ગુજરાતમાં આ જગ્યા પર અતિભારે વરસાદની આગાહી, NDRFની 15 ટીમ તૈનાત

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની કરવામાં આવી આગાહી, સુરક્ષાના પગલે NDRFની 15 ટીમ તૈનાત

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન ખાતાએ ભારે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે જ્યારે બાકીના વિસ્તારોમાં હળવાંથી લઈને ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે.

image source

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર જાગૃત થઈ ગયું છે. ગુજરાતરાજ્યનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાવચેત થઈ ગયું છે. અને તેથી જ અગમચેતીના ભાગ રૂપે અતિભારે વરસાદની આગાહી વાળા વિસ્તારોમાં NDRFની 15 ટીમો તૈનાત કરવામાં આવી છે.તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

image source

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજા માજા મુકશે. જેમાં દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના લોકો અતિભારે વરસાદનો સામનો કરવો તેવી સ્થિતિ સર્જાશે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સામાન્ય ઝાપટાં પડે તેવી સંભાવના છે.

image source

હવે પછીના 72 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેને લઇને 15 NDRFની ટીમ તૈયાર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાંથી 6 ટીમો સુરતમાં અને વલસાડ, નવસારીમાં 5 ટીમો તૈનાત કરવામાં આવી છે. અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગરમાં 1-1 ટીમ સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે.આ ઉપરાંત વડોદરા હેડક્વાર્ટર પર 4 અને ગાંધીનગરમાં 2 ટીમ સ્ટેંડ ટુ રખાઈ છે.

image source

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, ડાંગ, દાદરાનગર હવેલી, સુરત, નવસારી તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવમાં અતિભારે તો નર્મદા, તાપી, પોરબંદર, જામનગર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

image source

શનિવારે અમરેલી, ગીર સોમનાથમાં અતિભારે, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, દીવ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ છે.તમને જણાવી દઈએ કે આ વર્ષે રાજ્યમાં ચોમાસુ દર વર્ષ કરતા વહેલું બેઠું હતું અને એટલું જ નહીં અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝનનો 35 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. એમાંય સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વર્ષે ઘણો સારો વરસાદ થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત