હવે IPLમાં અમદાવાદની આ ટીમ પણ મેદાન ગજવશે, નામ થઈ ગયું નક્કી, આ પહેલાં રાજકોટે રંગ રાખ્યો’તો

વાત કરીએ વર્ષ 2016ની તો ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને બેન કરી દેવામાં આવી હતી ત્યારે રાજકોટને પોતાની ટીમ બનાવવા માટે મોકો આપવામાં આવ્યો હતો જેમાં ગુજરાત લાયન્સ ટીમ બની હતી અને સુરેશ રૈના તેના કેપ્ટન હતા.

image source

ત્યારે હવે ફરી એકવાર ભારતની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાતીઓનો ડંકો વાગવા જઈ રહ્યો છે અને આખું ગુજરાત આ કમાલ જોવાનું છે. કારણ કે આવતા વર્ષથી હવે અમદાવાદની પણ એક ટીમ ટૂર્નામેન્ટમાં રમશે અને તેના પર મહોર વાગી ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

image source

વાત કરીએ વિસ્તારથી તો વર્ષ 2021માં આઈપીએલમાં હવે આઠ નહીં દસ ટીમો રમતી દેખાશે. ભારતીય ક્રિકેટ બોર્ડની બેઠકમાં બે નવી ટીમોને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે આ વર્ષે ભારતની બહાર ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી સારી વાત એ છે કે આઈપીએલમાં નવી બે ટીમોને સામેલ કરવા માટે લીલી ઝંડી મળી ગઈ છે ત્યારે ઘણા બધા લોકો પોતાની ટીમ માટે આગળ દેખાઈ રહ્યા છે પરંતુ સૂત્રો અનુસાર અમદાવાદનું નામ નક્કી મનાઈ રહ્યું છે.

image source

તેમજ ગુજરાત માટે સારી વાત એ છે કે, અમદાવાદનું સરદાર વલ્લભ ભાઈ પટેલ સ્ટેડીયમ એટલે કે મોટેરા સ્ટેડીયમ હવે IPLનું નવમું વેન્યુ હશે. જો કે અમદાવાદ સિવાય બીજી કઈ ટીમને લેવી તેના પર હજુ વિચાર ચાલી રહ્યો છે જેમાં કાનપુર અને લખનૌનું નામ સૌથી વધારે ચર્ચામાં દેખાઈ રહ્યું છે. સૂત્રો અનુસાર અદાણીએ પોતાની ટીમ બનાવવા માટે રસ દાખવ્યો છે આ સિવાય હિરો અને ગોયનકા પણ પોતાની એક ટીમ ખરીદવા માંગે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગુજરાતની એક ટીમ આઈપીએલમાં રમી ચુકી છે. વર્ષ 2016માં જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને બેન કરી દેવામાં આવી હતી ત્યારે રાજકોટને મોકો મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલમાં જ નવું મોટેરા સ્ટેડીયમ બનાવવામાં આવ્યું છે જેમાં એક લાખથી વધુ દર્શકો એક સાથે બેસી શકે છે.

image source

મોટેરા સ્ટેડીયમ વિશે વાત કરીએ તો ક્ષમતાની દ્રષ્ટિથી જોતા આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા મેદાન મેલબોર્ન કરતા મોટું હશે. મેલબોર્ન સ્ટેડિયમની ક્ષમતા આશરે 1 લાખની છે. પરંતુ મોટેરા સ્ટેડિયમની ક્ષમતા 1,10,000ની હશે. અત્યાર સુધી મેદાનની ક્ષમતા 54,000 પ્રેક્ષકોની હતી, હવે એક સાથે 1,10,000 જેટલા લોકો બેસીને મેચ નિહાળી શકશે. જેનો ખર્ચ આશરે રૂપિયા 700 કરોડનો કહેવામાં આવી રહ્યો છે. સમગ્ર સ્ટેડિયમમાં ક્યાંય પિલ્લર નહીં જોવા મળે.

image source

જેના કારણે મેદાનના કોઈ પણ ખૂણામાંથી બેસીને કોઈ પણ વિક્ષેપ વગર પ્રેક્ષકો મેચ જોઈ શકાશે. સ્ટેડિયમમાં 76 જેટલા કોર્પોરેટ બોક્સ પણ બનાવાઈ રહ્યા છે. આ કોર્પોરેટ બોક્સને અલાયદી વ્યવસ્થાઓ સાથે સજ્જ કરવામાં આવી રહ્યા છે તમામ બોક્સમાં ખાવાપીવાની વ્યવસ્થા, વોશરૂમ, સોફાસેટ, ટીવી અને સાથે 20થી 25 જેટલા લોકો એક સાથે બેસીને મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત