સુપરસ્ટાર આમિર ખાન ગુજરાતના 10થી વધુ સાવજો જોઇને થઇ ગયા ખુશ-ખુશ, કહ્યું…’જીવનમાં તક મળે તો જરૂરથી એકવાર ગીર આવો’

આજ રોજ દુનિયામાં પ્રસિદ્ધ એવા એશિયાટિક સિંહોને નિહાળ્યા બાદ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના પરફેકનિસ્ટ આમિર ખાન આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અભિનેતા આમિર ખાન આજ રોજ પોતાના પરિવારના સભ્યોની સાથે વહેલી સવારના સમયે જ ગુજરાત રાજ્યના સાસણમાં જંગલ સફારીનો આનંદ માણ્યો હતો. અલગ અલગ રસ્તાઓ પરથી જતા ૧૦ કરતા વધારે એશિયાટિક સિંહોને એકસાથે નિહાળ્યા હતા.

image source

ગીરના જંગલમાં અભિનેતા આમિર ખાનએ સિંહ દર્શન કર્યા પછી જણાવ્યું હતું કે, અમે વિચારી રહ્યા હતા કે, મેરેજ એનીવર્સરી ઉજવવા માટે કઈ જગ્યાએ જઈએ ત્યારે અમે બધાએ ગુજરાત રાજ્યના ગીર પર પોતાની પસંદગી ઉતારી હતી અને અમે બધા અહિયાં સાસણગીર આવી ગયા હતા. અમે બધાએ ગુજરાત રાજ્યમાં આવેલ સાસણગીર વિષે ઘણું બધું સાંભળ્યું હતું અને ખરેખરમાં અમને અહિયાં સાસણગીર વિષે જેટલું સાંભળ્યું હતું તેના કરતા વધારે માણવા મળ્યું છે. આમિર ખાન વધુ જણાવતા કહે છે કે, હું અને મારો પરિવાર ઘણા નસીબદાર છીએ કે, અમને એશિયાટિક સિંહ જોવા મળ્યા. હું લોકોને કહીશ કે, તેઓને જયારે પણ અવસર મળે ત્યારે ગુજરાત રાજ્યના સાસણગીરમાં જરૂરથી આવવું જોઈએ.

ગીરમાં આવશો તો આપને એ જોવા મળશે જે દુનિયામાં દુર્લભ છે અને ભારતનું ગૌરવ પણ છે.

image source

ગીરમાં સાવજ દર્શન કરી લીધા પછી આમિર ખાનએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગીરમાં આવવાનો આ પ્રથમ અવસર પ્રાપ્ત થયો છે. તા. ૨૮ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ મારી અને કિરણની મેરેજ એનીવર્સરી છે. આ અવસર પણ અમને એવું લાગ્યું કે, અમારે ગીરની મુલાકાત લેવી જોઈએ. અમે સાસણગીર વિષે ઘણું બધું સાંભળ્યું હતું અને અમને અહિયાં ગીરમાં જેટલું સાંભળ્યું હતું તેના કરતા વધારે માણવા મળ્યું છે. સાસણગીર અત્યંત સુંદર સ્થાન છે. અમે નસીબદાર છીએ કે, અમને અહિયાં સિંહ જોવા મળ્યા છે. જુદા જુદા એક્શન જોવા મળ્યા. અમને બધાને ઘણી મજા આવી. હું લોકોને જરૂરથી જણાવીશ કે, જો આપ ગીર આવશો તો આપને એ જોવા મળશે જે દુર્લભ છે અને આપણા ભારતનું ગૌરવ છે. હું લોકોને જણાવીશ કે, જો આપને અવસર મળે તો જરૂરથી અહિયાં આવવું જોઈએ.

૧૦ કરતા વધારે વાહનોમાં જંગલ સફારીની મજા માણી.

image source

બોલિવુડ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર આમિર ખાન પોતાની વેડિંગ એનીવર્સરી ઉજવવા માટે પરિવાર સહિત દુનિયાના પ્રસિદ્ધ સાસણગીરની મુલાકાત શનિવારના દિવસે સાંજના ૬ વાગે આમિર ખાન પોતાના પરિવારની સાથે હોટલથી સાસણગીરના નેશનલ પાર્ક પહોચી ગયા હતા. જ્યાં તેમણે જંગલ સફારીની મજા માણવા માટે પહેલેથી જ બુકિંગ કરેલ હોવાના લીધે દસ કરતા વધારે જીપ્સી સહિત કાર્સમાં જંગલના રાજા સિંહોને જોવા માટે ગીરમાં જંગલ સફારી કરવા માટે નીકળ્યા હતા.

આમિર ખાનએ ગીર જંગલની ખાસિયત વિષે જાણ્યું.

image source

આમિર ખાનએ ગીર જંગલ સફારી કરવા દરમિયાન આમિર ખાનની સાથે વનવિભાગના ટ્રેકર્સની સાથે સ્ટાફ પણ સાથે જ રહ્યો હતો. આમિર ખાનએ પોતાની સાથે આવેલ સ્ટાફ પાસેથી ગીરના જંગલની ખાસિયતો વિષે જાણકારી પ્રાપ્ત કરી હતી. અંદાજીત સવા બે કલાક સુધી આમિર ખાન પોતાના પરિવારના સભ્યોની સાથે ગીર જંગલના જુદા જુદા રસ્તાઓ પર જઈને જંગલના રાજા- રાણી સિંહ- સિંહણને ટહેલતા અને આરામ કરતા જોવા મળ્યા હોવાનું જણાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત