તસવીર આવી સામે, સુશાંતની મોત બાદ જાણો કોની પાસે છે ડોગ ફઝ…

સુશાંત બાદ તેના પિતાની સૌથી નજીક આવ્યો તેનો ડોગી ફઝ, તસ્વીર જોઈ તમારું હૃદય પણ ભીનું થઈ જશે

સુશાંતસિંહ રાજપૂતે આ દુનિયામાંથી વિદાય લીધી તેને એક મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. સોશિયલ મિડિયા પર સુશાંતની ઘણી બધી તસ્વીરો તેમજ વિડિયો હાલ વાયરલ થઈ રહી છે,કેટલીક જૂની છે તો વળી કેટલીક નવી છે. તેમાં કેટલીક એવી તસ્વીરો તેમજ વિડિયો પણ સામે આવ્યા છે, જેને જોયા બાદ ફેન્સ પોતાની આંખોમાંના આંસુને રોકી નથી શકતા.

image source

સુશાંતના ગયા બાદ તેના પિરવાર પર દુઃખનો પહાડ તુટી પડ્યો છે તેના ફેન્સ આજે પણ તેટલા જ દુઃખી છે પણ આ બધા સાથે એક અબોલ પ્રાણી પણ સુશાંતના જવાથી દુઃખી થયી ગયું છે, જે બોલી તો નથી શકતું પણ માલિકના ગયા બાદ દુઃખમાં પોતાના આંસુને નથી રોકી શકતું, સુશાંતના ગયા બાદ તેમનો પાલતુ ડોગી ફઝ રડતો જોવામાં આવ્યો હતો. હાલમાં જ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી, જેમા ફઝ સુશાંતના પિતા કેકે સિંહની નજીક દેખાઈ રહ્યો છે.

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ એક્ટરનું તેમના ડોગી સાથેનું બોન્ડિંગ સામે આવ્યું. કેટલીએ વિડિયો સામે આવી, જેમાં સુશાંત ફઝની સાથે રમતો જોઈ શકાય છે. સુશાંતના મૃત્યુ બાદ તેમનો પરિવાર ફઝને પોતાની સાથે પટના લઈ ગયો હતો.

 

View this post on Instagram

 

Good grief after the news came that #SushantSingRajput doggy Fudge has been shifted to Patna and living with his family 👍❤

A post shared by Viral Bhayani (@viralbhayani) on

હાલમાં જ તેમની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસ્વીર શેર કરી છે જેમાં તેણીના પિતા ફઝ સાથે રમી રહ્યા છે. સુશાંતની બહેન શ્વેતાએ આ તસ્વીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, ‘ડેડ વિથ ફઝ’

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

સુશાંત સિંહને પોતાના કૂતરાથી ખૂબ પ્રેમ હતો તે અવારનવાર તેની સાથે મસ્તી કરતાં જોવા મળતા હતા. ઘણી બધી મિડિયા રિપોર્ટમાં કહેવામાં આયું છે કે સુશાંતના મૃત્યુ બાદ તેના કૂતરાએ ખાવા પીવાનું સાવજ ઓછું કરી દીધું હતું. પણ હાલ જે તાજી તસ્વીર સામે આવી છે તેને જોતાં એવુ લાગી રહ્યું છે કે ધીમે ધીમે ફઝ પોતાના માલિકને ખોવાના દુઃખમાંથી બહાર આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સૌથી પહેલા બિગબોસ સ્ટાર મનવીર ગુજરે સુશાંતના ડોગની તસ્વીરો શેર કરી હતી, જેમાં ફઝ ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યો હતો. તે તસ્વીર શેર કરતા તેમણે લખ્યુ હતું, ભાઈ સુશાંત કોઈ બીજું નહીં પણ આ તો આજે પણ તમારી કદર કરે છે.

image source

સુશાંતના મૃત્યુ બાદ સુશાંતના કૂતરાની એક તસ્વીર વાયરલ થઈ હતી જેમાં તે સુશાંતની તસ્વીરને ફોન પર જોઈને ઉદાસ વદને બેઠો હતો અને તેને ચાંટતો રહેતો હતો. આજે મૃત્યુના આટલા સમય બાદ હજુ પણ સુશાંતના કેસની તપાસ ચાલુ જ છે. અને ઘણી બધી નામી હસ્તીઓની પુછપરછ કરવામા આવી છે. હવે આ કેસ શું વણાંક લેશે તે કહી શકાય તેમ નથી. પણ હાલ તો પોલીસ તપાસ જ કરી રહી છે.

Source: News18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત