ધો.10ના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન, હવે ધો.12ના વિદ્યાર્થીઓનું શું? કાલે બેઠક

ગુજરાત રાજ્ય સહિત આખા દેશમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસના લીધે ધો. ૧૦માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. ત્યાં જ આવા સમયમાં ધો. ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હજી સુધી પરીક્ષાના આયોજન સંબંધિત કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

image source

ત્યારે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને રાજ્યના મુખ્યમંત્રીની વચ્ચે એક રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠક દરમિયાન ધો. ૧૨ની પરીક્ષાના આયોજન વિષે નિર્ણય લેવામાં આવી શકે છે. સુત્રો તરફથી પ્રાપ્ત થતી જાણકારી મુજબ જુન મહિનાના બીજા સપ્તાહ દરમિયાન ગુજરાત રાજ્યમાં ધો. ૧૨ની પરીક્ષાનું આયોજન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત બોર્ડ તરફથી આયોજિત કરવામાં આવતી ધો. ૧૦ની પરીક્ષાને રદ્દ કરી દઈને ધો. ૧૦માં અભ્યાસ કરી રહેલ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે.

image source

તેમ છતાં હજી પણ ધો. ૧૨માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓની પરીક્ષા વિષે અત્યાર સુધી કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી. ધો. ૧૨ની પરીક્ષા વિષે આવતીકાલના રોજ તા. ૧૫ મે, ૨૦૨૧ શનિવારના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ, શિક્ષણમંત્રી, આરોગ્ય વિભાગ અને રાજ્યના મુખ્યમંત્રીની વચ્ચે એક બેઠક આયોજિત કરવામાં આવશે. આ બેઠક દરમિયાન ધો. ૧૨માં અભ્યાસ કરતા ૫.૫૦ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા વિષે નિર્ણય લેવામાં આવશે.

image source

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, તા. ૧૫ મે, ૨૦૨૧ શનિવારના રોજ આયોજિત થનાર બેઠકમાં જુન મહિનાના બીજા સપ્તાહ દરમિયાન ધો. ૧૨માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓની પરીક્ષાને આયોજિત કરવા વિષે નિર્ણય કરવામાં આવશે. હાલની પરિસ્થિતિમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે જુન મહિના સુધીમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારે ઘટાડો થઈ જશે. તદુપરાંત ધો. ૧૨ની પરીક્ષા અંગે નિર્ણય કરવામાં આવે છે તો ધો. ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે ૨૦ દિવસ કરતા વધારે સમય મળી રહેશે. આવતીકાલના રોજ આયોજિત થનાર બેઠકમાં તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ધો. ૧૨ના વિદ્યાર્થીઓની લેવામાં આવતી પરીક્ષા વિષે નિર્ણય કરવામાં આવી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!