એવી એક્ટ્રેસીઝ જે નોર્થ ઈન્ડિયાની હોવા છતાં સાઉથની ફિલ્મોમાં મચાવી રહી છે ધૂમ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા સિતારા છે જેઓએ બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. પણ શું તમે એવી એક્ટ્રેસીઝને વિશે જાણો છો જે સાઉથ ઈન્ડસ્ટ્રીની ન હોવા છતાં પણ આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સક્સેસ મેળવી ચૂકી છે. આજે વાત થઈ રહી છે નોર્થ ઈન્ડિયાની એવી એક્ટ્રેસીઝને વિશે જેઓએ પોતાની ટેલેન્ટના આધારે સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં નામ કમાયું છે.

રકુલપ્રીત સિંહ

image source

બોલિવૂડની એવી અનેક ફિલ્મો છે જેમાં તેણે નામ કમાયું છે. રકુલપ્રીતે 2009માં આવેલી કન્નડ ફિલ્મ ગિન્નીથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. રકુલપ્રીત હંમેશા એક એક્ટ્રેસ બનવા ઈચ્છતી હતી અને 18 વર્ષની ઉંમરથી જ તેણે મોડલિંગની પણ શરૂઆત કરી હતી. માહિતી તો એવી પણ મળી રહી છે કે રકુલ એકસ્ટ્રા પોકેટ મની માટે એક કન્નડ ફિલ્મ સાઈન કરી ચૂકી હતી. રકુલપ્રીતને એ વાતનો અંદાજ ન હતો કે સાઉથની ફિલ્મો કેવી હોય છે. રકુલ સારું ફેન ફોલોઈંગ પણ ધરાવે છે. તેઓએ તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.

કાજલ અગ્રવાલ

image source

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ ચૂકેલી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ મુંબઈની છે. બોલિવૂડમાં તેણે ભલે કામ કર્યું હોય પણ સાઉથની ફિલ્મોમાં પણ કાજલ ઘણું નામ કમાઈ ચૂકી છે. કાજલે આર્યા 2, બાદશાહ, ઓમ શાંતિ જેવી હિટ ફિલ્મો પણ આપી છે.

ઈલિયાના ડિક્રૂઝ

image source

2012માં આવેલી અનુરાગ કશ્યપની મૂવી બર્ફીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી ઈલિયાના ડિક્રૂઝે સાઉથની મૂવીમાં ઘણું નામ કમાયું છે. ઈલિયાનાએ સાઉથની અમર અકબર એન્થની, શક્તિ જેવી હિટ ફિલ્મો આપી છે.

તમન્ના ભાટિયા

image source

ટીનએજમાં પોતાની એક્ટિંગની કરિયરની શરૂઆત કરી ચૂકી હતી. આ પછી તમન્ના ભાટિયા સાઉથનો જાણીતો ચહેરો બની ચૂકી છે. તેણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અનેક સારી ફિલ્મો આપી હોવાના કારણે તેનું ફેન સર્કલ પણ ઘણું મોટું છે.

તાપસી તન્નૂ

image source

બોલિવૂડની અનેક સક્સેસફૂલ એક્ટ્રેસમાં તાપસી તન્નૂએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ 2010માં કરી. સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી તાપસીએ કરિયરની શરૂઆત કરી. તેલૂગૂની ફિલ્મ જુ્માન્ધી નંદમથી તાપસીએ એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. તાપસીએ આદુકલામ, મિસ્ટર પરફેક્ટ જેવી ફિલ્મો કરી છે.

હંસિકા મોટવાની

image source

ફિલ્મ કોઈ મિલ ગયામાં હંસિકા મોટવાનીએ નાની બાળકીનો રોલ કર્યો હતો. હંસિકાએ ફિલ્મ આપકા સૂરુરથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. પણ ફિલ્મ ફ્લોપ રહેવાના કારણે તેણે સાઉથની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને સાથે સાઉથની ઈન્ડસ્ટ્રીમાં હંસિકાએ દર્શકોનો ખૂબ પ્રેમ મેળવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત