લગ્ન કરવાં એટલે કરવાં, કન્યાને કોરોના થયો તો બારીમાંથી પુરી કરી લગ્નની બધી વિધી, તસવીરો વાયુવેગે વાયરલ

વિશ્વમાં અત્યાર સુધીમાં 6 કરોડ 20 લાખ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જેમાંથી 1.5 મિલિયનથી વધુ લોકો કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, કોરોના ચેપને રોકવા માટે એક અપીલ ખાસ કરવામાં આવી રહી છે કે લોકોએ એક બીજાના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. આ દરમિયાન લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. જેમાં એક દુલ્હન કોરોના પોઝિટીવ પછી પણ લગ્ન કરતી જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે દુલ્હન તેના ઘરની બારીમાંથી જ લગ્નની બધી વિધિઓ કરતી જોવા મળી છે.

image source

ખરેખર કેલિફોર્નિયાના રહેવાસીઓ પેટ્રિક ડેલગાડો અને લોરેન જીમેનેઝ નવેમ્બરના અંતમાં લગ્ન કરવા તૈયાર હતા. તે જ સમયે લગ્નના ત્રણ દિવસ પહેલા જ્યારે તેની તબિયત લથડતી હતી ત્યારે દુલ્હનને કોરોના ચેપ લાગ્યો હતો. જો કે, કન્યાને આઈસોલેશમાં રાખીને કપલે તેમના લગ્ન સમારોહને પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો. અત્યારે લગ્ન માટે આખરે તેણે સુશોભિત રિબનના છેડાને પકડીને લગ્નની રીત રસમો પૂર્ણ કરી હતી. આવા લગ્ન વિશે પરણેલ ખુદ દંપતી કહે છે કે તેઓએ આવું એટલે કર્યું કારણ કે તેઓને લાગે છે કે તેઓ એક બીજાના હાથ પકડી રહ્યા છે. લગ્ન સમારંભની તસવીરોમાં કન્યા તેના ઘરના પહેલા માળે તેના બેડરૂમની બારી પર બેઠેલી જોઇ શકાય છે. વરરાજો આગળના વરંડામાં બારીની નીચે ઉભેલો જોવા મળ્યો હતો.

લોરેન જીમેનેઝના જણાવ્યા અનુસાર જ્યારે તેને કોરોના ચેપ લાગ્યો ત્યારે તે ખૂબ જ દુખી હતી, પરંતુ તેના જીવનસાથીનો ટેકો મળ્યો. તે કહે છે કે તેણે પહેલેથી જ કોરોના રોગચાળાને કારણે ત્રણ વખત લગ્નની તારીખ બદલી નાખી હતી. તો આ વખતે તેઓએ કંઈક અલગ કામ કરીને લગ્ન પૂર્ણ કર્યા.

image source

આ લગ્નના શૂટિંગમાં આવેલા વેડિંગ ફોટોગ્રાફર જેસિકા જેક્સન કહે છે કે “જે કંઇ પણ ખોટું થવાનું હતું એ થઈ ગયું. હું ખરેખર દુખી હતો. કારણ કે અમે જે પ્લાન બનાવ્યો હતો એ પહેલેથી જ રદ કરવામાં આવ્યો હતો. તે 2020 નું સર્વશ્રેષ્ઠ લગ્ન હતું જે મેં કોવીડ -19 દરમિયાન શૂટ કર્યું હતું. આ સમયે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. જ્યારે ઘણા વપરાશકર્તાઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

image source

વલસાડનો એક અજીબો-ગરીબ કિસ્‍સો પણ પ્રકાશમાં આવ્‍યો હતો. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે વલસાડના મોટાબજારમાં રહેતી એક યુવતીની સગાઇ મુંબઇના યુવાન સાથે થઇ હતી. જો કે, ત્યારબાદ લગ્ન લેવાના હોવાથી આ માટે તેઓ 10 નવેમ્બરના રોજ મુંબઇ ખરીદી માટે ગયેલ અને આજે તેણીના લગ્ન યોજાયા હતા. રાજ્યની હિસ્ટ્રીના આધારે આજરોજ આરોગ્યની ટીમ આજે લગ્ન સ્થળે પહોંચી હતી અને જાનૈયાઓના આરોગ્ય વિભાગે રેપિડ ટેસ્ટ કરતા કન્યાનો જ રિપોર્ટ પોઝિટિવ આવતા જાનમાં સોંપો પડી ગયો હતો. ત્યારે કન્યા સાસરે જવાને બદલે પિતાના જ ઘરે ક્વોરન્ટાઇન કરવામાં આવી હતી. લગ્નમાં તમામ લોકોએ કોરોના વાયરસની ગાઇડલાઇનનું ચુસ્‍ત પણે પાલન કર્યુ હતું. પરંતુ જાન મહારાષ્‍ટ્ર રાજયમાંથી આવેલ હોવાથી સ્થાનિક આરોગ્‍ય વિભાગની ટીમ દ્વારા જાનમાં હાજર સગા સબંધીઓનો રેપિડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યો હતો અને કન્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત