આણંદમાં પતિ-પત્ની ઓર વોનો અજીબ કિસ્સો: પત્ની ઘરે હાજર હતી અને પતિની પ્રેમિકા આવી, ફોટો જોતા જ ફૂટી ગયો ભાંડો અને નિકળી સગા ફોઈની દિકરી

ભારતની સાથે સાથે ગુજરાતમાં પણ પતિ-પત્ની ઓર વોના કિસ્સા વધી રહ્યા છે. રોજ કોઈને કોઈ ખુણેથી એકાદ કિસ્સો તો સામે આવી જ જાય. પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે એ થોડો હટકે છે. આ વાત આણંદ શહેરની છે. ત્યાં એવો કિસ્સો બન્યો કે પતિને મળવા આવનાર પ્રેમિકા અન્ય કોઈ નહીં પણ સગા ફોઈની વિધવા દિકરી જ હતી. પત્ની જ્યારે નોકરીએ જતી ત્યારે પ્રેમિકા રોજ તેના ઘરે આવી જતી હતી. આ વાતની જાણ પાડોશીઓએ પત્નીને કરી ત્યારે પતિને રંગે હાથ ઝડપવા માટે તે ઘરે રહી અને ત્યારે જ બધો ભાંડાફોડ થયો હતો. આ દરમિયાન તેના ઘરે સગા ફોઈની દિકરી તેના ઘરે આવી હતી કે જે વિધવા હતી. જેથી તેના પર શંકા ક્યારેન નહોતી ગઈ.

image socure

પહેલાં તો બધું વિશ્વાસ પર ચાલતું હતું. પરંતુ જ્યારે પત્નીએ પોતાના પતિનો મોબાઈલ તપાસ્યો ત્યારે તેમાં ફોટો જોઈને પત્નીને આઘાત લાગ્યો હતો. કારણકે આ પ્રેમિકા બીજુ કોઈ નહીં પણ સગા ફોઈની વિધવા દિકરી હતી, થોડીવાર તો પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને ઉંડો આઘાત લાગ્યો હતો. ત્યારબાદ આ ઘટનાને લઈને પત્નીએ મહિલા હેલ્પલાઈનની મદદ લઇ તમામનું કાઉન્સેલિંગ કર્યું હતું. પરંતુ બંને એકબીજાને છોડવા માટે તૈયાર ન હતા જો કે અનેક સમજાવટ અને કાયદાકીય જાણકારી આપતા સુખદ સમાધાન પણ થઈ ગયું હતું.

image soucre

જો મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો મહિલા હેલ્પલાઈન 181ને આણંદ શહેરમાંથી ફોન આવ્યો હતો કે મારી પતિને બીજી મહિલા સાથે પ્રેમસંબંધ છે અને તે મને છૂટાછેડા આપવા માંગે છે જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી અને મહિલાએ બધી હકીકત જણાવી હતી. તેમનું કહેવું છે કે 7 વર્ષ પહેલાં તેઓના પ્રેમલગ્ન થયા છે અને એક બાળક પણ છે. પતિ-પત્ની સાસુ-સસરાથી અલગ રહી અને નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બંનેની નોકરીનો સમય અલગ અલગ હતો. જેના કારણે એક હાજર હોય તો બીજું ન હોય. એના ફાયદો લઈને આ કાંડ કરવામાં આવ્યો હતો. મહિલાની ગેરહાજરીમાં એક મહિલા દરરોજ ઘરે આવતી હોવાની જાણ પાડોશીઓએ મહિલાને કરી હતી.

image socure

પાડોશીની ફરિયાજ બાદ પત્નીએ એક દિવસ ઘરે જ રહેવાનું નક્કી કર્યું હતું. મહિલાના ઘરે જયારે અન્ય મહિલા આવી તો બીજુ કોઈ નહી પરંતુ તેમની સગા ફોઈની દીકરી જ હતી કે જે વિધવા છે. પરંતુ પહેલા તો કોઈ જ શંકા ન ગઈ કારણ કે સગા ફોઈની દીકરી છે અને આવી હશે એવું માની લીધું. પરંતુ જ્યારે પતિનો મોબાઈલ પત્નીએ તપાસ્યો ત્યારે તેમાં પતિ અને સગા ફોઈની દીકરીના આપત્તિજનક ફોટો જોઈ મહિલાને ઉંડો આઘાત લાગ્યો.

image source

ત્યારબાદ મહિલાએ બંનેને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો જો કે બંને માનવા તૈયાર ન હતા. છેવટે મહિલા હેલ્પલાઇન 181ની તેઓએ મદદ લીધી હતી. ત્યારે હવે આ કિસ્સાની ચારેકરો ચર્ચા થઈ રહી છે અને લોકો પણ કહી રહ્યાં છે કે આ જમાનામાં કોઈનો ભરોસો ન કરાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *