તમે આ રાજ્યોમાં જવાનું વિચારી રહ્યા છો? તો પહેલા જાણી લો આ નવા નિયમો વિશે, નહિં તો પાછા આવવું પડશે ઘરે

આજકાલ દેશમાં કોરોનાવાયરસ સંક્રમણ ચરમસીમાએ છે. દરેક રાજ્યમાં કોરોનાની બીજી લહેરને કારણે, દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. રવિવારે જાહેર થયેલ સત્તાવાર માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 1.52 લાખ નવા કોરોનાના કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં, તેનો ભય સમજી શકાય છે.

લોકોને સામાજિક અંતર અને માસ્ક લગાવવા અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન, મુસાફરો સતત એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કેટલાક રાજ્યોએ અહીં આવનારા અન્ય રાજ્યોના લોકો માટે આરટી પીસીઆર(RT-PCR ) રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે.

કેરળ

image source

જો મહારાષ્ટ્રમાંથી કોઈ કેરળ જાય છે તો તેમણે આરટી પીસીઆર રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. તે તમામ પ્રકારની મુસાફરી માટે લાગુ પડે છે. વિમાનના પેસેન્જરને ફ્લાઇટના ઉડાનના 72 કલાક પહેલા રિપોર્ટ બતાવવો પડેશે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ સરકારે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી આવતા તમામ મુસાફરો માટે કોરોના પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે. આ રાજ્યોના મુસાફરોએ રાજ્યની સરહદો, રેલ્વે સ્ટેશનો અને દહેરાદૂન એરપોર્ટ પર ઉત્તરાખંડમાં પ્રવેશ કરતાં પહેલાં કોરોના પરીક્ષણમાંથી પસાર થવું પડશે.

મહારાષ્ટ્ર

ગુજરાત, દિલ્હી-એનસીઆર, ગોવા, રાજસ્થાન અને કેરળથી મહારાષ્ટ્ર આવતા મુસાફરોએ નેગેટીવ આરટી-પીસીઆર રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. આ તમામ મુસાફરોને લાગુ પડશે. હવાઈ મુસાફરો માટે 72 કલાક પહેલાનો રિપોર્ટ લાવવો જરૂરી છે.

રાજસ્થાન

image source

રાજસ્થાન સરકારે રાજ્યમાં પ્રવેશ કરનારાઓ માટે આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે.

મણિપુર

મહારાષ્ટ્ર અને કેરળથી મણિપુરમાં પ્રવેશતા મુસાફરોએ કોરોના ટેસ્ટ કરાવવો આવશ્યક છે.

મધ્યપ્રદેશ

મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ આવતા લોકો માટે થર્મલ સ્ક્રિનિંગ જરૂરી કરવામા આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગના આદેશમાં અધિકારીઓને કહ્યું છે કે, ભોપાલ, ઈન્દોર, હોશંગાબાદ, બેતુલ, સિઓની, છીંદવાડા, બાલાઘાટ, બરવાની, ખંડવા, ખારગોન, બુરહાનપુર, અલીરાજપુર અને મહારાષ્ટ્રની સરહદે આવેલા જિલ્લાઓમાં જાગૃત રહે.

હિમાચલ પ્રદેશ

image source

હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે કહ્યું કે હાઈ લોડ વાળા સાત રાજ્યોમાં પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આ સલાહ આપવામાં આવે છે કે 16 એપ્રિલ પછી, આ રાજ્યોથી આવતા લોકોએ રાજ્યમાં આવતા પહેલા 72 કલાક પહેલા આરટીપીઆરસી નેગેટીવ રિપોર્ટ લાવવો પડશે.

આસામ

રાજ્યમાં આવતા તમામ મુસાફરો માટે સ્વેબ અથવા એન્ટિજન ટેસ્ટ કરાવવો જરૂરી છે.

જમ્મુ કાશ્મીર

શ્રીનગર પહોંચતા તમામ રાજ્યોના મુસાફરો માટે નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

છત્તીસગઢ

image source

છત્તીસગઢ સરકારે રાજ્યના બહારથી આવતા લોકો માટે જરૂરી કોરોના તપાસનો નેગેટિવ રિપોર્ટ જરૂરી કરી દીધો છે. આ રિપોર્ટ 72 કલાક પહેલાનો હોવો જોઈએ. અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ પર મુસાફરો, ખાસ કરીને દિલ્હી અને મુંબઇથી આવનારા મુસાફરોની કોરોની સ્ક્રિનિંગ સંબંધિત એસઓપીનું કડક પાલન કરવામાં આવે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી છત્તીસગમાં આવતા લોકોને રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને રાજ્યની સરહદો પર તપાસ થવી જોઇએ.

ગુજરાત

ગુજરાતમાં કોરોનાની હાઈ સ્પીડને કાબૂમાં લેવા રાજ્ય સરકારે મહારાષ્ટ્ર સહિતના અન્ય પાડોશી રાજ્યોમાંથી આવતા લોકોને રસ્તાનાઓના માધ્યમથી તપાસવા માટે સીમાઓ પર ચોકીઓ ગોઠવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!