અનલોક થતા જ આ રાજ્યમાં ફરવા માટે લોકોની લાગી લાંબી લાઇનો, તમે પણ સસ્તામાં ફરી લો અહિંયા

જે લોકો હરવા ફરવાના શોખીન છે તેઓ હંમેશા એવી જગ્યાઓની શોધમાં રહે છે જ્યાં તેઓ પોતાનો સારો સમય વિતાવી શકે. પરંતુ કોરોના મહામરીને કારણે પર્યટકો લાંબા સમય સુધી તેમના ઘરોમાં બંધ રહ્યા હતા. જો કે હવે આ મહામારીની પકડ હળવી થતા દેશના અનેક રાજ્યોમાં લગાવવામાં આવેલ લોકડાઉનમાં રાહત અપાઇ રહી છે. એટલે પર્યટકો પણ હવે પોતાની ફેવરિટ જગ્યાઓએ ફરવા માટે નીકળવાની તૈયારી કરી રહ્યા છે. આ અંતર્ગત હિમાચલ પ્રદેશ બાજુ પણ પર્યટકો જઈ રહ્યા છે અને કોરોના કાળના લોકડાઉનનો કંટાળો દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશ પર્યટકો માટે એક ખુબસુરત રાજ્ય છે અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે.

image source

જો તમે પણ હિમાચલ પ્રદેશમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો અહીં અમે તમને અમુક એવી જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે ફરવા જઈ શકો છો..

મનાલી

image source

તમે હિમાચલ પ્રદેશમાં સ્થિત મનાલી ફરવા માટે જઈ શકો છો. અહીં તમને મિત્રો સાથે ફરવા જવાની ખૂબ મજા આવશે. અહીં ફરવા માટે ઘણી જગ્યાઓ છે જેમાં જોગીની વોટર ફોલ્સ, રોહતાંગ પાસ, સોલાંગ વેલી અને ગ્રેટ હીમાલયન નેશનલ પાર્ક આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. મનાલી આવતા પર્યટકો ઉપરોક્ત ચાર જગ્યાઓએ અવશ્ય જાય છે.

ધર્મશાળા

image source

ધર્મશાળા હિમાચલ પ્રદેશમાં આવેલા કાંગડા જિલ્લામાં સ્થિત છે અને આ પ્રમુખ ફરવાલાયક જગ્યા પણ છે. અહીં આવીને તમે પ્રસિદ્ધ ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમ, યુદ્ધ સ્મારક, ડલ તળાવ, ત્રીયુંડ ધર્મશાળા જેવી જગ્યાઓએ ફરવા જઈ શકો છો. એ સિવાય તમે કાંગડા જિલ્લામાં પણ ફરવા માટે જઈ શકો છો જ્યાંનો ઇતિહાસ ઘણો જૂનો છે. દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ધર્મશાળા ફરવા આવે છે.

શિમલા

image source

શિમલા ખાતે પણ દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. ખાસ કરીને લોકડાઉનમાં છૂટછાટ બાદ અહીં લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અહીં તમે મોલ રોડ, ચૈલ, કૂફરી, નારકંડા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સડ સ્ટડી વગેરે ફરવાલાયક જગ્યાઓએ જઈ શકો છો. અહીંના મોલ રોડ પર તમને સમય વિતાવવો ખૂબ ગમશે અને સાથે જ તમે અહીં યાદગાર તસવીરો પણ ક્લિક કરાવી શકો છો.

મૈક્લોડગંજ

image source

મૈક્લોડગંજ પણ ફરવા માટે એક સારી જગ્યા છે. અહીં તમે તિબબતી સંસ્કૃતિને નજીકથી નિહાળી શકો છો. એ સિવાય તમે અહીં ભાગસુ ફોલ્સ અને ટ્રાયંડ મૈક્લોડગંજ જ્યાં તમે કેમ્પિંગનો પણ આનંદ લઈ શકો છો અને ફરવા જઈ શકો છો. સાથે જ અહીંનું વાતાવરણ પણ આહલાદક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!