રિતેશ દેશમુખના દિવાળી સ્પેશિયલ કપડાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જોઇ લો વિડીયોમાં મમ્મીની જૂની સાડીનો કેવી રીતે કર્યો ઉપયોગ

આ વર્ષ કોરોનાને કારણે બોલિવૂડમાં પાર્ટીનું આયોજન થયું નથી. નોંધનિય છે કે દિવાળી પર દર વર્ષે બોલિવૂડમાં ભવ્ય પાર્ટીનું આયોજન થતું. હોય છે અને તેમા મોટા મોટા સ્ટાર્સ સાંમેલ થતા હોય છે, આ વર્ષ બોલિવૂડ સ્ટાર્સ ઘરમાં જ અને ફેમિલી સાથે ટાઈમ પસાર કરી રહ્યા છે. દિવાળી નિમિત્તે ફેન્સ તેમજ બોલિવૂડ સ્ટાર્સ પણ ભારે ઉત્સાહમાં છે. સેલેબ્સ આ પ્રસંગે તેમના ફોટા શેર કરી રહ્યાં છે અને એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. આ જ અરસામાં બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે પણ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હંમેશાની જેમ તેની સ્ટાઈલ અન્ય લોકો કરતા અલગ છે. વીડિયોમાં રિતેશ દેશમુખ તેના બે બાળકો સાથે કુર્તા-પાયજામાં પહેરેલો જોવા મળી રહ્યો છે. પરંતુ ખાસ વાત એ છે કે આ કપડાં તેની મમ્મીની જૂની સાડીમાંથી બનાવવામાં આવ્યા છે. આ અંગે ખુદ રિતેશ દેશમુખ વીડિયોમાં માહિતી આપી છે.

મમ્મીની જૂની સાડીમાંથી બાળકો માટે દિવાળીના નવા કપડાં

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd)

દિવાળીના અવસરે રિતેશ દેશમુખે આ વીડિયોને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તેની માતા હવામાં સાડી લહેરાવી રહી છે. અને રિતેશ દેશમુખ અને તેના બાળકો એક સમાન રંગના કપડા પહેરેલા જોવા મળે છે. વીડિયો શેર કરતા અભિનેતાએ લખ્યું: મમ્મીની જૂની સાડીમાંથી બાળકો માટે દિવાળીના નવા કપડાં. દિવાળીની શુભકામના.

આ રીતે આપ્યા અભિનંદન

image source

શાહરૂખની પુત્રી સુહાનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભાઈ અબરામ સાથે થ્રોબેક પિક શેર કરી છે. આ 2018 ની દિવાળીની તસવીર છે. આમાં સુહાના તેના નાના ભાઈને કિસ કરતી જોવા મળી રહી છે. સુહાના બ્લુ-સિલ્વર સાડીમાં છે અને અબરામ બ્લેક શેરવાનીમાં જોવા મળી રહ્યો છે.

બોલિવૂડના કલાકારોએ આપી શુભકામના

image source

રિતેશના આ વીડિયો પર ઉર્મિલા માટોંડકર, અમૃતા ખાનવિલકર, દીપશિખા દેશમુખ અને અન્ય અનેક હસ્તીઓએ પ્રતિક્રિયા આપી હતી અને દિવાળી પર દેશમુખ પરિવારને અભિનંદન આપ્યા હતા. રિતેશ ઉપરાંત સલમાન, શાહરૂખ, દીપિકા, રણબીર, અનુષ્કા, કિયારા અડવાણી અને બોલિવૂડના અન્ય કલાકારોએ પોતાની શૈલીમાં ચાહકોને દિવાળીની શુભકામનાઓ આપી છે.

રિતેશ દેશમુખની બગડેલ સમજતી હતી જેનેલિયા ડિસુઝા :

image source

મીડિયા રિપોર્ટસની માનીએ તો, શરૂઆતમાં અભિનેત્રી જેનેલિયા ડીસુઝાને લાગ્યું હતું કે, રિતેશ દેશમુખ મુખ્યમંત્રીના દીકરા હોવાના કારણે બગડેલ અને ઘણા નખરા બતાવતા હશે.આ જ કારણથી જેનેલિયા ડિસુઝા જ્યારે પણ રિતેશ દેશમુખની સામે આવતા ત્યારે જેનેલિયા એટીટ્યુડ બતાવતી. નવ વર્ષ સુધી જેનેલિયા ડિસુઝા અને રિતેશ દેશમુખ વચ્ચે ચોરી છુપી લવ અફેર ચાલી રહ્યું હતું. બંનેએ કોઈને કાનો કાન ખબર પણ પડવા દીધી હતી નહિ. ત્યાર બાદ બંનેએ નવ વર્ષ પછી તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૧૨માં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝાના લગ્ન હિન્દૂ વિધિ વિધાન અને ક્રિશ્ચિયન રીત મુજબ એમ બંને રીત પ્રમાણે લગ્ન કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત