આ સિંગરની આર્થિક સ્થિતિ થઈ ગઈ છે એવી કે નથી રહ્યું રહેવા માટે ઘર, જાણો કઈ મુશ્કેલીઓનો કરી રહી છે સામનો

બોલિવુડના જાણીતા ગીત ઇતની શક્તિ હમેં દેન દાતાને ગાનારી સિંગર પુષ્પા પગધરે હાલના દિવસોમાં ખૂબ જ ગરીબી અને લાચારીમાં પોતાનું જીવન પસાર કરી રહી છે. પુષ્પાની ઉંમર 80વર્ષ થઈ ચુકી છે અને હાલ એ એક એક પૈસા માટે તળવળી રહી છે.

બૉલીવુડ ફિલ્મોમાં એવા ગીતોની વાત કરવામાં આવે જેને ઘણી પેઢીઓએ સાંભળ્યું હોય તો એમાંથી એક ફિલ્મ અંકુશનું ગીત ઇતની શક્તિ હમેં દેન દાતાને જરૂર ગણવામાં આવે છે. આ ગીત એટલું પોપ્યુલર થયું કે ઘણી સ્કૂલોમાં પ્રેયર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. યુટ્યુબ પર જ્યારે તમે આ ગતિને સર્ચ કરશો તો ફક્ત ઉપરની ત્રણ લિંક પર તમને 2 કરોડ 70 લાખ, 90 લાખ 50 હજાર અને 20 લાખ 40 હજાર વ્યુઝ દેખાશે જે કુલ મળીને 3 કરોડ 90 લાખ થાય છે. આ ગીતને સિંગર પુષ્પા પગધરેએ એમનો અવાજ આપ્યો હતો. આજે એટલા ફેમસ ગીતને ગાનારી પુષ્પા એક એક પૈસા માટે વલખા મારી રહી છે.

રોયલ્ટીનો એક રૂપિયો પણ નથી મળ્યો.

જો પુષ્પા પગધરેના આ ફેમસ ગીતના એક વ્યુ પર એમને એક રૂપિયો પણ આપવામાં આવે તો આ રકમ કરોડોમાં થઈ જશે પણ હકીકત એ છે કે પુષ્પા રાજ્ય સરકાર તરફથી દર મહિને મળતા પેંશન માટે પણ મહેનત કરી રહી છે..પુષ્પાને રાજ્ય સરકાર તરફથી 3150 રૂપિયાની નાની રકમ મળે છે અને એ પણ સમયે તો નથી જ આવતી. છેલ્લા 35 વર્ષમાં એક પણ મ્યુઝિક કંપનીએ રોયલ્ટી તરીકે પુષ્પાને એક રૂપિયો પણ નથી આપ્યો. હવે 80 વર્ષની પુષ્પા ખૂબ જ ગરીબીમાં માહિમના મચ્છીમાર કોલોનીમાં રહે છે અને પોતાના સગાઓ પાસે મદદ માંગી રહી છે.

એ વિશે જણાવતા પુષ્પએ કહ્યું કે મારા અમુક સગા છે જે જરૂરત પડે ત્યારે મારી મદદ કરે છે..મને મારા ગીતો માટે રોયલ્ટી પણ નથી મળતી. હું સંપૂર્ણપણે બીજા પર નિર્ભર છું અને સરકાર તરફથી પણ કોઈ મદદ નથી મળતી. સરકારને અમારા જેવા કલાકારો પર ધ્યાન આપવું જોઈએ જે ગરીબીમાં એકલા જીવન વિતાવી રહ્યા છે. પુષ્પાએ વર્ષ 1989માં સરકાર પાસે એક ઘર આપવાની માંગણી કરી હતી પણ છેલ્લા 32 વર્ષમાં આ માંગ પણ પુરી નથી થઈ.

બહુ ઓછા લોકો જાણે છે કે પુષ્પાએ રાજ ઠાકરેના પિતા શ્રીકાંત ઠાકરેએ લખેલા ગીતો પણ ગાયા છે. એમને પોતાના ગાયેલા કોઈપણ ગીત માટે રોયલ્ટી નથી મળી રહી.પુષ્પાએ કહ્યું કે મેં મોહમ્મદ રફી સાથે ગીત અગા પોરી સંભાલ દરયાલા તુફાના આલે ગાયું હતું જે ખૂબ જ પોપ્યુલર થયું હતું. આ ગીત માટે મને ત્યાં સુધી રોયલ્ટી મળી જ્યાં સુધી એચએમવી મ્યુઝિક લેવલ ચાલતું રહ્યું. એ પછી મને કોઈ રોયલ્ટી નથી મળી. જો મને રોયલ્ટી પણ મળતી રહે તો હું મારું ધ્યાન રાખી શકું છું.

પુષ્પા પગધરેને સિગિંગ રિયાલિટી શો જોવાનું ગમે છે પણ હવે એ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કોઈના સંપર્કમાં નથી. એમને કહ્યું કે આજકાલ સિંગરસમે ઘણા સારા પૈસા મળે છે પણ અમારા સમયમાં જે પણ પ્રોડ્યુસર વિચારી લેતા હતા એટલા જ પૈસા મળતા હતા. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ઇતની શક્તિ હમેં દેન દાતા માટે એમને કેટલા પૈસા મળ્યા હતા તો એના જવાબમાં એમને કહ્યું કે મ્યુઝિક કંપોઝર કુલદીપ સિંહ એ સમયે નવા હતા અને એમને ફિલ્મ અંકુશમાં બ્રેક મળ્યો હતો. મને એ ગીત મટે 250 રૂપિયા મળ્યા હતા અને આજે આ ગીત ઘણા બધા મંત્રીઓ અને રાજનેતાઓની રિંગટોન છે પણ કોઈપણ આ ગીતને ગાનારી સિંગરની જરૂરતો તરફ ધ્યાન નથી આપી રહ્યું. પુષ્પાએ કહ્યું કે એમને આજે પણ એક ઘરની જરૂરત છે જે એમની પાસે નથી.