એક પછી એક કંપની સામાન્ય માણસને આપી રહી છે ઝાટકો, અમુલ બાદ આ ડેરીએ લિટરે રૂ. 2/ નો કર્યો ભાવ વધારો

જ્યાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી સામાન્ય માણસ પરેશાન થઈ ગયો છે. તો બીજી તરફ દૂધના વધતા ભાવએ જબરદસ્ત ફટકો આપ્યો છે. ડેરી બ્રાન્ડ અમૂલ પછી હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હી-એનસીઆરમાં મધર ડેરીએ દૂધના ભાવ વધારી દીધા છે.

દિલ્હી-એનસીઆરમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો આવતીકાલે એટલે કે 11 જુલાઈ, 2021 થી લાગુ થશે. જણાવી દઈએ કે 1 જુલાઈથી અમૂલે તેના દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયા વધારો કર્યો હતો. ત્યારે હવે બીજી ડેરીએ પણ વધારો કર્યો છે.

image source

મધર ડેરીએ જણાવ્યું હતું કે, 11 જુલાઈ 2021 થી દિલ્હી-એનસીઆરમાં તેના દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટર વધારો કરવાની ફરજ પડી છે. નવા ભાવ બધા દૂધના પ્રકારો માટે લાગુ થશે. તમને જણાવી દઈએ કે આ ડેરી કંપનીએ છેલ્લે ડિસેમ્બર 2019 માં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. હવે આવતીકાલથી ગ્રાહકોને નવા ભાવો પર મધર ડેરી દૂધ મળશે.

image source

મધર ડેરીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે કંપનીને કુલ ઇનપુટ ખર્ચ પર ફુગાવાનાં દબાણનો સામનો કરવો પડી રહ્યો છે, જે છેલ્લા એક વર્ષમાં અનેક ગણો વધ્યો છે. તેમજ ચાલુ રોગચાળાને કારણે દૂધના ઉત્પાદનમાં પણ મોટું સંકટ તોળાઈ રહ્યુ છે.

image source

આ સાથે જ વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલા સુમુલ ડેરીએ એક લિટરે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે અમુલ ડેરીએ પણ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે અને હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, અમુલ ડેરી બાદ બરોડા ડેરી અને રાજકોટ ડેરી એસોસિએશને પણ તેમના દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમુલ ડેરી દ્વારા એક લિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે.

image source

ત્યારે બરોડા ડેરીએ પણ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા એક વર્ષથી દૂધના ભાવમાં કોઈ વધારો કરાયો ન હતો. ત્યારે હાલની સ્થિતિમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવા સહિતના કારણે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, દૂધ સિવાય અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!