CBI ના પૂર્વ ડાયરેક્ટર અશ્વિની કુમારે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી, આત્મહત્યાની પાછળનું કારણ અકબંધ, નાગાલેંડના પણ હતા ગવર્નર

નાગાલેન્ડ અને મણિપુરના રાજ્યપાલ રહી ચૂકેલા સીબીઆઈના પૂર્વ નિર્દેશક અશ્વિની કુમારે કરી આત્મહત્યા, પોલીસને મળી સુસાઇડ નોટ.

નાગાલેન્ડ અને મણિપુરના પૂર્વ રાજ્યપાલ અને સીબીઆઈના પૂર્વ નિર્દેશક 70 વર્ષના ડોકટર અશ્વિની કુમારે બુધવારે સીમલાના બ્રાક હાસ્ટમાં આવેલ પોતાના નિવાસસ્થાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સીમલાના એસપીએ જણાવ્યું છે કે મણિપુર અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ સીબીઆઈ નિર્દેશક અશ્વિની કુમાર પોતાના નિવાસસ્થાને ફાંસીના ફંદે લટકેલા મળ્યા હતા.

image source

સીમલાના એસપી મોહિત ચાવલાના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળેથી સ્થાનીય પોલીસે એક સુસાઈટ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટમાં જિંદગીથી કંટાળીને હવે પછીની યાત્રા પર નીકળવાની વાત કહેવામાં આવી છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

image source

સીબીઆઈના પૂર્વ નિર્દેશક આઇપીએસ અધિકારી અશ્વિની કુમારે આ રીતનું ભયાનક પગલું કેમ ભર્યું? એ વિશેની જાણકારી હજી સુધી સામે નથી આવી શકી. જો કે શરૂઆતની તપાસમાં પોલીસે આ ઘટનાને આત્મહત્યાની બાબત માની રહી છે. આ સમગ્ર ઘટનાની સૂચના મળ્યા પછીથી સ્થાનીય લોકોની સાથે સાથે દરેક વ્યક્તિ એકદમ સ્તબ્ધ છે.

image source

ગંભીર, ઓછું બોલનાર, હમેશા હસતા રહેનાર આઇપીએસ અધિકારી અશ્વિની કુમારના સીબીઆઈ નિર્દેશક રહેવા દરમિયાન ઘણા હાઈ પ્રોફાઈલ કેસ નોંધાયા હતા. વર્ષ 1973ની બેચના આઇપીએસ અધિકારી અશ્વિની કુમારના સીબીઆઈ નિર્દેશક રહેવા દરમિયાન આઋષિ તલવાર હત્યા અંગે પણ તપાસ કરવામાં આવી રહી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અમિત શાહની શોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરી હતી.માનવામાં આવે છે કે એસપીજીમાં રહેતા હતા ત્યારે એ ગાંધી પરિવારની નજીક આવ્યા હતા.તેઓ PMOમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ રહી ચુક્યા હતા. તેમણે ભારતીય ગુપ્તચર એજન્સીમાં પણ કામ કર્યું હતું.

image source

70 વર્ષના આઇપીએસ અધિકારી અશ્વિની કુમારનો જન્મ હિમાચલ પ્રદેશના શિરમોર જિલ્લાના નાહનમાં થયો હતો. તેમણે કિન્નોર જિલ્લાના કોઠી ગામ પાસે સરકારી પ્રાથમિક શાળામાં પોતાની શરૂઆતી શિક્ષણ મેળવ્યુ હતું. ત્યારબાદ તેમને નેશનલ ઈન્ડિયન મિલિટ્રી કોલેજ દેહરાદૂન તથા બિલાસપુરની સરકારી કોલેજથી શિક્ષણ મેળવ્યુ હતું. તેમણે ગ્રેજ્યુએશન હિમાચલપ્રદેશના નાહન સ્થિત સરકારી કોલેજમાંતી કર્યું. તેમણે હિમાચલપ્રદેશ યુનિવર્સિટીથી મેનેજમેન્ટમાં Phd કર્યું.

image source

એ ઓગસ્ટ 2006થી જુલાઈ 200ઇ સુધી હિમાચલ પ્રદેશના ડીજીપી રહ્યા હતા. એ પછી ઓગસ્ટ 2008થી નવેમ્બર 2010 સુધી એ સીબીઆઈના નિર્દેશક રહ્યા હતા. અશ્વિની કુમાર સીબીઆઈના પહેલા એવા પ્રમુખ હતા જેમને પછીથી રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.માર્ચ 2013માં એમને નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

image source

તો જુલાઈ 2013માં મણિપુરના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. જો કે વર્ષ 2013 ડિસેમ્બરમાં મણીપૂર્ણ રાજ્યપાલ પદેથી એમને રાજીનામુ આપ્યું હતું. તો વર્ષ 2014માં જુનમાં એમને નાગાલેન્ડના રાજ્યપાલ પદેથી પણ ત્યાગપત્ર આપી દીધું હતું. એ પછી અશ્વિની કુમાર સિમલામાં આવેલી એક ખાનગી વિશ્વવિદ્યાલયના વીસી પણ રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત