અમિત શાહ AIIMSમાં દાખલ, જાણો તબિયતને લઇને હોસ્પિટલે શું કહ્યું…

આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલના ડોકટરોની એક ટિમ એમનું નિરીક્ષણ કરવામાં લાગી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રી અમિત શાહને વારંવાર તાવ આવવાના કારણે તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાને કારણે એમને ગઈ કાલે રાત્રે 2 વાગે એમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોકટર રણદીપ ગુલેરિયા અને તેમની ટિમ અમિત શાહનો ઈલાજ કરી રહી છે.

image source

કોરોના વાયરસને હજી 4 દિવસ પહેલા જ આપી છે માત.

14 ઓગસ્ટે આપણા ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ થયો હતો જે નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે આ વિશેની જાણકારી જાતે જ ટ્વીટર દ્વારા આપતા કહ્યું હતું કે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઈશ્વરનો આભાર વ્યક્ત કરું છું અને આ સમયે જે લોકોએ મારા સ્વાસ્થ્ય લાભ માટે શુભકામનાઓ આપીને મારું અને મારા પરિજનોનું મનોબળ વધાર્યું તે બધાનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

image source

ડોક્ટરોની સલાહ પર હજુ થોડા દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહીશ. ગઈ કાલે રાત્રે એમને એક સામાન્ય તાવ હતો અને ત્યારથી એમને એમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

image source

AIIMS દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેઓ હૉસ્પિટલથી કામ કરી રહ્યા છે અને તેમને 3-4 દિવસથી કળતર અને થાકની ફરિયાદ હતી.

તમને જણાવી દઈએ કે બે ઓગસ્ટના રોજ અમિત શાહે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને કહ્યું હતું કે તેઓ કોરોના પોઝિટિવ છે. તેમણે પોતે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.

image source

તેમણે કહ્યું હતું કે તેમને કોઈ સ્વાસ્થ્ય અંગેની અન્ય કોઈ જ સમસ્યા નથી પરંતુ તપાસ રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે તેઓ હવે થોડા દિવસ હોસ્પિટલમાં જ રહેશે. અને ત્યારબાદ અમીત શાહ મેદાન્તા હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

અમિત શાહ મેદાંતા હોસ્પિટલમાં કોરોના પોઝિટીવ થયા બાદ 2 ઓગસ્ટે દાખલ થયા હતા. ગૃહ મંત્રી અમિત શાહને કોરોના પોઝિટીવ આવ્યા બાદ સામાન્ય લોકોએ જ નહીં પણ મોટી મોટી હસ્તીઓએ પણ તેમના સાજા થવાની પ્રાર્થના કરી હતી. રિપોર્ટ પોઝિટિવ આવ્યાના 12 દિવસ બાદ એટલે કે 14 ઓગસ્ટે અમિત શાહનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટીવ આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત