3 સંબંધી ગુમાવતાં રાજકોટના આ યુવાને પોતાની કંપની બંધ કરીને સેવા શરૂ કરી, 15 લાખનાં ઓક્સિજન-સિલિન્ડરનું કર્યું દાન

બધા જ રાજ્યવાસીઓને ખબર છે કે હાલમાં શું વીતી રહી છે અને લોકો કેવા પરેશાન થઈ રહ્યા છે. ત્યારે એક વાત સામે આવી છે કે રાજકોટમાં ફૂડ કંપની ચલાવતા નિલેશ પટેલે કોરોનામાં પોતાના ત્રણ સંબંધી ગુમાવતાં હવે કોઇનું ઓક્સિજનથી મોત ન થાય એ માટે અભિયાન હાથ ધર્યું છે અને મોટું બલિદાન આપ્યું છે. નિલેશ પટેલે છેલ્લા 15 દિવસથી પોતાની કંપની બંધ કરી દીધી છે અને તેમણે પોતાના ખર્ચે 15 લાખના ઓક્સિજન-સિલિન્ડર અને એની કિટ ખરીદી જરૂરિયાતમંદને ફ્રીમાં આપ્યા છે અને લોકોના જીવ બચાવવાનું કામ કર્યું છે. નિલેશ પટેલ સાથે કામ કરનાર શેર વિથ સ્માઇલ ગ્રુપના તેમના મિત્ર કપિલ પંડ્યાએ પણ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે ગ્રુપમાં નજીકના ત્રણ જેટલા સભ્યોના કોરોનાના કારણે મૃત્યુ થતાં નિલેશભાઇ પટેલ અને ગ્રુપના મિત્રોએ સેવાયજ્ઞ શરૂ કરવા નક્કી કર્યું હતું.

image source

પડ્યાંભાઈ આગળ જણાવે છે કે આ નિર્ણય કરતાંની સાથે જ તરત જ ઓક્સિજનનાં નવાં 150 સિલિન્ડર અને કિટ ખરીદ્યાં હતાં. ત્યારથી સતત નિલેશભાઇએ ફૂડ કંપની બંધ રાખી તેમને ત્યાં કામ કરતા સ્ટાફની મદદથી જરૂરિયાતમંદ સુધી ઓક્સિજન સેવા અવિરત પૂરી પાડવામાં આવી રહી છે. જો હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલમાં 90 જેટલાં સિલિન્ડર લોકોની સેવામાં સતત કાર્યરત છે, જ્યારે 60 જેટલાં સિલિન્ડર લોકોએ પરત કર્યા નથી, જેથી જરૂરિયાતમંદ લોકોને સમયસર સિલિન્ડર આપી શકાતા નથી.

image source

આ સાથે જ મદદ લેનાર લોકોને પણ માટે લોકોને અપીલ કરીએ છીએ કે કોઇપણ સિલિન્ડરનો સંગ્રહ ન કરે અને પરત કરે તો અમે જરૂરિયામંદ લોકોને મદદ કરી શકીએ. 15 દિવસથી શરૂ કરેલી સેવા જ્યાં સુધી પેન્ડેમિક પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિ નિલેશભાઇ પટેલ સંપૂર્ણ સ્ટાફ અને ગ્રુપના 25થી વધુ લોકો ઓક્સિજન-સિલિન્ડરના રિફિંલિંગ કરાવાથી લઇ વિતરણ કરવા સુધીની સેવામાં જોડાયેલો છે. જેમાં રિફિલિંગ કરાવવાનો ખર્ચ તેમજ ટ્રાન્સપોર્ટેશન કરવાનો ચાર્જ પણ નિલેશભાઇ ઉઠાવી રહ્યાં છે.

image source

જો પર સિલિન્ડરની વાત કરવામાં આવે તો એક સિલિન્ડર રિફિલિંગ કરાવવા માટે 150 રૂપિયાનો રોજિંદો ખર્ચ પણ નિલેશભાઇ પોતે ઉઠાવી રહ્યાં છે. જ્યારે કે શાપર અને મેટોડા સુધી રિફિલિંગ માટેનો ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ પણ નિલેશભાઇ જ ઉઠાવે છે. નિલેશભાઇ પટેલે એક ફૂડ કંપની ચલાવી રહ્યાં છે. જેમાં ફરસાણની વાનગીઓ બનાવી વેચાણ કરી રહ્યાં છે. નિલેશભાઇ અને તેમના ભાઇ દ્વારા આ કંપનીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં 10થી વધુ લોકો કામ કરી રહ્યાં છે. જોકે, છેલ્લા 15 દિવસથી ફૂડ કંપની બંધ કરી પોતે અને તેમના સ્ટાફ સાથે આ ભગીરથ કાર્યમાં જોડાઈ ગયા છે. મોટી વાત એ છે કે જ્યાં સુધી કોરોના પૂર્ણ ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નિલેશભાઇએ તેમના તમામ કર્મચારીને સેવાયજ્ઞ માટે જાણ કરી અભિપ્રાય મેળવ્યો હતો. જેમાં તેમના એક જ સૂરથી તમામ કર્મચારીઓએ નિર્ણયને સહજ સ્વીકારી અમે તમારી સાથે છીએ તેમ કહી તે જ દિવસથી માલિકની આ સેવામાં જોડાય ગયા હતા.

image source

હજુ આજની પરિસ્થિતિ પ્રમાણે પણ રાત-દિવસ તમામ કર્મચારીઓ અવિરત સેવા આપી રહ્યાં છે. જો કે, નિલેશભાઇ દ્વારા કંપની બંધ હોવા છતાં એક પણ કર્મચારીનો પગાર ન કાપવા નિર્ણય કર્યો છે. જે સરાહનીય બાબત છે. થોડા દિવસ પૂર્વે રાજકોટ શહેર અને જિલ્લામાં ઓક્સિજનની અછત સર્જાતા રિફિલિંગ કરતા ખાનગી પ્લાન્ટ બંધ કરવા કલેક્ટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો જે બાદ ઓક્સિજન રિફિલિંગ માટે કોને ક્યાં જવું તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન રિફિલિંગ માટે શાપર અને મેટોડામાં ખૂબ જ લાંબી લાઇન હોવાથી નિલેશભાઇનો સેવા યજ્ઞ અટકે નહીં તે માટે તેઓએ ભાવનગર અને જામનગર સુધી સિલિન્ડર મોકલી રિફિલિંગ કરવાની કામગીરી હાથ ધરી સેવા અવિરત ચાલુ રાખી હતી. હવે નિલેશભાઈને આ સેવાને ખુબ જ વખાણવામાં આવી રહી છે અને લોકો પ્રેરણા લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. 40 ટકા દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટવાની ફરિયાદો ઊઠી રહી છે. હાલ લોકો પોતાના સ્વજનને બચાવવા માટે ઓક્સિજન-સિલિન્ડર મેળવવા રઝળપાટ કરી રહ્યાં છે તેમજ અનેક દર્દીઓ ઓક્સિજન ન મળતાં જીવ ગુમાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!