આણંદના રાસનોલમાં પરિવારે સામુહીક આત્મહત્યા કરતા ચારેકોર હાહાકાર, પરિવારના 3 સભ્યોમાંથી બેના કરુણ મોત

કોરોના કાળ દરમિયાન જે લોકડાઉન થયું ત્યારબાદ અનેક લોકોના જીવનમાં અનેક પરિવર્તન આવ્યા. આ પરિવર્તન એવા હતા જેના વિશે કોઈએ કલ્પના પણ કરી ન હતી. જેના કારણે અનેક લોકો હતાશાનો શિકાર પણ થયા હતા. લોકોના વિચારો પર નકારાત્મક અસર જોવા મળવા લાગી છે. ઘણા લોકો આ હતાશાથી બચવામાં સફળ થાય છે તો કેટલાક લોકો આ હતાશામાં એવા પગલાં ભરી લે છે જે ફક્ત તેના માટે જ નહીં પરંતુ તેના પરિવાર માટે પણ ઘાતક સાબિત થાય છે.

image source

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આત્મહત્યાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. યુવાનો નિરાશાના કારણે આત્મહત્યાને અંતિમ માર્ગ સમજી આ પગલું ભરી લે છે. પરંતુ આત્મહત્યા તે કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. આ વાત સૌ કોઈએ સમજવી જરૂરી છે. જો કે તાજેતરમાં તો એવી ઘટના બની છે જે કોઈને પણ હચમચાવી શકે છે. આ ઘટના બની છે આણંદના રાસનોલમાં.

image source

જો કે આ ઘટના વધારે દુખદ એટલા માટે છે કારણ કે આ એક સામુહિક આત્મહત્યાનો પ્રયાસ હતો. આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. જાણવા મળ્યાનુસાર આણંદના રાસનોલ ગામમાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. પરિવરના સભ્યોએ એક સાથે આત્મહત્યા કરવા માટે ગળેફાંસો ખાઈ લેતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

આ સામુહિક આત્મહત્યાના પ્રયાસમાં પરિવારનાં બે સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. આ પરિવારે આત્મહત્યા કરવા જેવું પગલું શા માટે ભર્યું તે મામલે ભારે ચર્ચા ગામમાં જાગી છે. હાલ તો ખંભોળજ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ પરિવારે આત્મહત્યા કયા કારણોસર કરી તેનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી.

image source

આ પરિવાર સિવાય આણંદ શહેરમાં અન્ય એક આત્મહત્યાનો બનાવ પણ બન્યો છે. અહીં શહેર નજીકથી પસાર થતાં રેલ્વે ટ્રેક પર એક અજાણ્યા શખ્સે પડતું મુકી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે જાણ રેલ્વે પોલીસને કરવામાં આવતા તેમણે મૃતદેહનો કબજો લઈ તપાસ શરુ કરી છે. આણંદ રેલ્વે પોલીસે આ કેસમાં અકસ્માતે મોતનું ગુનો નોંધી મૃતકના સંબંધીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

image source

આ વાતની જાણ ચેન્નઈ અમદાવાદ ટ્રેનના ચાલકે પોલીસને કરી હતી. મૃતદેહની પ્રાથમિક તપાસમાં વ્યક્તિની ઉંમર 55 વર્ષ હોવાનું જાણવા મળે છે. જો કે તેની પાસેથી અન્ય કોઈ પણ આઈડી કાર્ડ મળી આવ્યા નથી. તેથી પોલીસ આ કેસમાં વાલી વારસની તપાસ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!