ચેતજો અ’વાદીઓ: થર્ટી ફર્સ્ટે જો CCTVમાં આવી ગયા તો સમજો જેલભેગા, પોલીસ ઘરે આવીને કરશે કાર્યવાહી

હાલમાં કોરોના ચાલી રહ્યો છે અને સરકારે 31 ડિસેમ્બરને લઈને બધી જ ઉજવણી પણ રોક લગાવી દીધી છે. ત્યારે લોકોએ વધારે સજાગ રહેવું પડશે અને કડકપણે નિયમોનું પાલન કરવું પડશે. એ જ મામલે 31 ડિસેમ્બરને લઈને કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે પ્રેસ કોંફ્રેન્સ કરી હતી. 31મીએ પોલીસ દ્વારા કડડ કામગીરી કરવામાં આવશે. હાલ શહેરમાં કરફ્યુ છે જે માટે 9 વાગ્યા બાદ કડક પાલન કરવામાં આવશે. અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ 28 જગ્યાએ બંદોબસ્ત વધારશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે.

image source

આ સાથે જ જો વિગતે વાત કરીએ તો 31મીએ રાત્રે 100 પીઆઈ 3500 કોન્સ્ટેબલ ઓન ડ્યૂટી રહેશે. સાથે જ કોઈપણ વ્યક્તિ કોઈ બહાર ગામ ગયું હશે તો તેઓએ 9 વાગ્યા પહેલા આવી જવું પડશે. 9 વાગ્યા બાદ કોઈ બહાર દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આગળ વાત કરીએ તો પોલીસ હોટલ, ફાર્મ હાઉસ સહિત પર વોચ રાખશે.

image source

જો કોઈ પણ વ્યક્તિ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સાથે સીધો કેસ દાખલ કરી દેવામાં આવશે એટલે સામાન્ય લોકોએ જેની ખાસ નોંધ લેવાની રહેશે. એ જ રીતે જો વાત કરીએ તો 9 વાગ્યા પછી જે અમદાવાદ પ્રવેશે અને શંકાસ્પદ જણાશે તો સીધા હોસ્પિટલ ભેગા કરી દેવામાં આવશે. શહેરના માર્ગ પર 9 વાગ્યા બાદ કોઈ લોકો રસ્તા પર દેખાશે તો સીસીટીવી કેમેરાના આધારે ફોટો કેપ્ચર કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલીને કાર્યવાહી કરશે.

image source

જો કે થર્ટી ફર્સ્ટ પહેલા પોલીસે પણ એક્શનમાં આવીને બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. તાપી જિલ્લાના ડોલવણ ગામ નજીકથી રેન્જ આઈ.જી.ની સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમે 5.44 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત રેન્જની ઓપરેશન ગૃપની ટીમ મંગળવારના રોજ તાપી જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ડોળવણ નજીકથી એક ટ્રક ઝડપી પાડી હતી. ટ્રકની અંદર બનાવેલા ચોર ખાનામાં દારૂ સંતાડેલો મળી આવ્યો હતો.

image source

પોલીસે ટ્રકમાંથી કિલ 197 બોક્સમાં 5 લાખ 44 હજારનો વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. આ દારૂ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે વાલોડના બાજીપુરા લઈ જવાય રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાઓ અને કડક સજાની જોગવાઈ પછી પણ છેક છેવાડે આવેલા સરહદી જિલ્લા કચ્છ સુધી ચેકપોસ્ટને પાર કરી દારૂ જંગી જથ્થામાં ઘુસાડવામાં આવે છે.

image source

કચ્છ બોર્ડર રેંજની આરઆર સેલની ટીમ દ્વારા સામખિયાળી હાઇવે ઉપર બાતમીને આધારે ટ્રક નંબર જીજે ૧૪ ડબલ્યુ ૩૩૯૭ ને રોકવાની કોશિશ કરી હતી. પણ, ટ્રક નાસી છૂટતાં સામખિયાળી પોલીસને જાણ કરી આગળ નાકાબંધી કરી ટ્રક સાથે દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો. પોલીસે તાલપત્રી બાંધેલી આ ટ્રકમાંથી પ્લાસ્ટિક બોરીઓની નીચે મેકડોવેલસ અને રોયલ ચેલેન્જ કલાસિક પ્રીમિયમની ૭૫૦ એમ.એલ.ની ૧૦,૬૬૮ બોટલ દારૂ કિંમત ૪૪ લાખ ૩૫ હજાર ૫૦૦ જપ્ત કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત