62 વર્ષની વૃદ્ધાએ કોરોનાને આપી તગડી મ્હાત: ઓક્સિજન લેવલ 85 થયું છતાં 10 દિવસમાં સ્વસ્થ થયાં

કોરોના વાયરસની પહેલી લહેરમાં મોટા ભાગે મોટી ઉંમરનાં લોકો અને ગંભીર બીમારીવાળા લોકો સંક્રમિત થતાં હતાં જ્યારે બીજી લહેરમાં યુવાનો અને બાળકો પણ વાયરસની જપેટમાં આવી રહ્યાં છે. આ સાથે બીજા સ્ટ્રેનમાં લક્ષણો પણ બદલાયા છે અને મોતના આંકડાઓ આકાશ આંબી રહ્યાં છે. અનેક કેસ તો એવા છે કે જેમાં દર્દીમાં કોઈ જ લક્ષણ દેખાતાં નહોતા અને પછી ઓચિંતા જ ઓક્સિજનનું લેવલ ઘટવા લાગે છે. સકારાત્મક વિચારો દ્વારા ઘણા એવા લોકો છે જે કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

image source

મળતી માહિતી મુજબ એક ખાનગી હોસ્પિટલમાં 62 વર્ષીય મહિલાએ કોરોનાને મ્હાત આપી છે. આ મહિલાનુ નામ મારિયા છે અને તે સ્પેનમાથી આવી હતી. તેણે માત્ર 10 દિવસની સારવારમાં વાયરસથી જંગ જીતી છે. આ મહિલાની હાલત બગડતા તેને મોરબીની હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી અને તે સમયે તે મહિલાનું ઓક્સિજન લેવલ 85 ટકાથી નીચુ હતુ જેથી તેને બાયપેપ રાખવી પડી હતી. જોકે હોસ્પિટલના ચારથી પાંચ ડોક્ટરોની ટીમની સઘન સારવારથી મહિલાએ કોરોનાને માત આપી છે જે સારા સમાચાર છે.

image source

આ અંગે સિમ્સ હોસ્પિટલના પલ્મોનોલોજીસ્ટ ડો. અમિત પટેલ સાથે થયેલી વાતચીતમાબ તેઓ જણાવે છે કે એપ્રિલમાં મૂળ સ્પેનની 62 વર્ષીય મારિયા નામની મહિલા બિઝનેસ હેતુથી મોરબી આવી હતી. અહી તેને કોરોના ચેપ લગતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. આ મહિલાને ચાર-પાંચ દિવસ ભારે તાવ અને કફની તકલીફ જણાઇ હતી અને તે પછી તેને મોરબીની એક હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. આ દરમિયાન તેને ડોક્ટરોએ રેમડેસિવિર અને સ્ટિરોઇડ પણ આપી હતી છતાં તેની હાલતમા કઈ સુધારો દેખાયો નહી.

image source

આ પછી આ મહિલા સાયટોકાઇન સ્ટોર્મનો ભોગ બનતાં તેની સ્થિતિ ગંભીર બની હતી અને વધારે સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં લવાઇ હતી. ડોક્ટરો દ્વારા કહેવામા આવ્યુ છે કે મહિલાના ફેફસામાં 80થી 90 ટકા ઇન્ફેકશન અને ઓક્સિજન લેવલ 85 ટકા જેટલું નીચું જતાં હાલત ગંભીર બનતા તેમને 100 ટકા બાયપેપની જરૂર ઊભી થઈ હતી. આ સિવાય સાયટોસ્કાઈન સ્ટોર્મને લીધે ઈન્જેક્શન આપવાની જરૂર પણ ઊભી થઈ હતી. જેથી મારી સાથે ક્રિટિકલ કેર ઈન્ટેનસિવિસ્ટ ડો. ભાગ્યેશ શાહ, ડો. મિનેષ પટેલ અને રુમેટોલોજીસ્ટ ડો.ભૌમિક મેઘનાથીની ટીમ બનાવીને સારવાર શરૂ કરાતા 10 દિવસમાં મહિલાએ કોરોનાને માત આપી હતી.

image source

જ્યારે આ મહિલા સ્વસ્થ થયા બાદ સ્પેનના ચાર્ટર્ડ પ્લેન દ્વારા તે પરત ફરી હતી. જાણવા મળ્યુ છે કે આ મહિલાની હાલત એટલી ખરાબ બની હતી કે તેને હાઇફલો મશીન પર મુકાઈ હતી કારણ કે આ મહિલાની ઉમર પણ વધુ હતી અને જોખમ પણ વધારે હતુ. તેની 90 ટકા ઓક્સિજનની જરૂરિયાત જળવાય અને મહત્વનાં અંગો કામ કરતાં રહે તે માટે તેમને હાઈ ફ્લો મશીન ઉપર મુકવા ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યુ હતુ અને હાઈ ફ્લો નેસલ કેન્યુલામાં પ્રોન પોઝિશનીંગથી ઝડપી રિકવરી આવી હતી.

image source

જો કે મહિલાની હાલતમાં સુધારો થતાં ઓક્સિજન સપોર્ટની જરૂરિયાત રહી ન હતી અને તે એક્દમ પહેલા જેવી સ્વસ્થ બની ગઈ હતી. આ પછી જ્યારે આ વાતની જાણ મહિલા સ્પેનમાં નોકરી કરતી હતી તે કંપનીના માલિકને થતાં માલિકે મહિલાને સ્પેન પરત લઇ જવા માટે ચાર્ટર્ડ પ્લેન મોકલ્યું હતું જેના દ્વારા તે પરત પોતાના દેશ ફરી હતી. મહિલા જતા સમયે ઘણી ખુશ હતી અને તેણે અહીન મેડિકલ સ્ટાફનો પણ આભાર માન્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!