અમિતાભ બચ્ચને લગાવ્યો કોરોના વેક્સીનનો પહેલો ડોઝ, અને પછી ટ્વિટ કરીને કહ્યું કે…

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનએ મુકાવી દીધો છે કોરોના વાયરસ વેક્સિનનો પહેલો ડોઝ, ટ્વીટ કરીને આપી રહ્યા છે હેલ્થ અપડેટ.

કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ એકવાર ફરીથી પોતાના પગ પસારી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ કેટલાક બોલીવુડ સ્ટાર્સ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.

રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર માધવન જેવા સ્ટાર્સ પછી હવે અભિનેત્રી આલિયા ભટ્ટ પણ કોરોના વાયરસ (Alia Bhatt Covid Positive) ના શિકાર થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં પોતાને બચાવવા માટે સ્ટાર્સ હવે કોરોના વાયરસની વેક્સિનના ડોઝ લઈ રહ્યા છે. હવે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ પણ કોરોના વાયરસ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. બિગ બીએ ટ્વીટ કરીને પોતાના ફેન્સની સાથે આ માહિતી શેર કરી છે.


અમિતાભ બચ્ચનએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને પોતાના ફેંસને જણાવ્યું છે કે, અભિષેક બચ્ચન સિવાય એમના આખા પરિવારના તમામ સભ્યોને કોરોના વાયરસની વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આની સાથે જ અમિતાભ બચ્ચનએ પોતાના ફેંસની સાથે પોતાના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી પણ શેર કરી છે.

અભિનેતા અમિતાભ બચ્ચનએ જણાવ્યું છે કે, કોરોના વાયરસ વેક્સિનની એમના સ્વાસ્થ્ય પર કોઈપણ પ્રકારની વિપરીત રીતે પ્રભાવિત થયા નથી અને તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. અમિતાભ બચ્ચનએ ગયા ગુરુવારના રોજ કોરોના વાયરસ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે.


આપને જાણકારી હશે જ કે, બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ગત વર્ષે કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. બિગ બીની સાથે જ એમનો દીકરો અભિષેક બચ્ચન પણ તે જ સમયે કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. ત્યાર બાદ બિગ બી અને અભિષેક બચ્ચનને હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા હતા.

image source

અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધા બાદ પણ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પોતાના ફેંસ ને પોતાના સ્વાસ્થ્ય વિશેની જાણકારી આપી રહ્યા હતા. અમિતાભ બચ્ચનએ હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ થઈ ગયા બાદ હોસ્પિટલના સ્ટાફના સભ્યો અને કોરોના વોરીયર્સને સલામ કર્યા હતા.


અમિતાભ બચ્ચનના વર્કફ્રંટની વાત કરીએ તો અમિતાભ બચ્ચનની છેલ્લે રીલીઝ થયેલ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ તા. ૪ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ રીલીઝ થઈ હતી. ત્યારે હવે અમિતાભ બચ્ચન અજય દેવગન દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલ ફિલ્મ ‘મઈડે’માં જોવા મળી શકે છે, ઉપરાંત અમિતાભ બચ્ચન, સાઉથના સ્ટાર પ્રભાસ અને અભિનેત્રી દીપિકા પાદુકોણની સાથે પણ એક ફિલ્મમાં જોવા મળી શકે છે.

અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં બીજીવાર એકસાથે જોવા મળી શકે છે જયારે અભિનેતા પ્રભાસ પહેલીવાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *