ગાંધીધામમાં થઇ અલૌકિક ઘટના, આકાશમાં રોજ વહેલી સવારે અને સાંજે કંઇક ‘આવું’ દેખાતા જાતભાતની ઉઠી ચર્ચા…

ગાંધીધામના આકાશમાં થતી અલૌકિક ઘટના! કેટલાક દિવસોથી દેખાય છે ઉલ્કા જેવો પ્રકાશપુંજ

હકીકતમાં ઉલ્કા, લઘુગ્રહો અને ધૂમકેતુઓ એક જ કુટુંબના સભ્યો છે. આપણને લઘુગ્રહની જાણ ૧૯મી સદીના પ્રારંભે જ થઇ. હવે તો લઘુગ્રહ પર નાસાના અંતરીક્ષ યાન ઊતર્યા છે. ધૂમકેતુની નજીકથી પસાર થયા છે. લઘુગ્રહો પૃથ્વી માટે ઘણી વખત ભયાનક પણ સાબિત થઇ જાય છે. ઉનાળામાં ગરમીમાં હવા ખાવા રાતે અગાશીમાં બેસીએ તો એકાએક ઝળહળતો તારો આકાશમાં પ્રકાશની રેખા દોરી પૃથ્વી પર આવી પડતો દેખાય. આપણા મુખમાંથી આહ, શબ્દ નીકળી પડે. આપણા મગજમાં પણ ઝબકારો થઇ જાય. તેને આપણે ખરતો તારો કહીએ છીએ, ઉલ્કા કહીએ છીએ.

image source

લોકોની માન્યતા હતી કે તારો ખરે છે. લોકો માનતાં હતાં કે મહાન પુરુષનું મૃત્યુ થાય પછી ઇશ્વર તેના માનમાં આકાશમાં તારારૃપે તેને સ્થાન આપે છે અને તેનું પુણ્ય પરવારે એટલે તે પૃથ્વી પર જન્મ લેવા આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીધામના આકાશમાં સવારે કે સાંજે ધીમી ગતિ આગળ ધપતો ઉલ્કાપિંડ જેવો પ્રકાશપુંજ જોવા મળી રહ્યો છે, એને લઈને લોકોમાં જાતભાતની ચર્ચાઓએ છેલ્લા કેટલાક દિવસોથી જોર પકડ્યું હતું, ખરેખર તો ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના રૂટ બદલાતાં કચ્છના રહેણાક વિસ્તારોની ઉપરથી પસાર થતાં આ દૃશ્યો દેખાતાં હોવાનું કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના સ્થાપક નરેન્દ્રભાઈ ગોરએ જણાવ્યું હતું.

image source

ગાંધીધામના યુવાન મનીષ શર્માએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે અથવા સાંજના સમયે એક તરફથી પૂંછડી સાથે આગળ વધતા આકાશી પદાર્થને જુએ છે, જે દૃશ્યો શહેરના ઘણા લોકો જોઇને કુતૂહલ પામી રહ્યા છે, જે ઉલ્કાપિંડ કે ઉલ્કાવર્ષા હોવાથી લઈને યુએફઓ, જેટ હોવાની ચર્ચાઓ છેડાઈ છે. આ વિષયના અભ્યાસુ સ્ટાર ગેઝિંગ ઈન્ડિયા સાથે જોડાયેલા અને એસ્ટ્રોનોમી ક્લબ શરૂ કરનારા નરેન્દ્રભાઈએ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું છેલ્લા એક મહિનાથી કચ્છના વિવિધ વિસ્તારોથી આ પ્રકારનાં દૃશ્યો લોકો જોઇને કુતૂહલ પામી રહ્યા છે.

image source

થોડા સમય અગાઉ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કે જે ગલ્ફના દેશોથી મુંબઈ કે સિંગાપોર જતી હોય, એના રૂટમાં ફેરફાર કરાયો છે, જે હવે જિલ્લાનાં શહેરો ઉપરથી જાય છે એ છે. હાલ શિયાળાની ઠંડી ઋતુ હોવાને કારણે એનાથી ઉત્પન થતા ગેસને છોડાતા કણો પાછળ વિખેરાઈ જાય છે, એના પર સવાર કે સાંજના સમયે સૂર્યનાં કિરણો પડતાં કે ઓરેન્જ કે સફેદ જેવો ચળકાટ દેખાય છે, જેથી તે ઉલ્કા જેવું હોવાનું પ્રતીત થાય છે.

image source

અહીં નોંધવું રહ્યું કે થોડા સમય અગાઉ આંતરરાષ્ટ્રીય ઉડ્ડાણોના રૂટને બદલાવવામાં આવ્યા હોવાના અહેવાલ બહાર આવ્યા હતા, જે અંગે જાણકારોએ જણાવ્યું હતું કે અગાઉ રણ વિસ્તારની ઉપરથી ઊડતાં વિમાનો હવે શહેરી વિસ્તાર ઉપરથી ઊડતાં આ પ્રકારનાં દૃશ્યો જોવા મળ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત