટ કરી.

image source

આ ખાસ ફંક્શનમાં યે હે મ્હોબબતે ફેમ એકટર અને અનિતાના જુના મિત્ર કરણ પટેલ પોતાની પત્ની સાથે હાજર રહ્યા હતા. તો પોતાની ફ્રેન્ડને શુભકામનાઓ આપવા ક્રિસ્ટલ ડીસુઝા પણ એકતા કપૂરના ઘરે પહોંચી હતી.

કરિશ્મા તન્ના પણ પાર્ટીમાં એકદમ કેઝ્યુઅલ અંદાજમાં પહોંચી હતી.

image source

એ સિવાય પર્લ વી પુરી, ઉર્વશી ઢોલકીયા, સનાયા ઈરાની પણ અનિતા હસનંદાનીના બેબી શાવરમાં હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે યે હે મ્હોબબતે ફેમ અનિતાએ રોહિત રેડ્ડી સાથે 7 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. આ કપલને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સૌથી સારા કપલમાંથી એક માનવામાં આવે છે. રોહિત અને અનિતાના લગ્નને 7 વર્ષ વીતી ચુક્યા છે અને અનિતા 39 વર્ષની થઈ ચૂકી છે તો એવામાં એમના ફેન્સ આતુરતાથી એમના તરફથી ગુડ ન્યૂઝની રાહ જોઈ રહ્યા હતા. એવામાં જ્યારે એમને થોડા મહિના પહેલા ગુડ ન્યૂઝ અનાઉન્સ કરી તો એમના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા. હાલ અનિતા પોતાની પ્રેગ્નન્સીના ત્રીજા ટ્રાઈમેસ્ટરમાં છે અને જલ્દી જ ગુડ ન્યૂઝ બધાની સામે આવવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત