હુવાઈ કંપની લોન્ચ કરી રહી છે વીસ મિનીટમા ચાર્જ થાય તેવો ફોન,જાણો અન્ય ફીચર્સ પણ

નમસ્તે મિત્રો, આજે આપણે એક નવા લોન્સ થતાં સ્માર્ટ ફોને વિશેની વાત કરીશું! સ્માર્ટ ફોનની અંદર આજ કાલ અનેક સુવિધાઓ આવી રહી છે.જો તમે પણ નવો સ્માર્ટફોન લેવાની તૈયારી કરી રહ્યા છો. અથવા તમે ફોન લેવા માટે કોઈ સારી સ્કીમની રાહ જોઈ રહ્યા છો તો અમે તમને જણાવી રહ્યા છીએ એવા સ્માર્ટફોન અંગે જે થોડાજ દિવસોની અંદર માર્કેટમાં લોન્સ થવા જઈ રહ્યો છે.

image source

મિત્રો થોડા જ દિવસોની અંદર હુવાવે કંપનીનો નવો સ્માર્ટફોન આવી રહ્યો છે. આ નવો હુવાવે પી-૫૦ સિરીઝ હેઠળ આવી રહ્યો છે. હુવાવેનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન ૨૯ જુલાઈએ લોન્ચ થશે. કેટલાક અહેવાલો મુજબ એવું જાણવામાં આવ્યું છે કે હુવાવે પી-૫૦ સિરીજમાં ઓછામાં ઓછા ત્રણ મોડેલો હશે. જેમાં હુવાવે પ-૫૦, પી-૫૦ પ્રો અને પી-૫૦ પ્રો પ્લસ સ્માર્ટફોન આ સિરીજ હેઠળ આવી શકે છે.

image source

આ સ્માર્ટફોનની અંદર એક એવી વિશેષતા રહેલી છે કે, જે ફક્ત વીસ મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે. હુવાવે પી-૫૦ સ્ટાન્ડર્ડ એડિશન ૬૬ ડબ્લ્યુ ઝડપી ચાર્જ સાથે આવી શકે છે. આ ઉપરાંત હુવાવે પી-૫૦ પ્રો અને પી-૫૦ પ્રો પ્લસ સ્માર્ટફોન કંપનીની પોતાની વિકસિત સો ડબલ્યુ સુપરફાસ્ટ ચાર્જ તકનીક સાથે લોન્સ થઈ શકે છે.

અહેવાલો મુજબ એવું જાણવા મળી રહ્યું છે. સો ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જ એ ફક્ત વીસ મિનિટમાં બેટરીનો સંપૂર્ણ ચાર્જ કરશે. ઝડપી ચાર્જિંગ તકનીકીની દ્રષ્ટિએ સો ડબ્લ્યુ એ ઉદ્યોગમાં સૌથી વધુ એકમ છે. જોકે, શાઓમીની કંપની ૧૨૦ ડબલ્યુ સુપર ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી ફક્ત આઠ મિનિટમાં ફોનને સંપૂર્ણ રીતે ચાર્જ કરવાનો દાવો કરી રહ્યા છે.

image source

આ ઉપરાંત ડ્યુઅલ-પ્લેટફોર્મ સંયોજનો હુવાવે પી-૫૦ સિરીજમાં વાપરી શકાય છે. હુવાવે પી-૫૦ સ્માર્ટફોન ૮૮૮ ૪જી પ્રોસેસર સાથે આવી શકે છે. તે જ સમયે હુવાવે પી-૫૦ પ્રો અને પી-૫૦ પ્રો પ્લસ સ્માર્ટફોન ૯૦૦૦ ૫-જી પ્રોસેસર સાથે આવી શકે છે. પંચ-હોલ ડિઝાઇન સાથે પી-૫૦ સિરીઝમાં ૬.૬ ઇંચની એલ.ઇ.ડી સ્ક્રીન આપી શકાય છે.

image source

ફોનનું ડિસ્પ્લે ૧૨૦ હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવી શકે છે. રીઅર કેમેરા મોડ્યુલ ફોનની પાછળના ઉપરના ડાબા ખૂણામાં આપવામાં આવ્યો છે. પી-૫૦ સીરીઝના સ્માર્ટફોન હાર્મની ઓ.એસ ૨.૦ સિસ્ટમ સાથે પહેલાથી ઇન્સ્ટોલ કરવામાં આવશે. આમ, તમામ સુવિધા સાથે આ ફોન થોડાજ દિવસોની અંદર બજારમાં લોન્સ થવા જઈ રહ્યો છે. આ ફોનની અંદર અનેક નવી ટેક્નોલૉજીનો ઉપયોગ થવાથી લોકોનું આકર્ષણ આ ફોન પ્રત્યે વધી શકે છે.