કંટાળાને ચપટીમાં દૂર કરવા ઘરે રહીને સાંભળો અરજીત સિંઘના આ 10 ગીતો

પોતાની મધુર અવાજથી લાખો લોકોના દિલ જીતનાર પ્રસિદ્ધ ગાયક અરીજીત સિંઘ પોતાના જન્મ દિન ૨૫ એપ્રિલના રોજ મનાવે છે. અરીજીત સિંઘનો જન્મ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ શહેરમાં થયો હતો. તેમના પિતા પંજાબી છે જયારે માતા બંગાળી છે. અરીજીત સિંઘે પોતાના કરિયરની શરુઆત વર્ષ ૨૦૦૫માં સિંગિંગ રીયાલીટી શો ફેમ ગુરુકુળથી કરી હતી. ત્યાર પછી તેમણે બોલીવુડમાં એક થી એક ચઢીયાતી ફિલ્મોમાં પોતાના ખુબસુરત ગીતોથી ચર્ચાના રહ્યા. જન્મ દિનના અવસર પર આજે અમે આપને અરીજીત સિંઘના શાનદાર ગીતો સાથે એક નાની મુલાકાત કરાવીશું.

ગીત- બેખ્યાલી

આ ગીત ગયા વર્ષે રીલીઝ થયેલ ફિલ્મ ‘કબીર સિંહ’નું છે. આ ગીતને અભિનેતા શાહિદ કપૂર પર ફિલ્માવામાં આવ્યું છે. અરીજીત સિંઘના અવાજમાં ‘બેખ્યાલી’ ગીત દર્શકોએ ખુબ પસંદ કર્યું.

ગીત- ‘ચાહું મેં યા ના’

આ ગીતને અરીજીત સિંઘે ફિલ્મ ‘આશિકી-૨’ માટે ગાયું હતું. આ ફિલ્મ વર્ષ ૨૦૧૩માં રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આ ગીતને અભિનેતા આદિત્ય રોય કપૂર અને શ્રધ્ધા કપૂર પર ફિલ્માવામાં આવ્યું છે.

ગીત- ‘ખૈરિયત પૂછો’

આ ખુબસુરત ગીત ગયા વર્ષે રીલીઝ થયેલ ફિલ્મ ‘છીછોરે’નું છે. આ ગીતને ‘છીછોરે’ ફિલ્મમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને શ્રધ્ધા કપૂર પર ફિલ્માવામાં આવ્યું છે.

ગીત – ‘તેરા યાર હું મેં’

અરીજીત સિંઘનું આ ગીત કાર્તિક આર્યન અને સની સિંહની ફિલ્મ ‘સોનું કે ટીટુ કી સ્વીટી’નું છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૮માં રીલીઝ થઈ હતી. આ ગીતને આ બન્ને અભિનેતાઓ પર ફિલ્માવામાં આવ્યું છે.

ગીત – ‘ચન્ના મેરે આ’

અરીજીત સિંઘનું આ ગીત વર્ષ ૨૦૧૬માં રીલીઝ થયેલ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ નું છે. ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં અભિનેતા રણબીર કપૂર પર ફિલ્માવામાં આવ્યું છે.

ગીત – ‘તુઝે કિતના ચાહને લગે હમ’

અરીજીત સિંઘનું આ ગીત ગયા વર્ષે રીલીઝ થયેલ ફિલ્મ ‘કબીર સિંહ’નું છે. આ ગીતને અભિનેતા શાહિદ કપૂર પર ફિલ્માવામાં આવ્યું છે. અરીજીત સિંઘના અવાજમાં ‘તુઝે કિતના ચાહને લગે હમ’ ગીત દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે.

ગીત – ‘બીન્તે દિલ’

અરીજીત સિંઘનું આ ગીત ‘બીન્તે દિલ’ વર્ષ ૨૦૧૮માં રીલીઝ થયેલ ફિલ્મ ‘પદ્માવત’નું છે. આ ગીતને ફિલ્મ ‘પદ્માવત’માં અભિનેતા રણવીર સિંહ પર ફિલ્માવામાં આવ્યું છે.

ગીત – ‘આજ સે તેરી ગલીયા’

આ ખુબસુરત ગીત ફિલ્મ ‘પેડમેન’નું છે. આ ગીતને ફિલ્મ ‘પેડમેન’માં અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી રાધિકા આપ્ટે પર વર્ષ ૨૦૧૮માં ફિલ્માવામાં આવ્યું છે.

ગીત – ‘યે લમ્હા જો ઠહરા હૈ’

આ ગીત ફિલ્મ ‘એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી’નું છે. ફિલ્મ ‘એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને દિશા પાટની પર ફિલ્માવામાં આવ્યું છે. ફિલ્મ ‘એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’ વર્ષ ૨૦૧૬માં રીલીઝ થઈ હતી.

ગીત – ‘મેં ફિર ભી તુમકો ચાહુંગા’

અરીજીત સિંઘનું આ ગીત વર્ષ ૨૦૧૭માં રીલીઝ થયેલ ફિલ્મ ‘હાફ ગર્લ ફ્રેન્ડ’નું છે. ફિલ્મ ‘હાફ ગર્લ ફ્રેન્ડ’માં આ ગીત અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી શ્રધ્ધા કપૂર પર ફિલ્માવામાં આવ્યું છે.