AMCના આ 10 નિર્ણયોથી કોરોનાના દર્દીઓને થશે અનેક ફાયદાઓ, જાણો ઉપયોગી માહિતી

AMC દ્વારા લેવામાં આવ્યા ૧૦ મહત્વના નિર્ણયો જાણીશું તેનાથી ગુજરાત રાજ્યના કોરોના વાયરસથી સંક્રમિત દર્દીને થશે શું ફાયદાઓ?

  • -અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ હવે પોતાની સેવા ગુજરાત રાજ્યના દર્દીઓ માટે ખુલ્લી મૂકી છે.
  • -હોસ્પિટલની જેટલી ક્ષમતા હોય તેના ૭૫% બેડમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને સારવાર આપવી.
  • -જયારે અન્ય દર્દીઓ માટે ફક્ત ૨૫% બેડ અવેલેબલ રાખવામાં આવશે.
  • -અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સારવાર માટે વધારે ૧ હજાર બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
image source

૧૦૮માં જ એડમિટ થવું પડે તેવો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાછો લઈ લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરનું જ આધારકાર્ડ હોય તો જ એડમિટ કરવા એ નિયમને પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. હવેથી અમદાવાદ શહેરની હોસ્પિટલમાં એડમિટ થવા માટે ગુજરાત રાજ્યના કોઈપણ સ્થાનનું આધારકાર્ડ માન્ય રાખવામાં આવશે.

image source

ગુજરાત રાજ્ય માંથી આવી રહેલ કોઈપણ દર્દી પોતાના વાહનમાં આવે છે તો પણ તે દર્દી અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ થઈ શકશે. ગુજરાત રાજ્યની કોઈપણ જગ્યાએથી આવી રહેલ એમ્બ્યુલન્સ કે વાહનમાં અમદાવાદ આવતા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર લેવા માટે એડમિટ થઈ શકશે. અમદાવાદની મહાનગરપાલિકા દ્વારા અમદાવાદની તમામ હોસ્પિટલ્સને ૭૫% બેડ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ૭૫% બેડ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને ફાળવવામાં આવતા હવે અમદાવાદ શહેર કોરોના વાયરસની સારવાર સંભવ બનશે. જો કે, આની પહેલા ગુજરાત રાજ્યના અન્ય સ્થળેથી આવતા દર્દીઓને અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ થવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

આ ૧૦ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

-અમદાવાદ શહેરની કોવિડ હોસ્પિટલમાં એડમિટ થવા માટે ૧૦૮થી એડમિટ થવાનો નિર્ણય પાછો લેવામાં આવ્યો, અમદાવાદની તમામ હોસ્પિટલ્સને કોરોના વાયરસના દર્દી કોઈપણ રીતે આવે છે તો તે દર્દીને એડમિટ કરીને સારવાર આપવાની રહેશે, જેમાં ખાનગી હોસ્પિટલ્સ અને AMCની હદમાં આવતા તમામ સરકારી હોસ્પિટલ્સને સામલે કરવામાં આવી છે તે પછી ડેઝીગ્નેટેડ હોય કે પછી ના હોય.

image source

-તમામ પ્રાઈવેટ હોસ્પિટલમાં ૭૫% બેડ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે ફાળવવાના રહેશે, જયારે અન્ય ૨૫% બેડ અન્ય દર્દીઓ માટે ફાળવવામાં આવશે. આ નિર્ણયથી અમદાવાદ શહેરમાં ૧ હજાર જેટલા નવા બેડની સુવિધા ઉભી કરી શકાય.

-અમદાવાદ શહેરની હોસ્પિટલમાં એડમિટ થવા માટે આધાર કાર્ડ ફરજીયાત હોવાના નિર્ણયને યુદ્ધના ધોરણે રદ્દ કરી દેવામાં આવ્યો છે.

-કોરોના વાયરસની સારવાર માટે હોસ્પિટલમાં AMC ક્વોટા હેઠળ એડમિટ થવા માટે ૧૦૮ની સેવા કે પછી ૧૦૮ કંટ્રોલ રૂમના સંદર્ભની જરૂરિયાતને પણ દુર કરી દેવામાં આવી છે.

-AMC દ્વારા શહેરની બધી જ હોસ્પિટલ્સને દર્દીને OPD/ Triageની સુવિધા પૂરી પાડવા માટે દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.

-અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સારવાર કરી રહેલ તમામ હોસ્પિટલ્સને સ્ટેટ પોર્ટલ દ્વારા દર્દીઓ અને સંસાધનો વિષે લાઈવ જાણકરી જાહેર જનતાને આપવાની સુચના આપી દેવામાં આવી છે.

image source

-સ્ટેટ પોર્ટલ પર હોસ્પિટલમાં કેટલા બેડ અવેલેબલ તેના વિષે જાણકારી ઓનલાઈન આપવાની સાથે સાથે કોરોનાની સારવાર આપતી હોસ્પિટલમાં પણ કેટલા બેડ અવેલેબલ છે તેની લાઈવ જાણકારી મોટા અક્ષરે હોસ્પિટલની બહાર જાહેર જનતા માટે મુકવાની રહેશે.

-૧૦૮ના કંટ્રોલ રૂમમાં હવેથી AMC અને રાજ્ય આરોગ્ય વિભાગના એવી રીતે બંનેના કર્મચારીઓ એકસાથે ફરજ નિભાવશે.

-દર્દીનો જીવ બચાવવા માટે ફરજીયાત રીતે કોરોનાની સારવાર આપી રહેલ હોસ્પિટલ કોરોના વાયરસની ગંભીર સ્થિતિના દર્દીને ટેકનીકલ કે પછી અન્ય કોઈ કારણના લીધે એડમિટ થતા અટકાવી શકે નહી. તમામ ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવા માટે એડમિટ કરવામાં આવશે.

-આ બધી જ સૂચનાઓનું પાલન કોરોના વાયરસની સારવાર આપી રહેલ તમામ હોસ્પિટલ્સએ તા. ૨૯ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સવારના ૮ વાગ્યાથી ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે. જો કે, આ સમય હોસ્પિટલ્સને આવશ્યક તૈયારીઓ કરવા માટે આપવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *