રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને બધાને ચોંકાવી દીધા, કહ્યું- આ બધા તાનાશાહોનાં નામ Mથી જ કેમ શરૂ થાય છે?

આપણા દેશમાં પક્ષ વિપક્ષ એકબીજા પર કોમેન્ટ કરતાં રહે છે અને પ્રહારો કરતા રહે છે. ક્યારે શાસક પક્ષ તો ક્યારેક વિપક્ષ ટીકા ટિપ્પણીને લઈ ચર્ચામાં આવતા હોય છે. ત્યારે હવે ફરી એકવાર કંઈક આવું જ જોવા મળ્યું છે અને રાહુલ ગાંધીનું ટ્વીટ વાયરલ થયું છે. તો આવો જાણીએ કે રાહુલ ગાંધીએ શું ટ્વીટ કર્યું અને એના ચર્ચામાં આવવાનું કારણ શું છે. તો કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ બુધવારે ફરી કેન્દ્ર સરકાર પર ઈશારા-ઈશારામાં આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર અકાઉન્ટ પર લિસ્ટ જાહેર કરીને લખ્યું છે કે આટલા બધા તાનાશાહોનાં નામો Mથી કેમ શરૂ થાય છે.

image source

ખરેખર બન્યું એવું કે રાહુલ ગાંધીએ ટ્વીટ પર એક લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં રાહુલ ગાંધીએ વિશ્વના ઘણા તાનાશાહોનાં નામનો ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં એફ. માર્કોસ (પેલેસ્ટાઈન), બી મુસોલિની (ઈટાલી), એસ. મિલોસેવિક (સર્બિયા), હુસ્ની મુબારક (મિસ્ર), મોબુતુ (કાંગો), મિશેલ મિકોમબેરો (બરુંડી), પરવેશ મુશરર્ફ (પાકિસ્તાન)ના નામ સામેલ કર્યાં છે. આ દિવસોમાં રાહુલ ગાંધી તરફથી કૃષિ કાયદાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. દિલ્હીની સીમાઓ પર પોલીસ દ્વારા બેરિકોડિંગ કરવામાં આવી રહ્યું છે. એ વિશે પણ રાહુલ ગાંધીએ સરકાર સામે સવાલ ઊભા કર્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દિલ્હીની બોર્ડર પર સિમેન્ટથી બેરિકોડિંગ કરવામાં આવી રહ્યું છે, રસ્તા પર ખિલ્લા પાથરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી તરફથી કહેવામાં આવ્યું છે કે સરકારે પુલ બનાવવા જોઈએ, દીવાલો નહીં. કૃષિ કાયદા સિવાય ચીન મુદ્દે અર્થવ્યવસ્થા સહિત ઘણા અન્ય મુદ્દા પર પણ કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે અને કોઈની વાત ના સાંભળવી અને ચર્ચા નહિ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે રાહુલ ગાંધીનું આ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે તો વળી ભાજપના લોકો તેને રિટ્વીટ કરીને પણ પોતાની વાત સામે રાખી રહ્યા છે.

image source

કૃષિ કાયદાનો વિરોધ હાલમાં મોટા પાયે કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો આકરા પાણીએ છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોથી આવેલા ખેડૂતો ખેતી સાથે જોડાયેલા ત્રણ કાયદાને લઈને દિલ્હીની ઉત્તર પ્રદેશ-હરિયાણા સાથે જોડાયેલી સીમાઓ પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે કાયદાઓને લઈને વાતચીત થઈ છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી.

image source

આ સાથે જ કાયદા વિશે જો થોડી વાત કરીએ તો આ કાયદામાં અનાજ, કઠોળ, ઑઇલસીડ, ખાદ્ય તેલ, ડુંગળી અને બટેટાંને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હઠાવવાનો અર્થ એ થયો કે માત્ર યુદ્ધ જેવી ‘અસાધારણ પરિસ્થિતિઓ’ને બાદ કરતાં હવે મનફાવે એટલો સ્ટૉક રાખી શકાશે. આ કાયદાથી ખાનગી સેક્ટરનો કૃષિ ક્ષેત્રમાં ડર ઓછો થશે કારણ કે અત્યાર સુધી વધુ પડતા કાયદાકીય હસ્તક્ષેપના કારણે ખાનગી રોકાણકારો આ ક્ષેત્રમાં આવતાં ગભરાતાં હતા. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધશે, કોલ્ડ સ્ટોરેજ અને ફૂડ સપ્લાઈ ચેઇનનું આધુનિકીકરણ થશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ક્યારે આ નિવારણ આવે છે અને ખેડૂતોના કાયદા પરત ખેંચાય છે કે પછી કોઈ સુધારો લાગુ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત