અમદાવાદના 6 વર્ષના બાળકે એવું કારનામું કર્યું કે વિશ્વના એન્જિનિયરો પણ ચોંકી ગયા, આ બાબતે બનાવ્યો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદમાં રહેતા એક ૬ વર્ષના બાળકે કર્યું એવું કામ કે, દુનિયાના એન્જીનીયર્સ પણ નવાઈ પામી જાય છે, ઉપરાંત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું.

image source

સામાન્ય રીતે ૬ વર્ષની ઉમર ધરાવતા બાળકો મુશ્કેલીથી ABCD અને 1 to 100 જેટલું જ શીખી શકે છે. પરંતુ ત્યાં જ અમદાવાદમાં રહેતા ૬ વર્ષની ઉમર ધરાવતા અરહમ ઓમ તલસાનિયાને એવું કામ કરી દીધું છે કે, તેના આ કામથી મોટા મોટા સોફ્ટવેર એન્જીનીયર્સ પણ અચરજ પામે છે.

-અમદાવાદમાં રહેતા અરહમ ઓમ તલસાનિયાએ દુનિયાના એન્જીનીયર્સને અચરજમાં મૂકી દીધા.

-અમદાવાદનો ૬ વર્ષનો અરહમ ઓમ તલસાનિયા બની ગયો છે દુનિયાનો સૌથી નાની ઉમર ધરાવતા કોમ્પ્યુટર પ્રોગ્રામર.

-શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ ભાષા પરીક્ષા ક્લિયર કરી લે છે અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ રચી દે છે.

image source

અમદાવાદમાં રહેતા એક ૬ વર્ષના બાળકે કોમ્પ્યુટરની દુનિયામાં એવું કામ કરી બતાવ્યું છે જેના લીધે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. અરહમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાના સૌથી યુવાન કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે નોંધવામાં આવ્યું છે.

શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ ભાષા પરીક્ષાને ક્લિયર કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો.

image source

અરહમ ઓમ તલસાનિયાએ ફક્ત ૬ વર્ષની ઉમરમાં જ શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ ભાષાની પરીક્ષાને ક્લિયર કરી લીધી છે અને પોતાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. અરહમ ઓમ તલસાનિયાએ તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ માઈક્રોસોફ્ટ કંપનીએ અધિકારીક રીતે પિયર્સન વ્યુ ટેસ્ટ સેન્ટરમાં પાયથન પ્રોગ્રામિંગ ભાષા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ પરીક્ષામાં ઘણા બધા એન્જીનીયર્સ પણ પરીક્ષા આપવા માટે આવ્યા હોય છે પરંતુ તેમના દ્વારા આ પરીક્ષાને ક્રેક કરવી ઘણી મુશ્કેલ હોય છે પરંતુ અરહમ ઓમ તલસાનિયાએ આ પરીક્ષાને ક્લિયર કરી લીધી છે.

અરહમ તલસાનિયા ૧૦૦૦ માંથી ૯૦૦ પોઈન્ટ પ્રાપ્ત કર્યા છે.

image source

અરહમ તલસાનિયાએ પાકિસ્તાન મૂળના બ્રિટીશના સાત વર્ષના મુહમ્મદ હમઝા શહઝાદનો પહેલાનો રેકોર્ડ તોડી દીધો છે. એક પરીક્ષામાં જ્યાં ઉમેદવારને પ્રતિષ્ઠિત પ્રમાણ પત્ર મેળવવા માટે ૧૦૦૦ માંથી ૭૦૦ પોઈન્ટ પ્રાપ્ત કરવા આવશ્યક હતા, અરહમએ આ પરીક્ષામાં ૧૦૦૦ માંથી ૯૦૦ પોઈન્ટ પ્રાપ્ત કર્યા હતા અને અરહમ તલસાનિયાને માઈક્રોસોફ્ટ ટેકનોલોજી એસોસિએટ તરીકે માન્યતા પ્રાપ્ત કરી લીધી છે.

અરહમ તલસાનિયાના માતા- પિતા એન્જીનિયર છે.

ગુજરાતના અમદાવાદ શહેરમાં રહેતા અરહમ તલસાનિયાના પિતા ઓમ તલસાનિયા પોતે એક સોફ્ટવેર એન્જીનિયર છે અને અરહમ તલસાનિયાના માતા તૃપ્તિ તલસાનિયા લેકચરર અને એન્જીનિયર છે. તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૦ નો દિવસ અરહમ ઓમ તલસાનિયાના માતા-પિતા માટે ગૌરવપૂર્ણ દિવસ સાબિત થયો હતો કેમ કે, તેમનો ૬ વર્ષનો દીકરો અરહમ વિશ્વનો સૌથી નાની ઉમર ધરાવતો કોમ્પ્યુટર પ્રોગ્રામર બની ગયો હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

image source

અરહમ તલસાનિયા અંદાજીત બે વર્ષની ઉમરથી જ કોમ્પ્યુટર પ્રત્યે લગાવ થઈ ગયો હતો. જે આગળ જતા વધતો જ ગયો. જયારે અરહમના પિતા ઘરેથી કામ કરતા હતા ત્યારે અરહમ પોતાના પિતા પાસેથી ઘણી બધી વસ્તુઓ શીખતા હતા. ત્યાર પછી અરહમએ પોતાના પિતા સમક્ષ જાતે જ વિડીયો ગેમ બનાવવાની ઈચ્છા દર્શાવી. દીકરાની કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ જોઈને સમજી ગયા જાય છે અને અરહમ ઘણી બધી વસ્તુઓ ખુબ જ જલ્દી શીખી રહ્યો હતો ત્યારે અરહમના પિતા ઓમ તલસાનિયાએ અરહમ પાસે માઈક્રોસોફ્ટની પરીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત