વાહ વાહ, અમેરિકા થયું કોરોનામુક્ત, રાષ્ટ્રપતિ બાઇડને ખુદ જાહેરાત કરી કે હવે સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્કની જરૂર નથી

હાલમાં કંઈક એવા સારા સમાચાર સામે આવી રહ્યાં છે કે લોકોમાં ખુશીનો પાર નથી. જો કે આ પહેલા પણ આવા સમાચાર આવી ચૂક્યા છે. ચીન જ્યારે કોરોના મુક્ત થયું ત્યારે કોઈને વિશ્વાસ નહોતો આવતો. કારણ કે આખી દુનિયામાં કોરોનાનું ગલકુ ઘાલનાર પોતે એમ કહે કે અમે કોરોના મૂક્ત થઈ ગયા તો કઈ રીતે વિશ્વાસ આવે.

image source

ત્યારે આજે એક બાજુ દુનિયાના મોટા ભાગના દેશો કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યાં છે ત્યારે અમેરિકાના લોકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકામાં હવે સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ થયેલા લોકો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી નથી.

image source

આ કોઈ સુત્રો દ્વારા આવેલી વાત નથી કે પછી અટકળો નથી. આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ કહી છે. જો કે તેમણે આ સાથે જ કડક શબ્દોમાં એવું પણ કહ્યું છે કે જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું ખુબ જરૂરી છે.

image source

જો બાઈડને તેમની જાહેરાતમાં ખુશી વ્યક્ત કરી છે કે દેશમાં મોટા ભાગના લોકોએ વેક્સિન લઈ લીધી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની કુલ સંખ્યા 33.1 કરોડની છે. https://ourworldindata.org/ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, અમેરિકામાં અત્યારસુધીમાં 26.5 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેમાંથી 12 કરોડ લોકો ફુલી વેક્સિનેટેડ છે. જો કે આ પરિસ્થિતિ પ્રમાણે ભારતનો રેશિયો કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. એક તરફ લોકોની વેક્સિન માટે પડાપડી છે તો બીજી તરફ વેક્સિનનો અભાવ પણ જોવા મળી રહ્યો છે.

જો હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો અત્યારે હાલ અમેરિકાની કુલ વસતિના 36% લોકો ફુલી વેક્સિનેટેડ થઈ ગયા છે, તેથી હવે અમેરિકાની સરકાર દ્વારા તેમને ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોમાં છૂટ આપવામાં આવી છે.

સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના પ્રયત્નોનાં વખાણ પણ કર્યા હતા અને રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે જો તમે સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ થઈ ગયા છો તો તમારે માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. એક વર્ષની મહેનત અને કંઈ કેટલાયની કુરબાની પછી હવે આ નિયમ સિમ્પલ છે કે વેક્સિન લો અથવા તો માસ્ક પહેરો.

image source

બાઈડને આગળ વાત કરી કે અમેરિકાના લોકો માટે આ રાહતના સમાચાર તો છે, પરંતુ સાથે જવાબદારીઓ પણ વધી છે. જેમણે વેક્સિન નથી લીધી તે લોકો માટે કડક નિયમોનું પાલન કરવું હજી એટલું જ જરૂરી છે. અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ જણાવ્યું હતું કે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કર્યા વગર ફરીથી તેમના કામ પર જઈ શકે છે.

જો કે રાજ્ય, સ્થાનિક, આદિવાસી અથવા રાજકીય કાયદાઓ, લોકલ બિઝનેસ અને વર્કપ્લેસ ગાઈડલાઈન્સ પ્રમાણે જ્યાં માસ્ક પહેરવું ફરજિયાત છે ત્યાં માસ્ક પહેરવું પડશે. ત્યારે હવે આ સમાચાર ભારે ચર્ચામાં આવ્યા છે, કારણ કે ઈઝરાયલ પછી આ બીજો એવો દેશ છે કે જે કોરોના મુક્ત થઈ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!